બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સ
ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સ (જ. 21 ડિસેમ્બર 1959, લૉસ ઍન્જેલિસ, કૅલિફૉર્નિયા; અ. 21 સપ્ટેમ્બર 1998, મિશન બીજો, કૅલિફૉર્નિયા) : વિશ્વવિક્રમ ધરાવતી દોડસ્પર્ધાની અમેરિકન મહિલા ખેલાડી. 1980ના દાયકામાં તેણે ઍથ્લેટિક્સની સ્પર્ધાઓમાં એવા અસાધારણ વિક્રમો પ્રસ્થાપિત કર્યા, જેને લીધે તે રમતગમતના ક્ષેત્રમાં ખ્યાતનામ થઈ. 1984માં લૉસ ઍન્જેલિસ ખાતેના ઑલિમ્પિક રમતોત્સવમાં તેણે 200 મીટર…
વધુ વાંચો >ગ્રિફિથ, ડી. ડબ્લ્યૂ.
ગ્રિફિથ, ડી. ડબ્લ્યૂ. (જ. 22/23 જાન્યુઆરી 1875, લા ગ્રાન્જ, કન્ટુકી; અ. 23 જુલાઈ 1948, હૉલિવુડ) : અમેરિકન ચલચિત્રવ્યવસાયની પ્રારંભિક અવસ્થામાં પોતાની સર્જનશક્તિને લીધે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા શ્રેષ્ઠ દિગ્દર્શક. પિતા જેકબ ગ્રિફિથ લશ્કરમાં અધિકારી હતા. બાલ્યાવસ્થામાં પિતા પાસેથી સાંભળેલી મેક્સિકન યુદ્ધ તથા અમેરિકાના આંતરવિગ્રહની વાતોથી તથા ચાર્લ્સ ડિકન્સ, વિલિયમ શેક્સપિયર અને…
વધુ વાંચો >ગ્રૅમી ઍવૉર્ડ
ગ્રૅમી ઍવૉર્ડ : ધ્વનિમુદ્રણના ક્ષેત્રે સર્જનાત્મક સિદ્ધિ માટે એનાયત કરવામાં આવતો પ્રતિષ્ઠાસંપન્ન આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ. અમેરિકાની ‘નૅશનલ અકાદમી ઑવ્ રેકર્ડિંગ આર્ટ્સ ઍન્ડ સાયન્સ’ દ્વારા તે દર વર્ષે એનાયત કરવામાં આવે છે. 1958માં તેની શરૂઆત થઈ હતી. લગભગ ચાળીસ પ્રકારના સર્જનાત્મક સ્વર-ધ્વનિ લેખાંકન કરનારાઓની વિશિષ્ટ સિદ્ધિનું સન્માન કરવાનો તેનો હેતુ છે. સંગીતના…
વધુ વાંચો >ગ્રેસ
ગ્રેસ (જ. 1939, નાગપુર; અ. 26 માર્ચ, 2012, પુણે) : મરાઠી કાવ્યસૃષ્ટિમાં ‘ગ્રેસ’ તખલ્લુસથી જાણીતા બનેલા અગ્રણી મરાઠી કવિ અને ગીતકાર. એમનું મૂળ નામ માણિક ગોડઘાટે. સમગ્ર શિક્ષણ નાગપુર ખાતે લીધું હતું. મરાઠી વિષય સાથે બી.એ. અને એમ.એ.ની પદવીઓ મેળવ્યા પછી ત્યાંની મૉરિસ કૉલેજમાં મરાઠીના અધ્યાપક નિમાયા. તેમની વિશિષ્ટ પ્રકૃતિ…
વધુ વાંચો >ગ્રોમીકો, આન્દ્રે આંદ્રેવિચ
ગ્રોમીકો, આન્દ્રે આંદ્રેવિચ (જ. 18 જુલાઈ 1909, સ્ટાર્યે ગ્રોમીકી, બાયલોરશિયા; અ. 2 જુલાઈ 1989, મૉસ્કો, સોવિયેત યુનિયન) : સોવિયેત સંઘના અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી, ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ તથા વિદેશનીતિના નિષ્ણાત. ખેડૂત કુટુંબમાં જન્મ. મિન્સ્ક ખાતેની કૃષિ શિક્ષણસંસ્થા તથા મૉસ્કો ખાતેની અર્થશાસ્ત્ર શિક્ષણસંસ્થામાં શિક્ષણ. 1936માં કૃષિ અર્થશાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કર્યા પછી 1939 સુધી…
વધુ વાંચો >ઘાલી, બુતરસ બુતરસ
