ફારસી સાહિત્ય
ઉમ્મીદ કિઝિલબાશખાન
ઉમ્મીદ કિઝિલબાશખાન : ફારસી-ઉર્દૂના કવિ. મિર્ઝા મોહંમદ રઝા નામ. ઉમ્મીદ તખલ્લુસ અને કિઝિલબાશખાન ખિતાબ. તુર્કી ભાષામાં કિઝિલ એટલે લાલ, બાશ એટલે માથું. લાલ માથાવાળા. મૉંગોલ સિપાઈઓ લાલ રંગની ટોપી પહેરતા. ઈરાની લશ્કરમાં સર્વોત્તમ લડવૈયા તરીકે તેમની ખ્યાતિ હતી. ઉમ્મીદ કિઝિલબાશખાન તેમના વંશજ હતા. તે ઈરાનના પ્રખ્યાત શહેર હમદાનના મૂળ વતની…
વધુ વાંચો >ઉર્ફી શીરાઝી
ઉર્ફી શીરાઝી (જ. 1555, શીરાઝ, ઇરાન; અ. ઓગસ્ટ 1591, લાહોર) : ફારસી કવિ. મૂળ નામ મુહમ્મદ, બિરુદ જમાલુદ્દીન, તખલ્લુસ ‘ઉર્ફી’. તેમના પિતા ઝેનુદ્દીન બલવી શીરાઝમાં ધાર્મિક રૂઢિના કેસોનો ચુકાદો આપનાર ઉચ્ચ પદાધિકારી હતા, જે ‘અરફ’ કહેવાતા; તેથી તેમણે ‘ઉર્ફી’ તખલ્લુસ રાખ્યું હતું. તેમણે શીરાઝમાં અરબી વ્યાકરણશાસ્ત્ર, ફારસી છંદશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને…
વધુ વાંચો >ઊશી બહાઉદ્દીન મહંમદ
ઊશી બહાઉદ્દીન મહંમદ (તેરમી સદી) : ફારસી સૂફી કવિ અને કથાકાર. તેમનો જન્મ ઊશમાં થયો હતો, જે માવરાઉન્નહરમાં આવેલું છે. ઊશ ઉપરથી તેમને ‘ઊશી’ કહેવામાં આવે છે. પ્રખ્યાત સૂફી સંત બખત્યાર કાકી ઊશના રહેવાસી હતા. બહાઉદ્દીન ઉચ્ચ કોટિના ધાર્મિક કથાકાર પણ હતા. શુષ્ક વિષયની કથાને તે એવી રમૂજી રીતે લોકોની…
વધુ વાંચો >એબાદી, શીરીન
એબાદી, શીરીન (જ. 21 જૂન 1947, ઈરાન) : 2003ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા ઈરાનનાં મુસ્લિમ મહિલા. તેઓ તહેરાન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલાં અને ફારસી સાહિત્યના રસિયા શીરીને વ્યવસાય તરીકે કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યું હતું. આ ક્ષેત્રમાં પ્રગતિ સાધતાં તેઓ 1975થી 79 દરમિયાન ઈરાનનાં પ્રથમ મહિલા-ન્યાયમૂર્તિના હોદ્દા સુધી પહોંચ્યાં. 1979ની ઇસ્લામિક…
વધુ વાંચો >કઝવીની મુહંમદ અબ્દુલવહાબ
કઝવીની મુહંમદ અબ્દુલવહાબ (જ. 1878, તહેરાન; અ. 1950, તહેરાન) : અરબી-ફારસીના વિદ્વાન સંશોધક. પિતાનું નામ અબ્દુલવહાબ બિન અબ્દુલઅલી કઝવીની. તેમણે તહેરાનમાં અભ્યાસ કર્યો હતો. 1904માં તહેરાનથી નીકળી રશિયા, જર્મની અને હોલૅન્ડ થઈ લંડન ગયા. ત્યાં બે વરસ સુધી અરબી અને ફારસીની હસ્તપ્રતોનું અધ્યયન અને સંશોધન કર્યું. પ્રો. ઈ. જી. બ્રાઉને…
