પુરાતત્વ

કોસંબી દામોદર ધર્માનંદ

કોસંબી, દામોદર ધર્માનંદ (જ. 31 જુલાઈ 1907; અ. 29 જૂન 1966, પુણે) : પ્રખ્યાત પ્રાચ્યવિદ્યાપંડિત અને ગણિતજ્ઞ. પ્રા. ધર્માનંદ કોસંબીના પુત્ર. નાનપણમાં જ તે પિતાની સાથે અમેરિકા ગયા અને ત્યાંની હાર્વર્ડ યુનિ.ની પદવી મેળવી (1929). વિદ્યાર્થી અવસ્થામાં પ્રક્ષેપણશાસ્ત્ર(ballistics)માં રસ પડ્યો અને તેનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે ગણિતમાં 1934માં ‘રામાનુજ મેમૉરિયલ…

વધુ વાંચો >

ક્લાર્ક, જૉન ડેસ્મન્ડ

ક્લાર્ક, જૉન ડેસ્મન્ડ (જ. 10 એપ્રિલ 1916, લંડન; અ. 14 ફેબ્રુઆરી 2002) : ઇંગ્લૅન્ડના સુપ્રસિદ્ધ પુરાતત્વવિદ. અધ્યયન કેમ્બ્રિજમાં માકટન કૉમ્બ સ્કૂલ અને ક્રાઇસ્ટ કૉલેજમાં પૂરું કરીને ઉત્તર રહોડેશિયામાં રોડ્સ લિવિંગ્સ્ટન મ્યુઝિયમમાં ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાર બાદ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માં ઍન્થ્રૉપૉલૉજીના પ્રોફેસર તરીકે સેવા આપી. તેમણે ઉત્તર રહોડેશિયાના નૅશનલ મૉન્યુમેન્ટ કમિશનમાં કામ…

વધુ વાંચો >

ખરોષ્ટી

ખરોષ્ટી : જુઓ લિપિ

વધુ વાંચો >

ખીમેશ્વરનાં મંદિરો

ખીમેશ્વરનાં મંદિરો : પોરબંદર પાસે આવેલ કુછડી ગામથી પશ્ચિમે આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. મૈત્રકકાલીન મંદિરોના સ્થાપત્યમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આ મંદિરો તેની વિશિષ્ટ રચનાને કારણે પ્રસિદ્ધ છે. આ મંદિરસમૂહમાં શિવ, સૂર્ય, રાંદલ અને ભૈરવનાં મળી કુલ સાત મંદિરો આવેલાં છે. આ મંદિરસમૂહ પૈકી મંદિર નં. 7 ગર્ભગૃહ અને…

વધુ વાંચો >

ગદ્રે, અનંત શંકર

ગદ્રે, અનંત શંકર (જ. ?; અ. 18 સપ્ટેમ્બર 1965, મુંબઈ) : જાણીતા પુરાતત્વવિદ. વિલ્સન કૉલેજમાંથી અભિલેખવિદ્યા સાથે એમ.એ. થઈને 1930માં રાજકોટના મ્યુઝિયમમાં જોડાયા. અહીં તેમણે તામ્રપત્રો અને સિક્કાનું અધ્યયન કર્યું. ત્યારબાદ 1935માં હીરાનંદ શાસ્ત્રી સાથે વડોદરા રાજ્યના ડિપાર્ટમેન્ટ ઑવ્ આર્કિયૉલૉજીમાં મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા અને વડોદરા રાજ્યના વિલીનીકરણ સુધી તેના…

વધુ વાંચો >

ગંગ સંવત

ગંગ સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

ગંભીરપુરા (સ્તૂપચિત્રો)

ગંભીરપુરા (સ્તૂપચિત્રો) : ગુજરાતમાં બૌદ્ધ ધર્મ-પ્રસારના સ્પષ્ટ સંકેતરૂપ ચોથી–પાંચમી સદીનાં ચિત્રો. પુરાવસ્તુની ર્દષ્ટિએ આજનો ઈડર તાલુકો ઘણો સમૃદ્ધ છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંથી કેટલાંક ગુફાચિત્રો શોધી કાઢ્યાં હતાં; જેમાં સાંપાવાડા, લાલોડા અને ઈડરનાં શૈલાશ્રય ચિત્રો ધ્યાનાર્હ છે. ગંભીરપુરામાંની ગુફા નંબર 14, 15, 16 અને 18માંથી ભીંતો ઉપરથી સ્તૂપોનાં સાત…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગોપનું મંદિર

ગોપનું મંદિર : ગુજરાતનું સૌથી જૂનું બાંધેલું મંદિર. જામનગર જિલ્લામાં ભાણવડ પાસે જૂના કે ઝીણાવાટી ગોપમાં આ મંદિર આવેલું છે. તેના અવશિષ્ટ ભાગોમાં નીચે ખાંચાઓવાળો પડથાર, તેની પર જગતી જેવી જુદા જુદા થરોવાળી રચનાની ઉપર આશરે 3.22 મીટર ચોરસનું ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહની ભીંતો નીચેથી સીધી છે. તેમાં આશરે 3.31…

વધુ વાંચો >

ચંદ્રાવતી

ચંદ્રાવતી : આબુરોડ સ્ટેશનની દક્ષિણે આશરે પાંચેક કિલોમીટર પર આબુના પરમારોની રાજધાની. તેના ભગ્નાવશેષો આશરે એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે. તેના વ્યવસ્થિત રસ્તા તથા વૈષ્ણવ, શૈવ, શાક્ત અને જૈન મંદિરો, મહોલ્લા, મહેલાતોના અવશેષો જોડિયાં તળાવ તથા ચંદ્રાવતી નદીની વચ્ચેના ભાગમાં ફેલાયેલા છે. તેમાંના ઘણા આશરે આઠમી-નવમી સદીથી પછીના; પરંતુ…

વધુ વાંચો >