ફારસી સાહિત્ય
બુઝુર્ગ અલવી
બુઝુર્ગ અલવી (જ. 1907, ઈરાન) : આધુનિક ફારસી લેખક. તેઓ ટૂંકી વાર્તાના ક્ષેત્રે, પાશ્ચાત્ય શૈલી અપનાવવા છતાં, પોતાની કલાને મૂળભૂત રીતે ઈરાની વિશિષ્ટતાઓવાળી રાખવામાં સફળ રહ્યા છે. આધુનિક ફારસી ગદ્યકારોમાં તેમનું આગવું સ્થાન છે. તેઓ 1922માં અભ્યાસાર્થે જર્મની ગયા હતા અને ત્યાંના નિવાસ દરમિયાન સિગ્મન્ડ ફ્રૉઇડના વિચારોથી પ્રભાવિત થયા હતા.…
વધુ વાંચો >‘બેદિલ’, મિરઝા અબ્દુલકાદિર
‘બેદિલ’, મિરઝા અબ્દુલકાદિર (જ. – અઝીમાબાદ; અ. 1721, દિલ્હી) : હિંદમાં થઈ ગયેલા છેલ્લા મહાન ફારસી કવિ. તેઓ મુઘલકાળના શાહજાદા મોહમ્મદ આઝમના દરબાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે 1 લાખથી વધુ કાવ્યપંક્તિઓની રચના કરી છે. મુઘલયુગના આ છેલ્લા મહાન ફારસી કવિ ‘બેદિલ’ને પોતાના સમયના અમીર-ઉમરાવો અને વિદ્વાનો માનની ર્દષ્ટિએ જોતા…
વધુ વાંચો >મલિક કુમ્મી
મલિક કુમ્મી (જ. કુમ, ઇરાક; અ. હિ. સં. 1025, બીજાપુર) : દક્ષિણ હિંદના આદિલશાહી રાજ્ય-અમલ દરમિયાનના નામાંકિત ફારસી કવિ. ઇબ્રાહીમ આદિલશાહ(બીજા)ના દરબારમાં મલિક કુમ્મીનું વિશિષ્ટ સ્થાન હતું. બાલ્યાવસ્થામાં જ તેઓ વિદ્યાપ્રાપ્તિ અને કારકિર્દીના ઘડતર માટે પોતાનું વતન છોડીને કાશાન અને કઝવીન ગયા. મલિક કુમ્મીએ યુવાન વયે કાવ્યરચનાની શરૂઆત કરી હતી.…
વધુ વાંચો >મસૂદ સઅ્દ સલમાન
મસૂદ સઅ્દ સલમાન (જ. 1014, લાહોર; અ. 1089 લગભગ) : ગઝનવી અને સલ્જુક યુગના ફારસી સાહિત્યના એક પ્રખ્યાત કવિ. તેમના પૂર્વજો ઈરાનના હમદાન શહેરના રહેવાસી હતા. તેમના પૂર્વજો પણ વિદ્વાન અને વિદ્યાપ્રિય હતા. ખાસ કરીને તેમના પિતા સઅ્દ અને તેમના દાદા સલમાન તેમના જમાનાના વિદ્વાનો હતા. તેમના પિતા સઅ્દ 60…
વધુ વાંચો >માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી
માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી (અ. 1625, સિરહેદ) : ફારસી કવિ. તે ઈરાનના માઝદરાન પ્રદેશના નિવાસી હતા. સમ્રાટ અકબરના સમયમાં હિંદ આવીને ગુજરાતમાં સ્થાયી થયા. તેમણે લગભગ સમગ્ર ઈરાનનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ સૂફીવાદી વિચારો ધરાવતા હતા અને તેને અનુસરતા હતા. તેમણે અનેક વાર મક્કાની હજ કરી હતી. પોતાના જીવનનાં અંતિમ…
વધુ વાંચો >માઝન્દરાની, મુહમ્મદ અશરફ
માઝન્દરાની, મુહમ્મદ અશરફ (સત્તરમું શતક) : ભારતના છેલ્લા મુઘલકાળના પ્રતિષ્ઠિત ફારસી કવિ. તેમનો જન્મ ઈરાનના માઝન્દરાનમાં અને ઉછેર ઇસ્ફહાનમાં થયો હતો. તેમના પિતા મૌલાના મુહમ્મદ સાલેહ માઝન્દરાની અને તેમનાં માતાના પિતા મૌલાના મુહમ્મદ તકી મજલિસી બંનેની ગણના વિદ્વાન શિક્ષકોમાં થતી હતી. તેમણે પોતાના પિતા ઉપરાંત મિર્ઝા કાજી શયખુલ ઇસ્લામ તથા…
વધુ વાંચો >મિનુચહરી
મિનુચહરી (અ. 1042) : ગઝનવી યુગના એક અગ્રણી કસીદાકાર. મૂળ નામ અબુનજમ એહમદ મિનુચહરી. ઈરાનના દામગાન પ્રદેશના નિવાસી. નાનપણથી કાવ્ય-સંસ્કારો સાંપડેલા હતા. સૌથી પહેલાં તેમનો સંબંધ તબરિસ્તાનના હાકેમ મલેકુલ મઆલી અમીર મિનુચહર બિન કાબૂસના દરબાર સાથે હતો. અમીર સાથેના આ સંબંધને લઈને તેમણે પોતાનું ઉપનામ ‘મિનુચહરી’ રાખ્યું હતું. અમીર મિનુચહરીના…
વધુ વાંચો >મિન્હાજ સિરાજ જૂઝજાની
મિન્હાજ સિરાજ જૂઝજાની (જ. 1193, ફીરુઝકૂહ, અફઘાનિસ્તાન; અ. 1267) : પ્રખ્યાત ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘તબકાત-ઇ-નાસિરી’ના લેખક, કવિ તથા સંતપુરુષ. મૌલાના મિન્હાજુદ્દીન બિન સિરાજુદ્દીન દિલ્હી સલ્તનતના શરૂઆતના ગુલામવંશના રાજ્યકાળ(1206–1290)ના એકમાત્ર ઇતિહાસકાર છે. તેમનો ઇતિહાસગ્રંથ તે સમયની વિગતવાર રાજકીય ભૂમિકા પૂરી પાડે છે. ધાર્મિક પવિત્રતા તથા વિદ્યા માટે પ્રખ્યાત એવા તેમના ખાનદાનનો સંબંધ…
વધુ વાંચો >મિર્ઝા, અઝીઝ કોકા
મિર્ઝા, અઝીઝ કોકા (જ. 1542; અ. 1624, અમદાવાદ) : ફારસીના વિદ્વાન અને હાકેમ અમીર-ઉમરાવ. તેઓ આતિકખાનના પુત્ર અને અકબરના પિતરાઈ ભાઈ હતા. તેઓ સ્પષ્ટવક્તા હતા અને નીડર વ્યક્તિત્વ ધરાવતા હતા. અકબરે તેમને અનેક હોદ્દા અને ખિતાબોથી નવાજ્યા હતા. તેઓ ગુજરાત અને પંજાબમાં પણ હાકેમ તરીકે રહ્યા હતા. અકબરે પોતાના શાસનના…
વધુ વાંચો >મિર્ઝા, ગાલિબ
મિર્ઝા, ગાલિબ : જુઓ ગાલિબ, અસદુલ્લાહખાન મિર્ઝા.
વધુ વાંચો >