બાળકૃષ્ણ માધવરાવ મૂળે

સત્યમૂર્તિ, એસ.

સત્યમૂર્તિ, એસ. (જ. 19 ઑગસ્ટ 1887, થિરુમયમ્, તિરુચિરાપલ્લી જિલ્લો, તામિલનાડુ; અ. 20 માર્ચ 1943, ચેન્નાઈ) : સ્વાધીનતાસેનાની, કાયદાશાસ્ત્રી અને આઝાદી પૂર્વેના દક્ષિણ ભારતના અગ્રણી રાજકીય નેતા. તેમના પિતા વકીલાત કરતા. પિતાના સૂક્ષ્મ નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ સત્યમૂર્તિનું ઘડતર થયેલું. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી તેમણે ઉચ્ચશિક્ષણ પદુકોટ્ટા ખાતેની મહારાજા…

વધુ વાંચો >

સદારંગ–અધારંગ

સદારંગ-અધારંગ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલગાયનના પ્રવર્તક. સદારંગ-અધારંગ આ બે ભાઈઓનાં તખલ્લુસ છે, જે નામથી તેમણે શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ ગાયકી પર આધારિત ધ્રુપદોની રચના કરી હતી. તેમનાં મૂળ નામ ન્યામતખાં તથા ફીરોઝખાં હતાં અને આ બંને ભાઈઓ દિલ્હીના મહંમદશહા(1719-1748)ના દરબારમાં રાજગાયકો હતા. તે બંને બીનવાદનમાં નિપુણ હતા. તેમના પિતાનું નામ…

વધુ વાંચો >

સપ્તક

સપ્તક : ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાઓનાં સંવર્ધન, પ્રસાર અને શિક્ષણને સમર્પિત, ભારતભરમાં તેના મહોત્સવો માટે ખ્યાતનામ બનેલી અમદાવાદની સંગીતસંસ્થા. સ્થાપના ઑક્ટોબર, 1980માં. સંસ્થાનું ઉદ્ઘાટન વિશ્વવિખ્યાત સિતારવાદક ‘ભારતરત્ન’ પંડિત રવિશંકરના સિતારવાદનથી થયેલું, જેમાં તબલાસંગત બનારસ ઘરાનાના તબલાવાદક ‘પદ્મવિભૂષણ’ કિશન મહારાજે કરી હતી. સંસ્થાના ઉદ્દેશો : ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ અને તાલીમ…

વધુ વાંચો >

સબમરીન

સબમરીન : સામાન્ય રીતે દરિયાના પાણીની સપાટીની નીચે અદૃશ્ય રીતે યુદ્ધના કામે લગાડવામાં આવતી સ્વચાલિત નૌકા. મોટા ભાગની સબમરીનોને મુખ્યત્વે બે પ્રકારની કામગીરી કરવાની હોય છે : (1) શત્રુપક્ષની સબમરીનો તથા અન્ય પ્રકારનાં જહાજો કે વહાણો પર હુમલા કરી તેમને નષ્ટ કરવાની કામગીરી; (2) શત્રુપક્ષના વિસ્તારો પર મિસાઇલ દ્વારા હુમલા…

વધુ વાંચો >

સબસિડી

સબસિડી : કોઈ વસ્તુ કે સેવાની પડતર-કિંમત અને બજાર-કિંમત વચ્ચેનો તફાવત ઉપભોક્તાવર્ગના હિતમાં ઘટાડવા માટે સરકાર કે અન્ય જાહેર સંસ્થાઓ દ્વારા ઉત્પાદકોને અપાતી આર્થિક સહાય. સામાન્ય રીતે આવી સહાય સાર્વજનિક ઉપભોગ(mass consumption)ની વસ્તુઓ અને સેવાઓ પર અપાતી હોય છે. તેનું કદ મહદ્અંશે જે તે વસ્તુ કે સેવાના ઉત્પાદનના પ્રમાણમાં નિર્ધારિત…

વધુ વાંચો >

સમઉત્પાદનરેખા

સમઉત્પાદનરેખા : ઉત્પાદનના કોઈ પણ બે ચલ અથવા ફેરફારક્ષમ સાધનોનાં જુદાં જુદાં સંયોજનો એકસરખું ઉત્પાદન આપતાં હોય તો તે સંયોજનોને જોડતી રેખા. તે ઉત્પાદન-વિધેયનો ભાગ ગણવામાં આવે છે. તેને નિયોજકની અથવા પેઢીની સમતૃપ્તિરેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો અર્થ એ થાય કે જ્યાં સુધી સાધનોના મળતરનો જથ્થો સ્થિર રહેતો…

વધુ વાંચો >

સમખર્ચ-રેખા

સમખર્ચ–રેખા : ઉત્પાદનનાં કોઈ પણ બે સાધનો જેમની વચ્ચે અવેજીકરણ શક્ય છે તેવાં સાધનોનાં જુદાં જુદાં સંયોજનો દર્શાવતી રેખા. વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે સમખર્ચ-રેખા ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે અને તે એવી મુખ્ય ધારણાઓ પર રચાયેલી છે કે પેઢી ઉત્પાદનનાં બે જ સાધનો વડે ઉત્પાદન કરવા ધારે છે…

વધુ વાંચો >

સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર

સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર : અર્થશાસ્ત્રની એક શાખા. અર્થશાસ્ત્રનો અભ્યાસ મુખ્યત્વે બે શાખાઓના સંદર્ભમાં કરવામાં આવે છે; જેમાંથી એકને ‘એકમલક્ષી અર્થશાસ્ત્ર’ (Micro economics), તો બીજાને ‘સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર’ (Macro economics) કહેવામાં આવે છે. ગ્રીક ભાષાના ‘Macro’ શબ્દનો અર્થ થાય છે વિસ્તીર્ણ અથવા મોટું અને તેથી જ્યારે અર્થશાસ્ત્રના અભ્યાસનો ફલક વિસ્તીર્ણ કે વિશાલ હોય…

વધુ વાંચો >

સમાજવાદ

સમાજવાદ : ઉત્પાદનનાં તમામ સાધનોની પેદાશ, સર્જન, વહેંચણી તથા વિનિમય પર સમગ્ર સમાજની સામૂહિક માલિકી તથા પ્રભુત્વની તરફેણ કરતી આર્થિક અને રાજકીય વિચારસરણી. વિકલ્પે તેને ‘સમૂહવાદ’ (collectivism) પણ કહેવામાં આવે છે. તેનો ઉદ્ગમ કાર્લ માર્ક્સ(1818-83)ની રાજકીય વિચારસરણીમાંથી થયેલો હોવાથી તેને ‘માર્ક્સવાદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્લ માર્ક્સની રજૂઆત મુજબ…

વધુ વાંચો >

સરકસ

સરકસ : અંગ-કસરતના સાહસિક દાવ કરનારાઓ, પાલતુ અને જંગલી પશુઓના ખેલ કરનારાઓ તથા વિદૂષકોની, લોકરંજન માટે વ્યાવસાયિક ધોરણે ઊભી કરવામાં આવેલી હરતીફરતી મંડળી. સરકસની શરૂઆત થઈ તે ગાળામાં તેના ખેલ ઘોડેસવારીના ખેલ પૂરતા જ મર્યાદિત હતા અને તે ખેલ પાકાં મકાનોના અંદરનાં ગોળાકાર મેદાનોની મધ્યમાં કરવામાં આવતાં; મધ્યમાં એટલા માટે…

વધુ વાંચો >