ભારતીય સંસ્કૃતિ

વૃંદાવન

વૃંદાવન : ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 27° 35´ ઉ. અ. અને 77° 35´ પૂ. રે.. તે મથુરાથી ઉત્તરે આશરે 46 કિમી. દૂર યમુના નદીના જમણા કાંઠે વસેલું છે. અહીંનો સમગ્ર પ્રદેશ સમતળ છે અને શહેર સમુદ્રસપાટીથી આશરે 175 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ…

વધુ વાંચો >

વૈદિક ભૂગોળ

વૈદિક ભૂગોળ : વેદકાલીન ભૌગોલિક માહિતી. વેદ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો છે. વેદનાં સ્વરૂપ, મહત્વ અને સિદ્ધાંતોની જાણકારી મેળવવી એ પ્રત્યેક ભારતીય નાગરિકની ફરજ લેખાય છે. વેદો ભારતીય સંસ્કૃતિના સ્રોત છે. વેદોમાં સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, ભૂગોળ વગેરે અનેક વિષયોનું વર્ણન જોવા મળે છે. વૈદિક યુગની ભૌગોલિક બાબતોથી સામાન્ય જનસમાજ…

વધુ વાંચો >

વૈશાલી (નગરી)

વૈશાલી (નગરી) : બિહારમાં આવેલું નગર, જેનું અગાઉનું નામ બસાઢ હતું. તે લિચ્છવી ગણરાજ્યની રાજધાની હતું. બૌદ્ધ સાહિત્યમાં લિચ્છવીની જેમ વજ્જિ પણ વૈશાલીના જ કહેવાય છે. વજ્જિ સંઘની રાજધાની વૈશાલી જ હતી. પાલિ ત્રિપિટકમાં લિચ્છવી અને વજ્જિનો ઉલ્લેખ એક જ ગણરાજ્ય માટે થયો છે. ભગવાન બુદ્ધે બુદ્ધત્વ-પ્રાપ્તિ પછી પાંચમો વર્ષાવાસ…

વધુ વાંચો >

વ્યક્તિવિવેક

વ્યક્તિવિવેક : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રનો ગ્રંથ. સર્વપ્રથમ ઈ. સ. 1909માં ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત ગ્રંથમાળામાં ‘વિમર્શ’ નામની રુય્યકે લખેલી અધૂરી ટીકા સાથે પ્રસ્તુત ગ્રંથ તિરુઅનંતપુરમમાંથી પ્રકાશિત થયેલો. તેના લેખક આચાર્ય મહિમભટ્ટ (11-12મી સદી) છે. આચાર્ય આનંદવર્ધને ધ્વનિની રજૂઆત પોતાના ‘ધ્વન્યાલોક’ નામના ગ્રંથમાં કરી છે. તે ગ્રંથ અને ધ્વનિસિદ્ધાન્ત બંનેનું ખંડન કરવા માટે…

વધુ વાંચો >

વ્યાસ, કિરણભાઈ લાભશંકર

વ્યાસ, કિરણભાઈ લાભશંકર (જ. 31 માર્ચ 1944, લખતર, જિ. સુરેન્દ્રનગર) : વિદેશસ્થિત ભારતીય સંસ્કૃતિના પ્રસારક. મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વતની. ત્યાં જ રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. એમના પિતાનું નામ લાભશંકર. એ સ્વાતંત્ર્ય-સેનાની હતા. માતાનું નામ ચંદ્રકલાબહેન. લાભશંકર વ્યાસ થામણાની સ્કૂલમાં શિક્ષક હતા. ત્યાંથી સાબરમતી ગયા. 1942માં જેલ ભોગવી. પછી…

વધુ વાંચો >

શક-પહ્લવ

શક–પહ્લવ : એશિયાની પ્રાચીન જાતિના લોકો. સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એમાંના એશિયાઈ મુલકો પર યવન (યુનાની) વિજેતા સેલુકની સત્તા સ્થપાઈ. સેલુક સામ્રાજ્યના બાહ્લિક (બૅક્ટ્રિયા) પ્રાંત[હાલના અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલો બલ્ખ(બૅક્ટ્રા)ની આસપાસનો પ્રદેશ]ની જેમ તેનો પહ્લવ (પાર્થિયા) પ્રાંત (હાલ ઈશાન ઈરાનમાં આવેલો ખોરાસાન અને એની નજીકનો પ્રદેશ) પણ ઈ. પૂ. 250ના…

વધુ વાંચો >

શક-પહ્લવ સિક્કાઓ

શક–પહ્લવ સિક્કાઓ : શક-પહ્લવ રાજાઓએ પડાવેલા સિક્કા. મધ્ય એશિયાના રહેવાસી શક લોકો ઈરાનમાં આવી વસ્યા. સ્થાનિક પહ્લવો સાથે સાંસ્કૃતિક રીતે એટલા બધા ભળી ગયા કે શક-પહ્લવોને અલગ ઓળખવા મુશ્કેલ પડે. ધીમે ધીમે તેઓ બાહ્લિક અને કંદહાર તરફથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઈ. પૂ. 75ના અરસામાં આવીને વસ્યા. એમાંના જેઓ કંદહાર અને બલૂચિસ્તાનના…

વધુ વાંચો >

શબર (વેદમાં)

શબર (વેદમાં) : દક્ષિણ ભારતની એક આદિવાસી જાતિ. ‘ઐત્તરેય બ્રાહ્મણ’માં જણાવ્યા મુજબ તેઓ વિશ્વામિત્રના જ્યેષ્ઠ પુત્રનાં સંતાનો હતાં અને શાપ મળવાથી તેઓ મ્લેચ્છ થયા હતા. ‘મહાભારત’માં જણાવ્યા પ્રમાણે વસિષ્ઠની ગાય કામધેનુનાં છાણ અને અંગોમાંથી તેઓ ઉત્પન્ન થયા હતા. એ રીતે આ પ્રકારની બીજી કેટલીક જાતિઓ પણ ઉત્પન્ન થઈ હતી. શબરો…

વધુ વાંચો >

શર્યાતિ

શર્યાતિ : વૈવસ્વત મનુના દસ પુત્રોમાંનો ત્રીજો પુત્ર. એ શૂર હતો અને વેદવેદાંગનો ઊંડો અભ્યાસી હતો. અંગિરાઋષિના સત્રમાં બીજા દિવસનું બધું કામ એણે એકલાએ કર્યું હતું. એને ઉત્તાનબર્હિ, આનર્ત, ભૂરિષેણ, હૈહય ને તાલજંઘ – એમ પાંચ પુત્રો હતા. એને સુકન્યા નામે દીકરી હતી. આ સુકન્યાએ ધ્યાનમગ્ન ચ્યવન ઋષિની આંખોમાં કાંટા…

વધુ વાંચો >

શર્વવર્મા (શર્વવર્મન્)

શર્વવર્મા (શર્વવર્મન્) (આશરે ઈ. સ. 576-580) : ગુપ્ત સમ્રાટ નરસિંહગુપ્તના સામંત (માંડલિક) મૌખરી વંશના રાજા ઈશાનવર્મનનો (554-576) પુત્ર. તેણે હૂણોને હરાવ્યા હતા. તેણે હૂણોના પ્રદેશો જીતીને ત્યાં રાજ્ય કર્યું તથા તેમના જેવા સિક્કા પડાવ્યા હતા. મૌખરીઓ ઈ. સ. છઠ્ઠી સદીમાં ગયાની પાસેના પ્રદેશમાં રાજ્ય કરતા હતા. શર્વવર્મન્ પ્રતાપી રાજા હતો…

વધુ વાંચો >