ફારસી સાહિત્ય

અબ્દુલ હમીદ લાહોરી

અબ્દુલ હમીદ લાહોરી (જ. લાહોર, પાકિસ્તાન; અ. 1654, આગ્રા, ઉત્તરપ્રદેશ) : શાહજહાંના સમયના ઇતિહાસકાર. લાહોરના અગ્રગણ્ય વિદ્વાનો પાસે ભણેલા. એમને ઇતિહાસ, કાવ્ય અને મુનશીગીરીમાં વધારે રસ હતો. અબુલફઝલનો એમની ઉપર પ્રભાવ હતો. બાદશાહો અને ઉમરાવો જોડે લાંબા સમય સુધી સંકળાયેલા હતા. પાછળથી એમણે એકાંતવાસ લીધો અને જગતથી વિમુખ બની અઝીમાબાદમાં…

વધુ વાંચો >

અબ્બાસી, અબ્દુલ લતીફ

અબ્બાસી, અબ્દુલ લતીફ (ગુજરાતી) (જ. , અમદાવાદ; અ. 1678-79) : વિખ્યાત ફારસી ગ્રંથકાર. ‘ખુલાસતુશ્શુઅરા’ નામની કૃતિની પ્રસ્તાવનામાં અમદાવાદનો પોતાની જન્મભૂમિ તરીકે ઉલ્લેખ છે. અબ્બાસી કેટલાક સમય માટે જહાંગીરના સમયમાં થઈ ગયેલા લશ્કરખાનની નોકરીમાં હતા. નોકરી દરમ્યાન એમણે લશ્કરખાન વતી ખાનેખાનાન, મહોબતખાન, આસફખાન વગેરેને પત્રો લખેલા. પાછળથી તેમની સેવાઓ બદલ તેમને …

વધુ વાંચો >

અમીર ખુસરો

અમીર ખુસરો [જ. 1253, પટિયાળી (ઉ.પ્ર.); અ. ઑક્ટોબર 1325, દિલ્હી] : ‘તૂતી-એ-હિન્દ’ (હિન્દ કા તોતા) નામથી વિખ્યાત ફારસી કવિ અને સંગીતકાર. તેમના પિતા સૈફુદ્દીન મહમૂદ લાચી તુર્ક સરદાર હતા અને તેઓ ઇલ્તુત્મિશના રાજ્યઅમલ દરમ્યાન મધ્ય એશિયામાંથી હિંદમાં આવી વસ્યા હતા. ખુસરોનું મૂળ નામ અબૂલહસન હતું અને તેઓ સુપ્રસિદ્ધ સૂફી સંત…

વધુ વાંચો >

અલી અકબર ‘દેહખુદા’

અલી અકબર ‘દેહખુદા’ (જ. 1879, તેહરાન; અ. 1956) : ઈરાનના ફારસી કવિ. ઉપનામ દેહખુદા. પિતા કઝવીનના ખેડૂત હતા. વિદ્યાભ્યાસ પછી દેહખુદા યુરોપના પ્રવાસે ગયા. ત્યાં ઘણાં વરસ સુધી રહ્યા. પાછા ફર્યા પછી ‘સૂરે ઇસ્રાફીલ’ સમાચારપત્રમાં ‘દખવ’ નામથી ‘ચરદ પરદ’ની કટાર લખતા હતા. રાજકીય કારણોસર તેમને દેશનિકાલની શિક્ષા કરવામાં આવી હતી.…

વધુ વાંચો >

અલી દશ્તી

અલી દશ્તી (જ. 31 માર્ચ, 1897, ઇરાન; અ. 16 જાન્યુઆરી 1982, તહેરાન, ઇરાન) : ઈરાનના ફારસી વિદ્વાન અને પત્રકાર. મધ્યમ વર્ગના રૂઢિચુસ્ત ઈરાની સમાજમાં જન્મેલા અલી દશ્તી, પત્રકારત્વના માધ્યમથી જનસમૂહના સંપર્કમાં આવ્યા. ઈ. સ. 1921માં ‘શફકે સુર્ખ’નું તેમણે સંપાદન કર્યું હતું. રાજકીય પ્રવૃત્તિને લીધે રિઝાશાહના સમયમાં તેમણે કારાવાસ ભોગવ્યો હતો.…

