ફ્રેન્ચ સાહિત્ય

ફ્રેન્ચ સાહિત્ય

ફ્રેન્ચ સાહિત્ય ફ્રેન્ચ સાહિત્યનો નવમી સદીથી આજ લગીનો બારસો વરસનો ઇતિહાસ. એમાં 5 યુગો છે : મધ્યકાલીન યુગ, પુનરુત્થાન યુગ, પ્રશિષ્ટતાનો યુગ, રંગદર્શિતાનો યુગ અને અર્વાચીન યુગ. મધ્યકાલીન યુગ : સાહિત્ય તરીકે ફ્રેન્ચ સાહિત્યનો આરંભ બારમી સદીમાં થયો હતો. ફ્રાંસ ત્યારે યુરોપનું બૌદ્ધિક અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું. પણ ફ્રેન્ચ પ્રજા…

વધુ વાંચો >

ફ્લૉબેર, ગુસ્તાવ

ફ્લૉબેર, ગુસ્તાવ (જ. 12 ડિસેમ્બર 1821, રુઇન, ફ્રાન્સ; અ. 8 મે 1880) : ફ્રેન્ચ સાહિત્યકાર. તેમની નવલકથાનાં પાત્રો જીવંત તથા વૈવિધ્યભર્યાં લાગે છે; સાથે સાથે એમનાં વર્ણનો પણ એટલાં જ તાર્દશ હોય છે. તેમની સચોટ અને ચોક્કસ નિરીક્ષણશક્તિ સાથે તેઓ ભાષા અને નવલકથાના સ્વરૂપ પર અત્યંત ધ્યાન આપતા હતા. તેમની…

વધુ વાંચો >

બોવાર, સિમૉં દ

બોવાર, સિમૉં દ (જ. 9 જાન્યુઆરી 1908, પૅરિસ; અ. 1986) : ફ્રાન્સનાં મહિલા નવલકથાકાર અને નિબંધકાર. અસ્તિત્વવાદના વિષયોને સાહિત્યક્ષેત્રે ચરિતાર્થ કરનાર તત્વવેત્તાઓ-લેખકો-બૌદ્ધિકોના મંડળનાં સભ્ય. સ્ત્રીજાતિને સદૈવ અબળા લેખવાના પુરાણા ખ્યાલને નેસ્તનાબૂદ કરવાની અર્થસાધક અને ઉત્કટ હિમાયત કરનારી ‘ધ સેકન્ડ સેક્સ’ (1949) નામની ખ્યાતનામ કૃતિથી તેઓ જાણીતાં બન્યાં. સમાજમાં સ્ત્રીની અન્ય…

વધુ વાંચો >

બ્રતોં, આન્દ્રે

બ્રતોં, આન્દ્રે (જ. 1896, તિન્ચ્રેબે, ફ્રાન્સ; અ. 1966) : ફ્રેંચ કવિ, સિદ્ધાંતસ્થાપક, નિબંધકાર તથા પરાવાસ્તવવાદ(surrealism)ના સ્થાપક. 1924માં પૅરિસમાં અસ્તિત્વમાં આવેલી પરાવાસ્તવવાદી ચળવળનું શ્રેય બ્રતોંને મળે છે અને તે તેમનું ચિરસ્મરણીય પ્રદાન મનાય છે. પ્રાગૈતિહાસિક કલા, આદિમ (primitive) કલા તેમજ ફિલસૂફી, મધ્યયુગીન રસાયણવિજ્ઞાન, અધ્યાત્મ, રહસ્યવાદ, રોમૅન્ટિસિઝમ, પ્રતીકવાદ, અરાજકતાવાદ, દાદાવાદ, અભિવ્યક્તિવાદ, ફ્યૂચરિઝમ…

વધુ વાંચો >

બ્વાલૉ-દેપ્રેઓ, નિકૉલા

બ્વાલૉ-દેપ્રેઓ, નિકૉલા (જ. 1 નવેમ્બર 1636, પૅરિસ; અ. 13 માર્ચ 1711, પૅરિસ) : ફ્રેન્ચ વિવેચક અને કવિ. મૉલિયર, લા ફૉન્તેન અને રેસિનના મિત્ર, કાયદાનિષ્ણાત અને રાજ્યમાન્ય ઇતિહાસકાર. નવ્ય પ્રશિષ્ટતાવાદ(neo-classicism)ના પુરસ્કર્તા. પોતાની હયાતીમાં ફ્રાન્સ માટે જીવતીજાગતી દંતકથા બની ગયા હતા. પિતા સરકારમાં ઉચ્ચ પદાધિકારી. 2 વર્ષના હતા ત્યારે માતાનું અવસાન. પોતે…

