ભૂગોળ

સેઉલ (Seoul)

સેઉલ (Seoul) : દક્ષિણ કોરિયા પ્રજાસત્તાકનું પાટનગર અને મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 37° 33′ ઉ. અ. અને 126° 58′ પૂ. રે. પર 606 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પીળા સમુદ્રથી પૂર્વ તરફ આશરે 32 કિમી. અંતરે હૅન (Han) નદીને કાંઠે વસેલું છે. દુનિયાનાં મોટામાં મોટાં શહેરો…

વધુ વાંચો >

સૅક્સની

સૅક્સની : મધ્ય જર્મનીના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 51° 00′ ઉ. અ. અને 13° 30′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 18,413 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યમાં એર્ઝબર્ગ પર્વતમાળાની ઉત્તરે એલ્બ નદીનો મેદાની વિસ્તાર આવેલો છે. અહીંની મુખ્ય પેદાશોમાં વીજાણુ-સાધનો, કાપડ, વાહનો, યંત્રસામગ્રી, રસાયણો અને…

વધુ વાંચો >

સેનાપતિ (Senapati)

સેનાપતિ (Senapati) : મણિપુર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 15´ ઉ. અ. અને 94° પૂ. રે.ની આજુબાજુનો 3271 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ નાગાલૅન્ડ રાજ્ય, પૂર્વમાં ઉખરુલ જિલ્લો, દક્ષિણે થોઉબલ અને ઇમ્ફાલ જિલ્લા તથા પશ્ચિમે તામેન્ગલાંગ જિલ્લો આવેલા…

વધુ વાંચો >

સેનેગલ (Senegal)

સેનેગલ (Senegal) : પશ્ચિમ આફ્રિકામાં આટલાંટિક મહાસાગરના કાંઠા પર આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 12° 20´થી 16° 30´ ઉ. અ. અને 11° 20´થી 17° 33´ પ. રે. વચ્ચેનો આશરે 1,96,712 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મૉરિટાનિયા, પૂર્વમાં માલી, દક્ષિણમાં ગિની બિસ્સાઉ તેમજ ગિની તથા પશ્ચિમે આટલાંટિક…

વધુ વાંચો >

સેન્ટ ક્રિસ્ટૉફર અને નેવિસ

સેન્ટ ક્રિસ્ટૉફર અને નેવિસ : કૅરિબિયન સમુદ્રમાં આવેલો નાનો દેશ. તે બે ટાપુઓનો બનેલો છે. ભૌગોલિક સ્થાન : તે 17° 20´ ઉ. અ. અને 62° 45´ પ. રે.ની આજુબાજુનો 262 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ પ્યુર્ટો રિકોથી આશરે 310 કિમી. પૂર્વમાં આવેલા છે. સેન્ટ ક્રિસ્ટૉફરને સેન્ટ કિટ્સ પણ…

વધુ વાંચો >

સેન્ટ જ્યૉર્જઝ (Saint George’s) ખાડી

સેન્ટ જ્યૉર્જઝ (Saint George’s) ખાડી : ઇંગ્લૅન્ડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો આટલાંટિક મહાસાગરનો ફાંટો. ભૌગોલિક સ્થાન : 52° 00´ ઉ. અ. અને 6° 00´ પ. રે.. તે વેલ્સને દક્ષિણ આયર્લૅન્ડથી અલગ કરે છે. તેની લંબાઈ આશરે 160 કિમી. અને સ્થાનભેદે પહોળાઈ 97થી 160 કિમી. જેટલી છે. તે હોલીહેડ અને ડબ્લિનથી સેન્ટ…

વધુ વાંચો >

સેન્ટ જ્હૉન પર્સ

સેન્ટ જ્હૉન પર્સ (જ. 31 મે 1887, સેન્ટ લૅજર–લે–ફૉઇલે, ગાઉદેલોપ; અ. 20 સપ્ટેમ્બર 1975, પ્રેસ્ક્વિલ–દ–ગિયન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ. 1960ના કવિતાસાહિત્ય માટેના નોબેલ પારિતોષિકવિજેતા. પિતા વકીલ. 1907માં તેમના પિતાનું મૃત્યુ. બોર્દેક્સમાં કાયદાશાસ્ત્રનું શિક્ષણ. તેમણે ‘રોબિન્સન ક્રૂઝો’નો અનુવાદ કરેલો. તેમને અભ્યાસ છોડવો પડેલો; પરંતુ 1910માં ફરીથી તેમણે વકીલાતની ડિગ્રી મેળવી અને…

વધુ વાંચો >

સેન્ટ જ્હૉન્સ (1)

સેન્ટ જ્હૉન્સ (1) : ઍન્ટિગુઆ અને બારબ્યુડા ટાપુનું પાટનગર, બંદર અને શહેર. ભૌગોલિક સ્થાન : 17° 06´ ઉ. અ. અને 61° 51´ પ. રે.. કૅરિબિયન સમુદ્રના વાયવ્ય કિનારે આવેલું આ શહેર મહત્વના વિહારધામ તરીકે વિકાસ પામ્યું છે. આ બંદરેથી ખાંડ, કપાસ, ખાદ્યસામગ્રી, યંત્રસામગ્રી અને ઇમારતી લાકડાંની નિકાસ થાય છે. 1968…

વધુ વાંચો >

સેન્ટ જ્હૉન્સ (2)

સેન્ટ જ્હૉન્સ (2) : કૅનેડાના એવેલૉન દ્વીપકલ્પના પૂર્વ છેડા પર ન્યૂફાઉન્ડલૅન્ડનું સૌથી મોટું શહેર અને પાટનગર. ભૌગોલિક સ્થાન : 47° 34´ ઉ. અ. અને 52° 43´ પ. રે.. આટલાંટિક મહાસાગરના કાંઠે આવેલું અહીંનું બારું પશ્ચિમતરફી ઢોળાવ ધરાવે છે, તેનું મુખ ‘નૅરોઝ’ (Narrows) તરીકે ઓળખાય છે. તેની એક બાજુ સિગ્નલ હિલ…

વધુ વાંચો >

સેન્ટ પીટર્સબર્ગ

સેન્ટ પીટર્સબર્ગ : મૉસ્કો પછીના બીજા ક્રમે આવતું રશિયાનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 55´ ઉ. અ. અને 30° 15´ પૂ. રે.. તે દેશના વાયવ્ય ભાગમાં બાલ્ટિક સમુદ્રના ફાંટારૂપ ફિનલૅન્ડના અખાતના પૂર્વ છેડે આવેલું છે. તે રશિયા, યુરોપ તેમજ દુનિયાભરનું એક ઔદ્યોગિક અને સાંસ્કૃતિક મથક છે. સેન્ટ પીટર્સબર્ગ શહેરનો…

વધુ વાંચો >