પ્રવીણચંદ્ર પરીખ
બર્મી ભાષા અને સાહિત્ય
બર્મી ભાષા અને સાહિત્ય : મ્યાનમાર(પ્રાચીન બર્મા કે બ્રહ્મદેશ)ની અધિકૃત ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. અહીં બોલાતી બર્મી, કારેન, શાન, મોન અને બીજી આદિવાસી ભાષાઓમાં તે મુખ્ય સ્થાન ધરાવે છે. તે મુખ્યત્વે ઇરાવદી નદીના ખીણપ્રદેશમાં બોલાય છે. સિનો-તિબેટન ભાષાકુલના તિબેટન-બર્મી જૂથની આ મુખ્ય શાખા છે. આ ભાષામાં પ્રગટ થતાં સામાન્ય…
વધુ વાંચો >બલિ
બલિ : ભારતીય પૌરાણિક પરંપરાનો પ્રસિદ્ધ દૈત્યરાજ. તે પ્રહલાદનો પૌત્ર અને વિરોચનનો પુત્ર હતો. તેની પત્નીનું નામ વિન્ધ્યાવલી હતું. ઉગ્ર તપસ્યા કરીને પ્રાપ્ત કરેલી શક્તિ વડે તેણે ઇંદ્રને પરાજિત કરી ત્રિલોક પર પ્રભુત્વ સ્થાપ્યું હતું અને એના ઉપલક્ષ્યમાં નર્મદાકાંઠે ભૃગુક્ષેત્રમાં અશ્વેમેધ યજ્ઞનું આયોજન કરી તે નિમિત્તે દાન દેવાનું શરૂ કર્યું.…
વધુ વાંચો >બશોલી ચિત્રશૈલી
બશોલી ચિત્રશૈલી : જમ્મુ(કાશ્મીર)ની પૂર્વમાં આવેલા બશોલી નામના રાજ્યમાં પાંગરેલી પહાડી ચિત્રશૈલીની અનોખી છટા. 17મી સદીના ઉત્તરાર્ધમાં એના શ્રીગણેશ મંડાયા. અહીંના મહારાજા સંગ્રામપાલે મુઘલ દરબારમાંથી રુખસદ પામેલા ચિત્રકારોને આશ્રય આપ્યો. 18મી સદીમાં મહારાણા કિરપાલસિંગે પણ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું. આથી મુઘલ શૈલી અને સ્થાનિક લોકશૈલીના સંયોગથી અહીં ‘બશોલી શૈલી’નો ઉદભવ થયો.…
વધુ વાંચો >બહમની સ્થાપત્યકલા
બહમની સ્થાપત્યકલા : 14મી–16મી સદી દરમિયાન દખ્ખણમાં બહમની સુલતાનોએ કરાવેલાં સ્થાપત્યોમાં પ્રગટ થયેલી ભારત અને વિદેશી કલાનું સમન્વિત રૂપ. બહમની રાજ્યો(ગુલબર્ગ, બિજાપુર, બીડર, દૌલતાબાદ)માં ઇજિપ્ત, ઈરાન તથા પશ્ચિમ એશિયાના દેશોમાંથી અનેક લોકો આવી વસ્યા હતા. તેમાં કેટલાક કારીગરો અને શિલ્પીઓ પણ હતા. તેમની મારફતે ઈરાન, ઇજિપ્ત, તુર્કસ્તાન વગેરે દેશોની કલા-પરંપરાઓ…
વધુ વાંચો >બહાઈ પંથ
બહાઈ પંથ : ઈરાન-ઇરાકમાં ઇસ્લામમાંથી અલગ પડીને સ્થપાયેલો એક પંથ. મૂળમાં બાબી પંથ તરીકે ઓળખાતો આ પંથ મહાત્મા બહાઉલ્લાહે (1817–1892) દેશવિદેશમાં તેનો પ્રચાર કર્યો તે કારણે તેમના નામ પરથી ‘બહાઈ પંથ’ તરીકે ઓળખાયો. ‘બહાઉલ્લાહ’ એ નામ નથી, પણ ઉપાધિ છે, જેનો અર્થ થાય છે ‘ઈશ્વરની જયોતિ’. ‘બહા’ (જ્યોતિ) પરથી ‘બહાઈ’…
