બળદેવભાઈ કનીજિયા

જાબિર હુસેન

જાબિર હુસેન (જ. 1945, રાજગીર, નાલંદા, બિહાર) : ઉર્દૂ લેખક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘રેત પર ખેમા’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને ફારસી ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેઓ પટણાની મગધ યુનિવર્સિટીની…

વધુ વાંચો >

જી. તિલકવતી

જી. તિલકવતી (જ. 1951, ધર્મપુરી, તમિળનાડુ) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કલમરમ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ભારતીય પોલીસસેવા સાથે સંકળાયેલાં છે. તેઓ મલયાળમ, તેલુગુ, ફ્રેન્ચ, હિંદી તથા અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે…

વધુ વાંચો >

જેઠવાણી, હરિકાન્ત

જેઠવાણી, હરિકાન્ત [જ. 1935, જેકોબાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 1994] : જાણીતા સિંધી કવિ, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સોચ જૂં સૂરતૂં’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. સિંધનાં જુદાં જુદાં નગરોમાં શાળાકીય અભ્યાસ. ભારતના ભાગલા બાદ ભારતમાં સ્થળાંતર અને અજમેર ખાતે સ્થાયી થયા. પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.…

વધુ વાંચો >

જોશી, રાજેશ

જોશી, રાજેશ (જ. 1946, નરસિંહગઢ, મધ્યપ્રદેશ) : હિંદી કવિ, અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દો પંક્તિયોં કે બીચ’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે જંતુવિજ્ઞાનમાં એમ.એસસી. અને સમાજશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. રેખાચિત્રો બનાવવાં તે તેમની રુચિનો વિષય છે. 1972થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું અને…

વધુ વાંચો >

જોષી, અરુણ

જોષી, અરુણ (જ. 1939, બનારસ, ઉત્તરપ્રદેશ; અ. 1993) : અંગ્રેજીમાં લખતા હિંદીના ખ્યાતનામ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘ધ લાસ્ટ લૅબરિન્થ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1956માં ચંડીગઢની સરકારી કૉલેજમાંથી ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇન્ડસ્ટ્રિયલ મૅનેજમેન્ટમાં ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયા. 1959માં…

વધુ વાંચો >

જોષી, નેમ નારાયણ

જોષી, નેમ નારાયણ (જ. 30 જુલાઈ 1925, ડોડિયાના, જિ. નાગૌર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી ભાષાના, વિદ્વાન લેખક. તેમને તેમનાં સંસ્મરણ ‘ઓળૂં રી અખિયાતાં’ (1994) માટે 1996ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી 1949માં હિંદીમાં એમ.એ. તથા 1970માં એમએલ સુખડિયા યુનિ.માંથી પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

જોષી, મનોહર શ્યામ

જોષી, મનોહર શ્યામ (જ. 9 ઑગસ્ટ 1933, અજમેર, રાજસ્થાન અ. 30 માર્ચ 2006 દિલ્હી.) : હિંદી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ક્યાપ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ ‘સાપ્તાહિક હિંદુસ્તાન’ નામના હિંદી સામયિકના સંપાદક, ‘મૉર્નિંગ…

વધુ વાંચો >

જોષી, મહાવીરપ્રસાદ

જોષી, મહાવીરપ્રસાદ (જ. 1914, ડુંડલોડ, જિ. ઝુનઝુનુ, રાજસ્થાન) : ખ્યાતનામ હિંદી કવિ. બાળપણ શેખાવારીમાં. તેમને તેમના મહાકાવ્ય ‘દ્વારકા’, જે તેમના કાવ્યત્રયીનો ત્રીજો ભાગ છે તે બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે સંસ્કૃત તથા કેન્દ્રીય દર્શનનો અભ્યાસ કર્યો અને કાવ્ય-તીર્થ, સાહિત્યાચાર્ય તથા આયુર્વેદાચાર્યની પદવીઓ પ્રાપ્ત કરી.…

વધુ વાંચો >

જ્ઞાનસિંગ ‘શાતિર’

જ્ઞાનસિંગ ‘શાતિર’ (જ. 1936, ડુડિયાણા કલાં, જિ. હોશિયારપુર, પંજાબ) : જાણીતા પંજાબી નવલકથાકાર અને કવિ. તેમને તેમની ઉર્દૂ નવલકથા ‘જ્ઞાનસિંગ શાતિર’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો  છે. તેઓ મિકૅનિકલ ઇજનેર છે અને તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)માં ફાર્માસ્યુટિકલ ઇજનેર તરીકે 3 વર્ષ સુધી કામગીરી સંભાળી હતી. 1960માં તેમણે લેખનકાર્યનો…

વધુ વાંચો >

જ્ઞાનેન્દ્રપતિ

જ્ઞાનેન્દ્રપતિ (જ. 1950, પથરગામા, જિ. ગોડ્ડા, ઝારખંડ) : હિંદી કવિ. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી અને ભોજપુરી ભાષાઓની જાણકારી ધરાવે છે. તેઓ 10 વર્ષ સુધી બિહાર સરકારના રાજ્યપત્રિત અધિકારી તરીકે કાર્યરત રહ્યા. ‘સંશયાત્મા’ કાવ્યસંગ્રહ બદલ તેમને 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.…

વધુ વાંચો >