વધુ વાંચો >કતીલ મુહંમદ હસન
કતીલ મુહંમદ હસન (જ. 1758, દિલ્હી; અ. 1817, લખનૌ) : ફારસી ભાષાના કવિ. મૂળ વતન ગુરદાસપુર (પંજાબ). તે ખતરી ભંડારી કુટુંબના હતા. તેમનું મૂળ નામ દીવાનીસિંગ હતું. તેમના પિતા દરગાહીમલ દિલ્હીમાં આવીને વસ્યા હતા. તેમણે અરબી, ફારસી ભાષાનો અભ્યાસ કરી વ્યાકરણ, તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન, અલંકાર અને ગણિત વગેરે શાસ્ત્રોનું અધ્યયન કર્યું.…
વધુ વાંચો >કલીમ અબૂતાલિબ
કલીમ અબૂતાલિબ (જ. 1581-85? હમદાન; અ.28 નવેમ્બર 1651, કાશ્મીર) : મુઘલ દરબારનો ઈરાની કવિ. તેનું કવિનામ કલીમ હતું. તે હમદાનમાં જન્મ્યો હતો અને થોડો સમય કાશાનમાં પણ રહ્યો હતો. શીરાઝમાં શિક્ષણ પ્રાપ્ત કરી કલીમ જહાંગીરના સમયમાં 1617માં ભારતમાં આવ્યો, અને પાછો ઈરાન જતો રહ્યો. બીજી વાર આવ્યો, તે પછી શાહજહાંએ…
વધુ વાંચો >કસીદા
કસીદા : અરબી, ફારસી, ઉર્દૂ તથા તુર્કી ભાષાઓમાં પ્રચલિત અને લોકપ્રિય કાવ્યપ્રકાર. એમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુની પ્રશંસા કરવામાં આવે છે. આ કાવ્યપ્રકારનો ઉદભવ અરબી ભાષામાં ઘણા પ્રાચીન કાળમાં થયો હતો. ઈ.સ.ની આઠમી સદીમાં ઇસ્લામ ધર્મની સાથે સાથે અરબી ભાષાનો ફેલાવો થવાથી આ કાવ્યપ્રકાર ફારસી અને તુર્કી ભાષાઓમાં પ્રવેશ્યો હતો.…
વધુ વાંચો >કાઆની મોહમ્મદ હબીબ
કાઆની મોહમ્મદ હબીબ (જ. ઈ. સ. 1807, શીરાઝ; અ. 1855, તેહરાન) : અઢારમી સદીના ફારસીના પ્રખ્યાત કસીદા કવિ. તે ફારસી ઉપરાંત અરબી અને તુર્કી ભાષાઓ પણ જાણતા હતા. તેમને બાળપણથી કવિતા લખવાનો શોખ હતો. સૌપ્રથમ ‘હબીબ’ તખલ્લુસ સાથે ઈરાનના રાજકુંવર હસન અલી મિર્ઝાના દરબારમાં રહીને તેમણે કસીદાકાવ્યો લખવાની શરૂઆત કરી…
વધુ વાંચો >કાઝી નુરુલ્લાહ શુસ્તરી
કાઝી નુરુલ્લાહ શુસ્તરી (જ. 1549, શુસ્તર, ઈરાન; અ. 1610) : ફારસી અને અરબીના વિદ્વાન વિચારક. તેમણે મશહદ શહેરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1587માં ભારત આવ્યા અને લાહોરમાં સ્થાયી થયા. અકબરે તેમને લાહોરના કાઝી નીમ્યા. શિયાપંથી હોવા છતાં વિદ્વત્તા, ન્યાયવૃત્તિ અને ઉચ્ચ લાયકાતને કારણે વિરોધીઓ પણ તેમનો આદર કરતા. ઇમામિયા ધર્મશાસ્ત્ર પ્રમાણે…
વધુ વાંચો >