વધુ વાંચો >બહૂદર પશુ (વ્યાલ)
બહૂદર પશુ (વ્યાલ) : ભારતીય શિલ્પકલામાં અલંકરણ રૂપે પ્રયોજાતું વિશિષ્ટ રૂપ પ્રતીક. ‘વ્યાલ’ નામથી જાણીતા થયેલાં વ્યાલશિલ્પો કે ઇહામૃગોની ભારતીય પરંપરા ઋગ્વેદ (7-104-22) જેટલી જૂની છે. ત્યાં મનુષ્યસ્વભાવનું વર્ણન કરતાં એના છ પ્રકારો ઉલૂક, શુશુલૂક, શ્વા, કોક, સુપર્ણ, ગૃદ્ધ વર્ણવ્યા છે. મનુષ્યમાં રહેલ કામ, ક્રોધાદિ વિકારોને કારણે એની અનુક્રમે જે…
વધુ વાંચો >બાઘની ગુફાઓ
બાઘની ગુફાઓ (ઈ. સ.ની છઠ્ઠી-સાતમી સદી) : મધ્ય પ્રદેશમાં દાહોદથી 128 કિમી. દૂર અમઝેરા જિલ્લાના બાઘ ગામ પાસે આવેલી બૌદ્ધ ગુફાઓ. વિન્ધ્યની ગિરિમાળાના દક્ષિણ ઢાળમાં બાઘ નદીથી લગભગ 48 મીટર ઊંચે હલકા રેતિયા ખડકોમાંથી કોરી કાઢેલી આ ગુફાઓ ગુપ્તકાલના અંતભાગની અને અનુગુપ્તકાલની અજંટા ગુફાઓની સમકાલીન છે. કુલ 9 ગુફાઓ પૈકીની…
વધુ વાંચો >બાબા લાખૂરામ
બાબા લાખૂરામ (જ. ઈ. સ. 1879 મોંટગોમરી–હાલ પાકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1930 મોંટગોમરી) : સ્વાતંત્રસેનાની. અસહકાર આંદોલન વખતે 1921માં પોતાનો વ્યવસાય છોડીને સ્વતંત્રતાસંગ્રામમાં જોડાઈ ગયા. રાજકીય કેદીઓ સાથેના અમાનુષી વહેવારના વિરોધમાં તેમણે અનશન આદર્યું. તત્કાલીન અધિકારીઓએ એમની ધરપકડ કરી પરંતુ જેલમાં રહીને ઉપવાસ ચાલુ રાખ્યા. એટલું જ નહિ અન્નની સાથે…
વધુ વાંચો >બાલઅલી (કવિ)
બાલઅલી (કવિ) (17મી સદીનો ઉત્તરાર્ધ) : રામભક્તિ શાખાના સંત કવિ. મૂળ નામ બાલકૃષ્ણ નાયક. ‘બાલઅલી’ એ એમના ભાવદેહની સંજ્ઞા છે. અને એમની કૃતિઓમાં એ જ પ્રયોજાઈ છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા. શરૂઆતમાં રામાનુજ સંપ્રદાયની દીક્ષા લીધી અને અહોબલ ગાદી-પરંપરાનાં વૈષ્ણવચિહનો ધારણ કર્યાં. વર્ષોની સાધના છતાં તૃપ્તિ ન થતાં તેઓ…
વધુ વાંચો >બાલબ્રહ્મેશ્વર
બાલબ્રહ્મેશ્વર : ભારતના કર્ણાટક રાજ્યના રાયચુર જિલ્લામાં તુંગભદ્રા નદીને કાંઠે આવેલું પ્રાચીન તીર્થ. એને ‘દક્ષિણ કાશી’ પણ કહે છે. અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. અહીં સાતવાહનો, ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, કલચુરિ, કાકતીય અને વિજયનગરના રાજાઓ પછી બહમનીના સુલતાનો અને મુઘલ બાદશાહોનું શાસન પ્રવર્ત્યું હતું. આ બધા સમયના અવશેષો તેમજ કેટલાંક સ્મારકો…
વધુ વાંચો >