બાળકૃષ્ણ માધવરાવ મૂળે

વિકરી, વિલિયમ

વિકરી, વિલિયમ (જ. 1914, વિક્ટૉરિયા, બ્રિટિશ કોલંબિયા, કૅનેડા; અ. 13 ઑક્ટોબર 1996, ન્યૂયૉર્ક) : અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. માત્ર અસમમિતીય માહિતી (asymetric information) જ ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં લેવાતા નિર્ણયો પાછળ કયા પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે તેનું વિશ્લેષણ કરતો સિદ્ધાંત તારવવા બદલ 1996નું અર્થશાસ્ત્ર માટેનું…

વધુ વાંચો >

વિક્સેલ, નટ

વિક્સેલ, નટ (જ. 1851; અ. 1926) : અર્થશાસ્ત્રની ‘સ્ટૉકહોમ વિચારસરણી’ના મુખ્ય ઉદ્ગાતા સ્વીડિશ અર્થશાસ્ત્રી. સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીમાં ગણિત અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1885માં ગણિત વિષયમાં સ્નાતક અને 1895માં તે જ વિષયમાં ડૉક્ટરેટની પદવી મેળવી. દરમિયાન જે. એસ. મિલ, કાર્લ મૅન્જર અને બોહેમ બેવર્ક જેવા તે જમાનાના અગ્રણી અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંતોનું તલસ્પર્શી…

વધુ વાંચો >

વિજય

વિજય : નિર્ણાયક યુદ્ધમાં શત્રુપક્ષને સંપૂર્ણપણે પરાસ્ત કરવા પાછળનો મુખ્ય હેતુ. કેટલાંક યુદ્ધો એવાં હોય છે કે જેમાં કોઈ નિર્ણાયક પરિણામ આવતાં પહેલાં જ બંને પક્ષોની સમજૂતીથી યુદ્ધનો અંત લાવવામાં આવે છે અને તેમાં વિજય કે પરાજયની બાબત અનિર્ણીત રહે છે. આ પરિસ્થિતિ મહદ્અંશે યુદ્ધ-તહકૂબી અથવા યુદ્ધબંધી માટેના લિખિત અથવા…

વધુ વાંચો >

વિદ્વાંસ, ગોપાળરાવ

વિદ્વાંસ, ગોપાળરાવ (જ. 16 નવેમ્બર 1896, આંજર્લા, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 23 મે 1980, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, ગાંધીવિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા અનૂદિત સાહિત્યના ભેખધારી. પિતા ગજાનનરાવ ભાવનગર પાસેની વલ્લભીપુર રિયાસતમાં ઓરવસિયર હતા. માતાનું નામ સરસ્વતી. ગોપાળરાવનું બાળપણ વલ્લભીપુરમાં વીત્યું. ત્યાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું. 1916માં ભાવનગર…

વધુ વાંચો >

વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન

વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન (જ. 12 જુલાઈ 1903, વલ્લભીપુર, સૌરાષ્ટ્ર; અ. 2 ડિસેમ્બર 1984, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની તથા શાળાસ્તરે ઉપયોગી થાય તેવા સાહિત્યના સર્જક. પિતા ભાવનગર નજીકના પૂર્વ વલ્લભીપુર રિયાસતમાં ઓવરસિયર હતા. માતાનું નામ સરસ્વતી. પ્રાથમિક શિક્ષણ વલ્લભીપુરમાં. ત્યારબાદ ભાવનગર ખાતેની દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાયા. ત્યાં જાણીતા કેળવણીકાર ગિજુભાઈ બધેકા અને હરભાઈ…

