ભૂગોળ

સુરેન્દ્રનગર (જિલ્લો)

સુરેન્દ્રનગર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લો સૌરાષ્ટ્ર, કચ્છ અને તળગુજરાતને સાંકળે છે. ભૌગોલિક સ્થાન : તે 22° 07´થી 23° 32´ ઉ. અ. અને 70° 58´થી 72° 11´ પૂ. રે. વચ્ચેનો 10,489 ચોકિમી. (ગુજરાત રાજ્યના ભૂમિભાગનો 5.53 %) જેટલો વિસ્તાર…

વધુ વાંચો >

સુલતાનપુર

સુલતાનપુર : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તેમજ મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 59´થી 26° 40´ ઉ. અ. અને 81° 32´થી 82° 41´ પૂ. રે. વચ્ચેનો 4424 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેર લખનૌથી પૂર્વ તરફ ગોમતી નદીને કાંઠે વસેલું છે. તેની ઉત્તરે ફૈઝાબાદ, પૂર્વે જોનપુર…

વધુ વાંચો >

સુલતાનપુર

સુલતાનપુર : (1) સૂરત જિલ્લામાં પૂર્વની સરહદે નંદુરબાર પાસેનું એક ગામ. હાલમાં તેનું અસ્તિત્વ નથી. ખાનદેશનો શાસક 1399માં મરણ પામ્યો. તેણે તેના પ્રદેશો તેના બે પુત્રો નસીર અને ઇફ્તિખાર વચ્ચે વહેંચ્યા હતા. ઈ. સ. 1417માં માળવાના હુશંગની મદદથી નસીરે તેના ભાઈનો પ્રદેશ કબજે કરી, તેને કેદ કર્યો. નસીર અને માળવાના…

વધુ વાંચો >

સુવર્ણભૂમિ

સુવર્ણભૂમિ : શ્રીક્ષેત્ર (આજનું મ્યાનમાર) અને મલય દ્વીપકલ્પ. બર્મી અનુશ્રુતિ મુજબ સમ્રાટ અશોકે મ્યાનમાર(બર્મા)માં બૌદ્ધ સંઘની સ્થાપના કરી હતી. દુર્ભાગ્યે અશોકના શિલાલેખોમાં લંકા(તામ્રપર્ણી)ની જેમ સુવર્ણભૂમિનો અલગ ઉલ્લેખ થયો નથી. છતાં તેના ધર્મવિજયના ક્ષેત્રમાં મ્યાનમાર પણ સરળતાથી આવતું હતું. સુવર્ણભૂમિનો દક્ષિણ તરફનો ભાગ બૌદ્ધ ધર્મની હીનયાન શાખાનું મહત્વનું કેન્દ્ર રહ્યું હતું.…

વધુ વાંચો >

સુવર્ણરેખા (નદી)

સુવર્ણરેખા (નદી) : ઝારખંડ રાજ્યના રાંચી, પશ્ચિમ સિંઘભૂમ, પૂર્વ સિંઘભૂમ, પશ્ચિમ બંગાળના મેદિનીપુર તથા ઓરિસા રાજ્યના મયૂરભંજ તથા બાલેશ્વર જિલ્લાઓમાં થઈને વહેતી નદી. તે રાંચી જિલ્લાના રાંચી નગર નજીકથી નીકળે છે અને ઉપર્યુક્ત જિલ્લાઓમાં થઈને બંગાળના ઉપસાગરને મળે છે. આ નદીનો મોટાભાગનો પ્રવાહમાર્ગ ખડકાળ છે, તેથી તે ઝડપથી વહે છે.…

વધુ વાંચો >

સુવર્ણસિક્તા (સોનરેખ)

સુવર્ણસિક્તા (સોનરેખ) : ઉજ્જયંત ગિરિમાંથી નીકળતી નદી. સુવર્ણસિક્તા પલાશિની વગેરે નદીઓના પ્રવાહ આડે બંધ બાંધીને સુદર્શન નામે જલાશય બાંધવામાં આવ્યું હતું. મહાક્ષત્રપ રુદ્રદામાના ઈ.સ. 150ના જૂનાગઢ (ગિરિનગર) શૈલલેખમાં સુદર્શન તળાવના વરસાદને લીધે તૂટેલા બંધનું સમારકામ કર્યાનો ઉલ્લેખ છે. તે જલાશયમાં સુવર્ણસિક્તા (= સુવર્ણરેખા – સોનરેખ) અને પલાશિની વગેરેનાં પાણી ભેગાં…

વધુ વાંચો >

સુવા

સુવા : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટાપુદેશ ફિજીનું પાટનગર, મોટામાં મોટું શહેર, મુખ્ય બંદર તથા ઔદ્યોગિક વેપારીમથક. ભૌગોલિક સ્થાન : 18° 08´ દ. અ. અને 178° 25´ પૂ. રે.. તે ફિજીના 800 ટાપુઓ પૈકી સૌથી મોટા વિતિલેવુ ટાપુના અગ્નિકાંઠે વસેલું છે. આ શહેર પૂર્વ તરફ આવેલી રેવા નદીના મુખ અને…

વધુ વાંચો >

સુંદરગઢ

સુંદરગઢ : ઓરિસા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 35´થી 22° 32´ ઉ. અ. અને 83° 32´થી 85° 22´ પૂ. રે. વચ્ચેનો 9,942 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાનમાં ઝારખંડ રાજ્યની સીમા, પૂર્વ તરફ કેન્દુઝાર અને…

વધુ વાંચો >

સુંદરવન

સુંદરવન : ગંગાના ત્રિકોણપ્રદેશનો વિસ્તાર. પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશમાં આવેલું પંકભૂમિક્ષેત્ર તેમજ વનક્ષેત્ર. ભૌગોલિક સ્થાન : તે 21° 38´થી 22° 38´ ઉ. અ. અને 88° 05´થી 90° 28´ પૂ. રે. વચ્ચેનો અંદાજે 16,707 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પૈકી 38 % ભાગ ભારતમાં અને 62 % ભાગ બાંગ્લાદેશમાં…

વધુ વાંચો >

સૂ નહેર (Soo Canals)

સૂ નહેર (Soo Canals) : યુ.એસ.કૅનેડા સરહદ પરનાં સુપીરિયર અને હ્યુરોન સરોવરોને જોડતી, વહાણોને પસાર થવા માટેની નહેર. ભૌગોલિક સ્થાન : 46° 30´ 30´´ ઉ. અ. અને 84° 21´ 30´´ પ. રે.. આ નહેર મારફતે પૂર્વથી પશ્ચિમ તરફ અને પશ્ચિમથી પૂર્વ તરફ લોહધાતુખનિજો, અનાજ અને કોલસો તથા ખનિજતેલ અને પથ્થરો…

વધુ વાંચો >