શાલ્વ : વેદોના સમયની એક જાતિ. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં શાલ્વ લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘મન્ત્રપાથ’માં તેમનું સ્થાન યમુના નદીની પાસે દર્શાવ્યું છે. વેદોના સમયમાં તેઓ વાયવ્ય તરફ રહેતા હોય, તેવો સંભવ નથી. ‘મહાભારત’માં તેઓને કુરુ-પાંચાલો સાથે જોડવામાં આવ્યા છે; અને સંભવત: તેઓ અલ્વર રાજ્યના પ્રદેશમાં રહેતા હતા.

મહાભારતના યુદ્ધમાં શાલ્વ લોકો કૌરવોના પક્ષે લડ્યા હતા.

જયકુમાર ર. શુક્લ