વધુ વાંચો >

વિનાશિકા

વિનાશિકા : સમુદ્રમાં થતા યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતું લડાયક જહાજ. તેનું મુખ્ય કાર્ય મોટાં લડાયક જહાજો તથા વ્યાપારી વહાણોને શત્રુ પક્ષના આક્રમણથી રક્ષણ આપવાનું હોય છે. વળી તેને દુશ્મનના દરિયાકાંઠાના વિસ્તાર પર બૉંબમારો કરવાનું; દરિયામાં આવાગમન કરતાં અને મુશ્કેલીમાં મુકાતાં મિત્ર-પક્ષનાં જહાજોને રાહત આપવાનું તથા મિત્રપક્ષનાં જળ-સ્થળ/ઉભયચારી વિમાનોને અવતરણ દરમિયાન…

વધુ વાંચો >

વિનિમય-અંકુશ

વિનિમય–અંકુશ : પોતાની લેણદેણની તુલામાં અસમતુલા ભોગવતા દેશમાં પોતાની પાસેના વિદેશી હૂંડિયામણના જથ્થાનો ઇષ્ટ અને કરકસરયુક્ત ઉપયોગ થાય તે હેતુથી દાખલ કરવામાં આવતી અંકુશાત્મક નીતિ. તેનો મુખ્ય હેતુ પોતાના ચલણનો સ્થિર વિનિમય-દર જાળવી રાખવાનો તથા લેણદેણની તુલાને સમતોલ બનાવવાનો હોય છે.  જોકે આધુનિક જમાનામાં રક્ષણાત્મક ઉદ્દેશથી પણ તેનો ઉપયોગ કરવામાં…

વધુ વાંચો >

વિમાનવાહક જહાજ

વિમાનવાહક જહાજ : લડાયક વિમાનોને વહન કરી તેનાં ઉડ્ડયન અને ઉતરાણને શક્ય અને સહેલું બનાવનારું અત્યંત શક્તિશાળી જહાજ. તેનો સૌથી ઉપલો માળ વિશાળ સપાટી ધરાવતી વિમાનપટ્ટી (air strip) ધરાવતો હોવાથી તે ‘ફ્લૅટ ટૅપ્સ’ (flat-taps) અથવા ‘ફ્લૅટ ડેક’ (flat-deck) નામથી પણ ઓળખાતાં હોય છે. વિશ્વમાં સૌથી પહેલું વિમાનવાહક જહાજ 1925માં અમેરિકાએ…

વધુ વાંચો >

વિલિયમ, બેટ્ટી સ્મીથ

વિલિયમ, બેટ્ટી સ્મીથ (જ. 22 મે 1943, બેલફાસ્ટ, ઉત્તર આયર્લૅન્ડ) : વિશ્વશાંતિનાં હિમાયતી, શાંતિને વરેલી ‘પીસ પીપલ’ સંસ્થાનાં સહસંસ્થાપક તથા 1976 વર્ષ માટેના નોબેલ શાંતિ-પુરસ્કારનાં સહવિજેતા. ઔપચારિક શિક્ષણ કાર્યાલયના કર્મચારીને લગતું (secretarial) અને વ્યવસાય પણ તે જ. પિતા સ્મીથ કૅથલિક ધર્મી, વ્યવસાય ખાટકીનો. માતા પ્રોટેસ્ટંટધર્મી, વ્યવસાય હોટેલમાં વેટ્રિસ. બેટ્ટી સ્મીથ…

વધુ વાંચો >

વિશિષ્ટ કાર્ય દળ (Special Task Force : STF)

વિશિષ્ટ કાર્ય દળ (Special Task Force : STF) : રાજ્યના પોલીસ દળમાંના અમુક જવાનોને તેમની રોજિંદી કામગીરીમાંથી છૂટા કરી વિશિષ્ટ કામગીરી માટે પસંદ કરી બનાવવામાં આવેલી ખાસ ટુકડી. પ્રજાના જાનમાલના રક્ષણ માટે અર્ધલશ્કરી શાસકીય સંગઠન તરીકે પોલીસ દળનું નિર્માણ કરવામાં આવે છે. અધિકૃત રીતે ઘડવામાં આવેલા કાયદાઓનું નાગરિકો પાલન કરે…

વધુ વાંચો >