ભારતીય સંસ્કૃતિ

શાલભંજિકા

શાલભંજિકા : સ્તંભના ટેકા તરીકે વપરાતી નારીદેહ-પ્રતિમા. ‘શાલભંજિકા’ શબ્દ રમત અને પ્રતીક એમ બે રીતે પ્રયોજાયો છે. પાણિનિએ આ શબ્દ પ્રયોજ્યો છે. તેના મૂળ અર્થમાં જોઈએ તો તે સ્ત્રી સાથે સંકળાયેલ એક ક્રીડા (રમત) છે. કન્યા શાલ કે અશોક વૃક્ષની ડાળીઓ પરનાં પુષ્પો એકત્ર કરવા જતી તે શાલભંજિકા. ભારતનાં પ્રાચીન…

વધુ વાંચો >

શાલિવાહન

શાલિવાહન : એક ભારતીય રાજા, જેનું વર્ણન લોકકથાઓમાં મળે છે; પરંતુ તેના સમયનો કોઈ ઐતિહાસિક અભિલેખ કે મુદ્રા હજી સુધી મળ્યાં નથી, તેથી તેની ઐતિહાસિકતા સંદિગ્ધ છે. કેટલાક લોકો તેને ગઝનીના શક જાતિના રાજા ગજનો પુત્ર માને છે, જેનું રાજ્ય દક્ષિણ ભારતમાં હતું અને તેનું પાટનગર ગોદાવરી નદીના કિનારે પ્રતિષ્ઠાનપુર…

વધુ વાંચો >

શાલ્વ

શાલ્વ : વેદોના સમયની એક જાતિ. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં શાલ્વ લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘મન્ત્રપાથ’માં તેમનું સ્થાન યમુના નદીની પાસે દર્શાવ્યું છે. વેદોના સમયમાં તેઓ વાયવ્ય તરફ રહેતા હોય, તેવો સંભવ નથી. ‘મહાભારત’માં તેઓને કુરુ-પાંચાલો સાથે જોડવામાં આવ્યા છે; અને સંભવત: તેઓ અલ્વર રાજ્યના પ્રદેશમાં રહેતા હતા. મહાભારતના યુદ્ધમાં…

વધુ વાંચો >

શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર

શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર (જ. 7 ઑક્ટોબર 1919, મલાતજ, જિ. આણંદ) : ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃતવિદ્યાના પ્રસિદ્ધ વિદ્વાન અને અભિલેખવિદ. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનો જન્મ સાઠોદરા નાગર જ્ઞાતિમાં થયો હતો. ડૉ. શાસ્ત્રીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મલાતજ અને જૂનાગઢમાં મેળવ્યું હતું. બી.એ. સુધીનું શિક્ષણ 1940માં જૂનાગઢમાંથી પૂર્ણ કર્યું. તે પછી…

વધુ વાંચો >

શાહઆલમનો રોજો

શાહઆલમનો રોજો (1531) : મહમૂદ બેગડાના સમયનું જાણીતું સ્થાપત્ય. અમદાવાદના મુસલમાન સંતોમાં શાહઆલમસાહેબ પ્રસિદ્ધ છે. તેમનું નામ આજદિન સુધી જાણીતું છે. 17 મે વર્ષે તેઓ સરખેજના પ્રસિદ્ધ સંત એહમદ ખટ્ટુગંજબક્ષસાહેબના પરિચયમાં આવ્યા અને મગરબી પંથનું જ્ઞાન લીધું. ગુજરાતની સલ્તનતના રાજકુટુંબ સાથે એમનો નજીકનો સંબંધ હતો. ‘મિરાંતે સિકંદરી’માં તેમના ઘણા ચમત્કારોનું…

વધુ વાંચો >

શાહ, નગીનદાસ જીવણલાલ

શાહ, નગીનદાસ જીવણલાલ (જ. 13 જાન્યુઆરી 1931, સાયલા, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત) : સંસ્કૃત અને ભારતીય વિદ્યાના વિદ્વાન. તેઓ 1956માં બી.એ.; 1958માં એમ.એ. તથા 1964માં પીએચ.ડી. થયા. શરૂઆતમાં જામનગરમાં અધ્યાપક તરીકે કામ કર્યા બાદ તેઓ એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલૉજી(અમદાવાદ)માં અધ્યાપન-સંશોધન માટે જોડાયા અને ત્યાંથી તેઓ અધ્યક્ષપદ પરથી હવે નિવૃત્ત થયા છે.…

વધુ વાંચો >

શાહ, પ્રિયબાળાબહેન

શાહ, પ્રિયબાળાબહેન (જ. 13 જાન્યુઆરી 1920; અ. 14 જાન્યુઆરી, 2011, અમદાવાદ) : ભારતીય સંસ્કૃતિ અને કલાના તજ્જ્ઞ. 1938માં માતાના મૃત્યુ પછી પાંચ ભાંડુઓનો ઉછેર અને શિક્ષણ મોસાળ અમદાવાદમાં થયાં. ગાંધીજીની અસરથી રંગાયેલા મોસાળમાંથી જ બાળપણમાં સાદગી અને સ્વરાજની ભાવના મળેલી, જે અદ્યાપિ પર્યંત જળવાયેલી જોઈ શકાય છે. પ્રાથમિક શાળાના અભ્યાસ…

વધુ વાંચો >

શિબિ

શિબિ : વેદોના સમયની એક જાતિ અને તે નામનું પ્રાચીન ગણરાજ્ય. ઘણુંખરું ઋગ્વેદના શિવ જાતિના લોકો, તે જ શિબિ હતા. તેમનું પાટનગર શિબિપુર પંજાબના ઝંગ (Jhang) જિલ્લામાં આધુનિક શોરકોટ હતું. શિબિઓ ઉશિનર લોકો સાથે ઘણો સંબંધ ધરાવતા હતા. ‘ઐતરેય બ્રાહ્મણ’માં શિબિઓના રાજા અમૃતતાપણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવપુરને શિબિપુર તરીકે…

વધુ વાંચો >

શિમૂક

શિમૂક : દક્ષિણ હિંદની આંધ્ર જાતિના સાતવાહન રાજવંશનો સ્થાપક અને પ્રથમ રાજવી. કણ્વ વંશના છેલ્લા રાજવી સુશર્મનને હરાવીને શિમૂકે દક્ષિણ હિંદમાં પોતાના સાતવાહન કુળના રાજવંશની સ્થાપના ઈ. પૂ. 30માં કરી હતી. અભિલેખોમાં એનો ઉલ્લેખ ‘શિમૂક’ તરીકે, જ્યારે પુરાણોમાં એનો ઉલ્લેખ ‘શિશૂક’ ‘શિપ્રક’ અને ‘સિન્ધુક’ તરીકે થયેલો છે. નાનાઘાટ, નાસિક, સાંચી…

વધુ વાંચો >

શિવ

શિવ : હિંદુ ધર્મના એક દેવ. ‘મહાદેવ’, ‘શંકર’, ‘શંભુ’, ‘ઈશ્વર’ જેવાં તેમનાં અન્ય નામો છે. તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક તથા શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. વેદોમાં ‘શિવ’ નામ પ્રાપ્ત થતું નથી. જોકે ‘રુદ્ર’ માટે ‘શિવ’…

વધુ વાંચો >