ઘાલી, બુતરસ બુતરસ (જ. 14 નવેમ્બર 1922, કૅરો, ઇજિપ્ત; અ. 16 ફેબ્રુઆરી 2016, કૅરો, ઇજિપ્ત) : ઇજિપ્તના અગ્રણી રાજનીતિજ્ઞ તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના છઠ્ઠા મહામંત્રી. ઇજિપ્તની કુલ વસ્તીમાં માત્ર 10 %નું પ્રમાણ ધરાવતી ખ્રિસ્તી લઘુમતી કોમમાં જન્મ. 1946માં કૅરો યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની પદવી મેળવ્યા પછી 1949માં પૅરિસ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર તથા આંતરરાષ્ટ્રીય કાયદામાં…
વધુ વાંચો >ઘુર્યે, જી. એસ.
ઘુર્યે, જી. એસ. (જ. 12 ડિસેમ્બર 1893, માલવણ, રત્નાગિરિ જિલ્લો; અ. 28 ડિસેમ્બર 1983, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય સમાજશાસ્ત્રી. તેમનું આખું નામ ગોવિંદ સદાશિવ ઘુર્યે હતું. શરૂઆતનું શિક્ષણ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના માલવણ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈ અને જૂનાગઢમાં લીધું. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી…
વધુ વાંચો >ઘોષ, અજય
ઘોષ, અજય (જ. 20 ફેબ્રુઆરી 1909, ચિત્તરંજન; અ. 11 જાન્યુઆરી 1962, નવી દિલ્હી) : વિખ્યાત સામ્યવાદી નેતા તથા ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી. બંગાળના 24 પરગણાના વતની. પિતા શચીન્દ્રનાથ ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે મેડિકલ પ્રૅક્ટિસ કરતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કાનપુર ખાતે. 1926માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં દાખલ થયા. તે પહેલાં 1923માં વિખ્યાત…
વધુ વાંચો >ઘોષ, અતુલચંદ્ર
ઘોષ, અતુલચંદ્ર (જ. 2 માર્ચ 1881, ખાંડ ઘોષા, બર્દવાન; અ. 15 ઑક્ટોબર 1961, કૉલકાતા) : બંગાળના અગ્રણી રાજકીય નેતા. પિતા શિક્ષક હતા. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં અન્યત્ર બે કુટુંબો દ્વારા ઉછેર. શરૂઆતનું શિક્ષણ બર્દવાનમાં અને તે પછી કૉલકાતાની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં; પરંતુ તે અધવચ્ચે છોડી દેવું પડ્યું. 1908માં પુરબિયા ખાતે વકીલાત…
વધુ વાંચો >ઘોષ, પ્રફુલ્લચંદ્ર
ઘોષ, પ્રફુલ્લચંદ્ર (જ. 24 ડિસેમ્બર 1891, મલિકન્ડા, બંગાળ; અ. 18 ડિસેમ્બર 1983, કોલકાતા) : બંગાળના અગ્રણી રાજકારણી તથા પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા પૂર્ણચંદ્ર ઘોષ ગામડાની પ્રાથમિક શાળાના શિક્ષક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ ઢાકા ખાતે. 1913માં રસાયણશાસ્ત્ર વિષયમાં બી.એસસી. તથા 1916માં એમ.એસસી.ની પદવીઓ પ્રાપ્ત કરી. 1919માં કૉલકાતા યુનિવર્સિટીની ડૉક્ટરેટની…
વધુ વાંચો >