ફારસી સાહિત્ય

ઇકબાલનામા-એ-જહાંગીરી

ઇકબાલનામા-એ-જહાંગીરી (17મી સદી) : જહાંગીરના શાસનકાળનો ઐતિહાસિક ગ્રંથ. ઈ. સ.ની સત્તરમી સદીની પ્રથમ ત્રીસી દરમિયાન જહાંગીરના આદેશથી, દરબારી લેખક મુતામદખાં દ્વારા ફારસી ભાષામાં લખાયેલો હતો. તેના ત્રણ ભાગ પૈકી પ્રથમ ભાગમાં ખાકાન વંશના ઇતિહાસની તથા બાબર અને હુમાયૂંના શાસનની, બીજા ભાગમાં અકબરના અમલની અને ત્રીજા ભાગમાં જહાંગીરના શાસનની વિશ્વસનીય માહિતી…

વધુ વાંચો >

ઇકબાલ, મુહંમદ સર

ઇકબાલ, મુહંમદ સર : (જ. 9 ડિસેમ્બર 1877, સિયાલકોટ; અ. 21 એપ્રિલ 1938, લાહોર) : ઉર્દૂ અને ફારસી ભાષાના વિશ્વવિખ્યાત કવિ. તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારનાર કાશ્મીરી હિંદુના વંશજ હતા. તેમના પિતા શેખ નૂરમુહંમદનો વ્યવસાય દરજીકામનો હતો. પ્રાથમિક શિક્ષણ સિયાલકોટમાં મૌલવી સૈયદ મીરહસન પાસેથી લઈને અરબી અને ફારસી શીખ્યા. સ્કૉચ મિશન…

વધુ વાંચો >

ઇબ્ન નિશાતી

ઇબ્ન નિશાતી : ગોળકોન્ડાના કુત્બશાહી શાસનકાળના અગ્રિમ કવિ. ઉર્દૂ ઉપરાંત ફારસીમાં પણ તેઓ કવિતા કરતા હતા. તેમની પ્રખ્યાત રચના ‘ફૂલબન’ના અભ્યાસ ઉપરથી ઘણી હકીકતો જાણવા મળે છે. ‘ફૂલબન’ એક ઊર્મિસભર પ્રેમકાવ્ય છે. તેની શૈલી સરળ અને હૃદયસ્પર્શી છે. તે સમયના લોકજીવન અને રીતરિવાજનો પણ આ કાવ્ય ઉપરથી સારો એવો ખ્યાલ…

વધુ વાંચો >

ઇબ્રાહીમ પૂરેદાઊદ

ઇબ્રાહીમ પૂરેદાઊદ (જ. 1886, રશ્ત; અ. ?, તહેરાન) : ઈરાનના રાષ્ટ્રવાદી કવિ. તેઓ વિવિધ વિદ્યાઓના અભ્યાસી, સંશોધક તેમજ પ્રાચીન ઈરાની સંસ્કૃતિમાં ખૂબ રસ ધરાવતા હોવાથી જરથોસ્તી ધર્મપુસ્તકોની શોધમાં 1926માં મુંબઈ આવેલા. તેમણે ગાથા, ઝંદ અવસ્તા અને અવસ્તાના બીજા ભાગ ‘યસ્ના’નો અનુવાદ કર્યો છે. 1932માં રવીન્દ્રનાથ ટાગોરની માગણી સ્વીકારી ઈરાનના શાહે…

વધુ વાંચો >

ઇમાદ ફકીહ

ઇમાદ ફકીહ (જ. ?, અ. 1371) : ફારસી સૂફી કવિ. આખું નામ ઇમાદુદ્દીન ફકીહ કિરમાની. દૌલતશાહના ‘તઝ્કિરતુ શશોરા’, જામીના ‘બહારિસ્તાન’ તથા અન્ય ફારસી કવિઓના જીવનવૃત્તાંતનાં પુસ્તકોમાં તેનો વિશેષ ઉલ્લેખ થયો છે. ઇમાદ ફકીહ સુલતાન મુહંમદ મુઝફ્ફરશાહ અને તેના વારસોના સમયમાં હયાત હતો. સુલતાન મુહંમદ મુઝફફરનું રાજ્ય ભારત-પાકિસ્તાનની પશ્ચિમે મકરાન સુધી…

