બળદેવભાઈ કનીજિયા
વંશી, બળદેવ (ડૉ.)
વંશી, બળદેવ (ડૉ.) [જ. 1 જૂન 1938, મુલતાન શહેર (હાલ પાકિસ્તાન)] : હિંદી કવિ અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવેલી. તેમણે હિંદીમાં અધ્યાપનકાર્ય કર્યું. તેઓ અખિલ ભારતીય ભાષાસંસ્કરણ સંગઠનના સ્થાપક-પ્રમુખ; દિલ્હી રાઇટર્સ ફોરમના કન્વીનર રહ્યા. તેમની માતૃભાષા પંજાબી છે, છતાં તેમણે અત્યાર…
વધુ વાંચો >વાગ્મી, મહેશ્વર પ્રસાદ
વાગ્મી, મહેશ્વર પ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1941, આગ્રા, ઉત્તરપ્રદેશ) : હિંદી પત્રકાર અને લેખક. તેમણે હિંદીમાં સાહિત્યાલંકાર (દેવગઢ); વિદ્યાવાચસ્પતિ (અજમેર) અને એચ.એમ.બી.એસ.(હોમિયોપથી)ની ડિગ્રીઓ મેળવી છે. 1963થી તેઓ ઇન્દ્રપ્રસ્થ વિદ્યાપીઠ, નવી દિલ્હીના પ્રમુખ અને 1970થી હિંદી વિદ્યાપીઠ, નવી દિલ્હીના અધ્યક્ષ રહ્યા. વળી તેઓ સરસ્વતી સંગમ અને સેન્ટ્રલ એજ્યુકેશન ગૅઝેટના સંપાદક પણ…
વધુ વાંચો >વાઘ, વિઠ્ઠલ ભીખાજી
વાઘ, વિઠ્ઠલ ભીખાજી (જ. 1 જાન્યુઆરી 1945, હિંગાણી, જિ. અકોલા, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે ઇન્દોર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને અમરાવતી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ શ્રી શિવાજી કૉલેજ ઑવ્ આર્ટ્સ, કૉમર્સ ઍન્ડ સાયન્સ, અકોલામાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને અધ્યાપનકાર્ય કર્યું. તેઓ 1994-95માં રિજિયૉનલ સબોર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બૉર્ડ, અમરાવતીના અધ્યક્ષપદે…
વધુ વાંચો >વાઘેલા, રવુભા નારુભા
વાઘેલા, રવુભા નારુભા (જ. જુલાઈ 1905, બકરાણા, તા. સાણંદ, જિ. અમદાવાદ, ગુજરાત) : અદ્વિતીય અને અદભુત ગણિતજ્ઞ. પૂર્વજો ભાલપ્રદેશના તાલુકદાર હતા. પછી બકરાણા આવીને ખેતી સ્વીકારી. પિતા નારુભા તદ્દન નિરક્ષર છતાં ઈશ્વરભક્ત. માતા જેઠીબા થોડું લખી વાંચી જાણે. રવુભાએ 12 વર્ષની ઉંમરે શાળાપ્રવેશ લીધો અને ચાર ચોપડીના અભ્યાસ બાદ અધવચ…
વધુ વાંચો >વાજપેયી, અવધ પ્રસાદ
વાજપેયી, અવધ પ્રસાદ (જ. 4 મે 1925, કન્હીપુર, જિ. બારાબંકી, ઉત્તર પ્રદેશ) : હિંદી લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદી સાથે અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને સામાજિક સેવામાં તેઓ પરોવાયા છે. તેમણે અત્યાર સુધીમાં 6 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >વાજપેયી, અશોક
વાજપેયી, અશોક (જ. 16 જાન્યુઆરી 1941, દુર્ગ, મધ્યપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી અને ભારતીય વહીવટી સેવામાં જોડાયા. પછી મહાત્મા ગાંધી ઇન્ટરનૅશનલ હિંદી યુનિવર્સિટીમાં તેઓ કુલપતિપદે રહ્યા. વળી તેઓ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં સંયુક્ત સચિવ; ભારત ભવન ટ્રસ્ટના અધ્યક્ષ; ઇન્દિરા ગાંધી નૅશનલ…
વધુ વાંચો >વાજપેયી, કૈલાસ (ડૉ.)
વાજપેયી, કૈલાસ (ડૉ.) (જ. 11 નવેમ્બર 1935, હમીરપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી અને ભારતીય અંગ્રેજીના કવિ. તેઓ એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી દિલ્હી યુનિવર્સિટી(દક્ષિણ કૅમ્પસ)માં રીડર તરીકે નિમાયા. 1972માં ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, જ્યૉર્જ ટાઉનના નિયામક; 1973-76 દરમિયાન એલ. કૉલેજિયો દ મેક્સિકોમાં ઇન્ડિયન કલ્ચર ઍન્ડ લિટરેચરના મુલાકાતી પ્રાધ્યાપક તથા અમેરિકામાં…
વધુ વાંચો >વાડિયા, જગદીશ કૌર
વાડિયા, જગદીશ કૌર (જ. 10 જૂન 1944, સિયાલકોટ, હાલ પાકિસ્તાન) : પંજાબી લેખિકા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.; રાજ્યવહીવટમાં એમ.એ.; એમ.લિટ. અને પંજાબી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી. તેમણે કપૂરથલામાં જિલ્લા ભાષા-અધિકારી તરીકે સેવાઓ આપી હતી. અત્યાર સુધીમાં તેમણે 13 ગ્રંથો આપ્યા છે. ‘સપન સવેર’ (1993); ‘શબ્દૉ…
વધુ વાંચો >વાડેકર, દેવીદાસ દત્તાત્રય
વાડેકર, દેવીદાસ દત્તાત્રય (જ. 25 મે 1902, કરોલી-સિદ્ધેશ્વર, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ.?) : મરાઠી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1926માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી પછી તેઓ મુંબઈ અને પુણે યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘આધુનિક માનસશાસ્ત્ર – ઇતિહાસ વ…
વધુ વાંચો >વાડેર, પ્રહલાદ બાપુરાવ
વાડેર, પ્રહલાદ બાપુરાવ (જ. 4 માર્ચ 1929, નિપાની, જિ. બેલગામ, કર્ણાટક) : મરાઠી લેખક. તેમણે 1959માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ. એ. અને 1977માં પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ મરાઠીના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ 1988થી 1990 સુધી મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતમંડળના સભ્ય; 1987-91 સુધી ભારતીય જ્ઞાનપીઠની સલાહકાર સમિતિના સભ્ય; અને 1986-90 સુધી…
વધુ વાંચો >