બટુક દીવાનજી

બેગમ અખ્તર

બેગમ અખ્તર (જ. 7 ઑક્ટોબર 1914, ફૈઝાબાદ; અ. 30 ઑક્ટોબર 1974, અમદાવાદ) : ઠૂમરી અને ગઝલનાં અગ્રણી ભારતીય ગાયિકા. શરૂઆતનાં વર્ષોમાં તેઓ ‘અખ્તરી ફૈઝાબાદી’ને નામે ઓળખાતાં. ઇશ્તિયાક અહમદ અબ્બાસી નામના એક વકીલ સાથે એમનાં લગ્ન થયાં, પછી તે ‘બેગમ અખ્તર’ને  નામે પ્રસિદ્ધિ પામ્યાં. શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતનું શરૂઆતનું શિક્ષણ…

વધુ વાંચો >

મુશ્તાકઅલીખાં

મુશ્તાકઅલીખાં : સેનિયા ઘરાણાના ઉચ્ચ કુળના સિતારવાદક. મુશ્તાકઅલીએ સંગીતની તાલીમ પોતાના પિતા આશીકઅલીખાં પાસેથી મેળવી હતી. મુશ્તાકઅલી સાતમી માત્રાથી ગત શરૂ કરતા એ તેમની વિશેષતા હતી. તેમણે પોતે સિતારની 400 ગતોની રચના કરી છે, જે બધી જ સાતમી માત્રાથી શરૂ થાય છે. તેઓ હંમેશાં પોતાના ઘરાણાની શુદ્ધતા સાચવતા અને શ્રોતાઓને…

વધુ વાંચો >

મુશ્તાકહુસેન

મુશ્તાકહુસેન : શાસ્ત્રીય સંગીતના સહસવાન ઘરાણાના ગાયક. તે ઘરાણાના સ્થાપક ઉસ્તાદ ઇનાયતખાં ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સહસવાન ગામમાં રહેતા હતા તે કારણે તેમણે સ્થાપેલા ઘરાણાનું નામ ‘સહસવાન ઘરાણા’ પડ્યું. આ ઘરાણાના ગાયકોની ગુરુ-શિષ્ય-પરંપરા છેક તાનસેનથી ઊતરી આવી હોવાનો તેઓ દાવો કરે છે. મુશ્તાકહુસેનનો જન્મ સહસવાનમાં થયો હતો. તેમના મુખ્ય ગુરુ…

વધુ વાંચો >

મેવાતી ઘરાણા

મેવાતી ઘરાણા : ઉત્તર હિંદુસ્તાનના શાસ્ત્રીય સંગીતનું એક લોકપ્રિય ઘરાણું. જયપુર, કીરાના, ગ્વાલિયર તથા આગ્રા એ પ્રકારનાં ઘરાણાં છે. મેવાતી ઘરાણાના સ્થાપક ઉસ્તાદ ધધ્ધે નઝીરખાં રાજસ્થાનના અલવર રાજ્યમાં મેવાત નામે ઓળખાતા પ્રદેશમાં રહેતા હોવાથી તેમણે સ્થાપેલા ઘરાણાનું નામ ‘મેવાતી ઘરાણા’ પડ્યું. ધધ્ધે નઝીરખાં જોધપુર રિયાસતના દરબારી ગાયક હતા તે વેળા…

વધુ વાંચો >

મૌલાબખ્શ

મૌલાબખ્શ (જ. 1833; અ. 1896) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક તથા રુદ્રવીણા અને સરસ્વતી-વીણાના અગ્રણી વાદક. તેમનો જન્મ દિલ્હી નજીકના એક નાના ગામમાં એક જાગીરદાર વંશમાં થયો હતો. તેમનું મૂળ નામ શોલેખાં હતું. તેમને કસરતનો તથા ગઝલગાયકીનો વિશેષ શોખ હતો. શાસ્ત્રીય સંગીતની તાલીમ પ્રાથમિક તબક્કામાં તેમણે તેમના કાકા…

વધુ વાંચો >

યૂનુસ હુસેનખાં

યૂનુસ હુસેનખાં (જ. 1929; અ. 1993) : આગ્રા ઘરાણાના અગ્રણી ગાયક અને બંદિશકાર. પિતા ઉસ્તાદ વિલાયતહુસેનખાં મહાન ગાયક તથા બંદિશકાર હતા, જેમની પાસેથી યૂનુસે તાલીમ મેળવી હતી. તેઓ સંશોધક પણ હતા. તેમણે લગભગ એક સો જેટલી ઉત્કૃષ્ટ બંદિશો રચી છે. તેમનો કંઠ કસાયેલો તથા સૂરીલો હતો. આગ્રા ઘરાણાના સંગીતની બધી…

વધુ વાંચો >

રઇસખાં

રઇસખાં (જ. 4 નવેમ્બર 1939) : પાકિસ્તાનના અગ્રણી સિતારવાદક. તેઓ મૂળ ભારતના વતની હતા; પરંતુ પાછળથી તેમણે પાકિસ્તાનનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું. પિતા ઉસ્તાદ મુહમ્મદખાં ઉચ્ચ કક્ષાના સિતારવાદક હતા. બાળપણમાં પિતા પાસેથી સિતાર વગાડવાની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેઓ માત્ર અઢી વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને એક નાની સિતાર આપી…

વધુ વાંચો >

રામકૃષ્ણ દેવ

રામકૃષ્ણ દેવ (જ.  અ. ?) : ધ્રુપદ તથા ખયાલ ગાયકીના જાણીતા કલાકાર. તેઓ મધ્યભારતની ધાર રિયાસતના રહેવાસી હતા. સંગીતની ઉચ્ચ તાલીમ મેળવવા તેઓ ગ્વાલિયર ગયા અને ત્યાં તેમણે ધ્રુપદ તથા ખયાલ-શૈલીના સંગીતની ઉચ્ચ તાલીમ મેળવી. તેમનો અવાજ બારીક હોવાથી અને તેમની ફિરત જોરદાર હોવાને કારણે ટપ્પાની તાલીમ લેવાની તેમને સલાહ…

વધુ વાંચો >

શર્મા, ઝરીન

શર્મા, ઝરીન (જ. 9 ઑક્ટોબર 1946; મુંબઈ) : ભારતના ખ્યાતનામ સરોદવાદક. મૂળ નામ ઝરીન દારૂવાલા. ‘મ્યૂઝિકલ પ્રોડિજી’ હતા. પિતા વાયોલિન વગાડતા. માત્ર ત્રણ વર્ષની વયે તેમણે સંગીતમાં રુચિ બતાવી હતી અને ફક્ત નવ વર્ષની વયે એમણે હામૉર્નિયમ પર અપ્રતિમ કાબૂ મેળવ્યો હતો. તે પછી એમણે ઉસ્તાદ અલીઅકબરખાં પાસેથી પ્રેરણા લઈ…

વધુ વાંચો >

સહસવાન ઘરાણું

સહસવાન ઘરાણું : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું એક ઘરાણું. તેનું નામ ઉત્તરપ્રદેશના બદાઇયું ઇલાકામાં આવેલા સહસવાન નામના એક શહેર પરથી પડ્યું છે. અઢારમી સદીની શરૂઆતમાં સહસવાનના બે પ્રખર ગાયકો સાહેબુદૌલા તથા કુતુબુદૌલા અવધના દરબારી સંગીતકાર હતા. એમના શિષ્ય મહેબૂબખાંએ પોતાના પુત્ર ઇનાયતહુસેનખાંને સંગીતની પ્રાથમિક તાલીમ આપ્યા બાદ રામપુર દરબારના મહાન…

વધુ વાંચો >