વધુ વાંચો >

ઇમ્તિયાઝ અલીખાન

ઇમ્તિયાઝ અલીખાન (જ. 8 ડિસેમ્બર 1904, રામપુર; અ. 25 ફેબ્રુઆરી 1981, રામપુર) : ઉર્દૂ, ફારસી, અરબી, પુશ્તો ભાષાસાહિત્યના સંશોધક વિદ્વાન. પ્રાથમિક શિક્ષણ મેળવી, અરબી-ફારસીના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કર્યો અને પ્રચલિત વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી. 1932થી રામપુર રાજ્યના રાજ્ય (રિઝા) ગ્રંથાલયમાં મુખ્ય ગ્રંથપાલ તરીકે જોડાયા. હસ્તપ્રતો અને અપ્રાપ્ય ગ્રંથોના સંગ્રહને કારણે…

વધુ વાંચો >

ઈસરદાસ (નાગર)

ઈસરદાસ (નાગર) (સત્તરમી/અઢારમી સદી) : ‘ફુતૂહાતે આલમગીરી’ નામના ફારસી ઇતિહાસના લેખક. મૂળ ઉત્તર ગુજરાતના પાટણ શહેરના વતની. પ્રથમ, ગુજરાતના મુઘલ સૈન્યના કાઝી સમીઅબ્દુલ વહ્હાબની અને પાછળથી ગુજરાતના મુઘલ સૂબા શુજાઅતખાનની સેવામાં રહ્યા હતા. ઈસરદાસ નાગરે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયની પોતે તૈયાર કરેલી નોંધોના આધારે ઉક્ત ઇતિહાસપુસ્તકની રચના કરી હતી. ડૉ.…

વધુ વાંચો >

ઉન્સુરી

ઉન્સુરી (જ. ?; અ. 1039-40) : સુલતાન મહમૂદ ગઝનવીના રાજકવિ. મૂળ નામ અબુલ કાસિમ હસન બિન અહમદ. ‘ઉન્સુરી’ તખલ્લુસ. એવું કહેવાય છે કે સુલતાનના દરબારમાં 400 કવિઓ રહેતા હતા, તેમાં ઉન્સુરી મુખ્ય હતા. એણે ફારસીમાં રચેલા 180 શેરના કસીદામાં સુલતાન મહમૂદનાં યુદ્ધો અને વિજયોને આવરી લીધેલાં. સુલતાને એને રાજકવિ બનાવ્યા.…

વધુ વાંચો >

ઉબૈદ ઝાકાની

ઉબૈદ ઝાકાની (જ. ?; અ. 1371) : ઈરાનની ફારસી ભાષાના કવિ. પૂરું નામ નિઝામુદ્દીન ઉબૈદુલ્લાહ અને વતન ઈરાનના કઝવીન શહેર પાસે ઝાકાન નામનું ગામ. તેમનો ઉછેર શીરાઝમાં થયો હતો. તેમણે બાદશાહો તથા અમીર ઉમરાવોની પ્રશંસામાં ઉચ્ચ કોટિનાં ગંભીર કાવ્યો પણ લખ્યાં હતાં. ઈરાન ઉપરના મોંગોલોના હુમલા પછીની અવ્યવસ્થા તથા નૈતિક…

વધુ વાંચો >

ઉમ્મીદ કિઝિલબાશખાન

ઉમ્મીદ કિઝિલબાશખાન : ફારસી-ઉર્દૂના કવિ. મિર્ઝા મોહંમદ રઝા નામ. ઉમ્મીદ તખલ્લુસ અને કિઝિલબાશખાન ખિતાબ. તુર્કી ભાષામાં કિઝિલ એટલે લાલ, બાશ એટલે માથું. લાલ માથાવાળા. મૉંગોલ સિપાઈઓ લાલ રંગની ટોપી પહેરતા. ઈરાની લશ્કરમાં સર્વોત્તમ લડવૈયા તરીકે તેમની ખ્યાતિ હતી. ઉમ્મીદ કિઝિલબાશખાન તેમના વંશજ હતા. તે ઈરાનના પ્રખ્યાત શહેર હમદાનના મૂળ વતની…

વધુ વાંચો >