વધુ વાંચો >

અલી બિન તૈફૂર બિસ્તામી

અલી બિન તૈફૂર બિસ્તામી (સત્તરમી સદી) : ભારતના ફારસી ઇતિહાસકાર, સાહિત્યકાર અને વિદ્વાન. ‘હદાઇકુસ સલાતીન’, ‘તુહફ એ મુલ્કી’, ‘તુહફતુલ ગરાઇબ’ અને ‘અન્વારુત તહકીક’નો કર્તા. હૈદરાબાદ દખ્ખણના અબ્દુલ્લાહ કુત્બશાહ (ઈ. સ. 1625-72) અને અબુલહસન તાનાશાહ(ઈ. સ. 1672-86)નો ઉદાર સાહિત્યાશ્રય એને મળેલો. ભાગ્યની ચડતી-પડતી અને ઊથલપાથલને કારણે દૂર દખ્ખણમાં આવી ધર્મગુરુ મહાવિદ્વાન…

વધુ વાંચો >

અલી મુહમ્મદખાન

અલી મુહમ્મદખાન (જ. ઈ. 1700 આસપાસ, સંભવત: બુરહાનપુર, જિ. નિમાઇ, મધ્યપ્રદેશ) : પ્રસિદ્ધ ફારસી ઇતિહાસકાર અને ગુજરાતના દીવાન. મૂળ નામ મીર્ઝા મુહમ્મદ હસન. પિતાનું નામ મુહમ્મદ અલી. ઔરંગઝેબ(ઈ. સ. 1658-1707)ના સમયમાં શાહજાદા જહાંગીરશાહની જાગીરના વકાયેઅ-નિગાર (reporter) તરીકે નિમાયેલા પોતાના પિતાની સાથે ઈ. સ. 1708માં તેઓ અમદાવાદ આવેલા. ઈ. સ. 1744માં…

વધુ વાંચો >

આઇને અકબરી

આઇને અકબરી : જુઓ, અકબરનામા

વધુ વાંચો >

આબિદી, સૈયદ અમીર હસન

આબિદી, સૈયદ અમીર હસન : ફારસીના મશહૂર ભારતીય વિદ્વાન. લખનૌ, બનારસ અને સેંટ જૉન્સ કૉલેજ, આગ્રામાં શિક્ષણ પ્રાપ્ત કરીને ઈ. સ. 1945માં સેંટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયા. 1955માં ફારસીના વધુ અભ્યાસ માટે ઈરાન ગયા. તેહરાન યુનિવર્સિટીથી ડી. લિટ્.(D. Litt.)ની ઉપાધિ પ્રાપ્ત કરી. દિલ્હી યુનિવર્સિટીમાં ઈ. સ. 1959માં ફારસીના રીડર…

વધુ વાંચો >

ઇકબાલ અબ્બાસ આરત્યાની

ઇકબાલ અબ્બાસ આરત્યાની : અર્વાચીન અરબી-ફારસી ભાષાના સાહિત્યયુગના વિદ્વાન, સાહિત્યકાર. તેઓ વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકે પણ વિખ્યાત હતા. એમણે સર સ્ટેઇનલી લેનપૂલના મહાગ્રંથ ‘મોહમેડન ડીનેસ્ટીઝ’નો ‘તબકાતે સલાતીને ઇસ્લામ’ના નામે ફારસીમાં અનુવાદ કરેલો. ઉપરાંત, ‘તરજુમાનુલ-બલાગહ’ના સંપાદક અહમદ આતશની તુર્કી પ્રસ્તાવનાનો પણ ફારસી અનુવાદ કર્યો છે. વળી અરબી ગ્રંથોમાં અલ્-બિરૂનીના…

વધુ વાંચો >