વધુ વાંચો >

મેન્ડેસ, કાટ્યુલે

મેન્ડેસ, કાટ્યુલે (જ. 22 મે 1843, બૉરડૉક્સ, ફ્રાન્સ; અ. 9 ફેબ્રુઆરી 1909, પૅરિસ) : ફ્રાન્સના નામી કવિ, નાટ્યલેખક અને નવલકથાકાર. તેમના પિતા બૅન્કર હતા. મેન્ડેસે 1860માં ‘લ રિવ્યૂ ફેંતેઝિસ્ત’ નામની કૃતિ રચીને પૅરિસમાં કવિ તરીકે ખ્યાતિ મેળવી. તેમની આ કૃતિ પછીની અન્ય કૃતિઓ માટે માર્ગદર્શક બની. 1866–76 સુધી તેમણે ‘લ…

વધુ વાંચો >

મારિવો, પ્યેર

મારિવો, પ્યેર (જ. 4 ફેબ્રુઆરી 1688, પૅરિસ; અ. 12 ફેબ્રુઆરી 1763, પૅરિસ) : ફ્રેંચ નાટ્યકાર, નવલકથાકાર અને પત્રકાર. પૅરિસના અત્યંત ધનિક કુટુંબમાં જન્મ. પિતા વકીલ હતા અને પુત્રને પણ વકીલાતની તાલીમ આપેલી, પણ મારિવોને રાજદરબારમાં ભજવાતાં નાટકોમાં વધુ રસ હતો. વીસ વર્ષની ઉંમરે પહેલું નાટક ‘ધ પ્રૂડન્ટ ઍન્ડ ઇક્વિટેબલ ફાધર’…

વધુ વાંચો >

મારો, ક્લેમાં

મારો, ક્લેમાં (જ. 1496, કેહૉર્સ, ફ્રાન્સ; અ. સપ્ટેમ્બર 1544, તુરિન, સેવૉય) : ફ્રેન્ચ રેનેસાંસ યુગના મહાન કવિ. પિતા ઝાં એન દ’ બ્રિટેન તથા ફ્રાન્સિસ(પહેલા)ના દરબારમાં સારો હોદ્દો ધરાવતા પ્રતિષ્ઠિત નાગરિક અને કવિ હતા. 1514માં મારો રાજાના મંત્રી દ’ વિલેરીના અંગત મદદનીશ બન્યા અને પિતાના પગલે દરબારી કવિ બનવાની મહેચ્છાથી ફ્રાન્સિસ(પહેલા)નાં…

વધુ વાંચો >

મોપાસાં, ગાય દ

મોપાસાં, ગાય દ (જ. 5 ઑગસ્ટ 1850; અ. 6 જુલાઈ 1893, પૅરિસ) : ફ્રેન્ચ સર્જક. મુખ્યત્વે વાર્તાકાર તથા નવલકથાકાર. કવિતા, નાટક તથા પ્રવાસનિબંધોય એમણે લખ્યા છે; પણ ટૂંકી વાર્તાના કસબી-કલાકાર તરીકે વિશેષ જાણીતા. માતા-પિતા નૉર્મન. ફ્રાન્સમાં તે સમયે છૂટાછેડાનો કાયદો નહોતો છતાં 15 વર્ષના લગ્નજીવન બાદ ગાયનાં માતા-પિતા અલગ થયાં.…

વધુ વાંચો >

મૉમ, વિલિયમ સમરસેટ

મૉમ, વિલિયમ સમરસેટ (જ. 25 જાન્યુઆરી 1874, પૅરિસ, ફ્રાન્સ; અ. 16 ડિસેમ્બર 1965) : ખ્યાતનામ ફ્રેન્ચ સર્જક. ફ્રાન્સમાંના બ્રિટનના દૂતાવાસના કાનૂની સલાહકાર. પિતાના છ પૈકીના ચોથા પુત્ર. માત્ર 8 વર્ષની વયે માતાનું પ્રસૂતિ દરમિયાન અવસાન. માતાના આ અવસાનની ઘેરી અસર કદાચ લેખકના મન ઉપર કાયમ રહી અને તેથી જ તેમની…

વધુ વાંચો >