પુરાતત્વ

કથિક સંવત : જુઓ સંવત

કથિક સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

કનિંગહૅમ ઍલેક્ઝાંડર (સર)

કનિંગહૅમ, ઍલેક્ઝાંડર (સર) (જ. 23 જાન્યુઆરી 1814, લંડન; અ. 28 નવેમ્બર 1893) : ભારતીય પુરાતત્વ ખાતાના પ્રથમ વડા તથા પ્રાચ્યવિદ્યા, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર અને પુરાવસ્તુવિદ્યાના જાણીતા વિદ્વાન. 1833માં ભારતના ભૂમિસૈન્યમાં ઇજનેર તરીકે જોડાયા તથા 1861માં મેજર જનરલના ઉચ્ચ હોદ્દા સાથે લશ્કરની સેવામાંથી નિવૃત્ત થયા. ભારત સરકાર હેઠળની તેમની સેવાના કાર્યકાળ દરમિયાન…

વધુ વાંચો >

કમ્બોડિયા

કમ્બોડિયા : અગ્નિ એશિયાનો એક દેશ. તે 10o ઉ. અક્ષાંશથી 15o ઉ. અક્ષાંશ અને 102o પૂ. રેખાંશથી 108o પૂ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે થાઇલૅન્ડ, ઉત્તર અને પૂર્વમાં લાઓસ તથા વિયેટનામ, તેમજ નૈર્ઋત્યે થાઇલૅન્ડની ખાડી આવેલી છે. આ દેશનું ક્ષેત્રફળ આશરે 1,81,035 ચોકિમી. છે. વસ્તી : 1,25,40,000…

વધુ વાંચો >

કલચુરી સંવત : જુઓ સંવત

કલચુરી સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

કલિયુગ સંવત : જુઓ સંવત

કલિયુગ સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

કસિયા

કસિયા : ઉત્તરપ્રદેશમાં દેવરિયા જિલ્લામાં આવેલું સ્થાન. પ્રાચીન નામ કુશીનગર. બૌદ્ધ ધર્મનાં મુખ્ય સ્થાનોમાં એની ગણના થાય છે. અહીં બુદ્ધ મહાનિર્વાણ પામ્યા હતા. શયનમુદ્રાની બુદ્ધની વિશાળ પ્રતિમાનાં અહીં દર્શન થાય છે. તેની નિકટ મોટા નિર્વાણ-સ્તૂપ તથા જૂના વિહારો અને મંદિરોના ભગ્નાવશેષો નજરે પડે છે. અહીં બુદ્ધની શ્યામશિલામાં કંડારેલી મધ્યકાલીન મૂર્તિ…

વધુ વાંચો >

કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’)

કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’) (જ. 7 મે 1880, પોધેમ; અ. 18 એપ્રિલ 1972) : અગ્રણી પ્રાચ્યવિદ્યાવિશારદ અને સમર્થ કાયદાવિદ. અન્નાસાહેબ કાણે તરીકે ઓળખાતા. રત્નાગિરિ જિલ્લાના ચિપ્પુણ તાલુકાના પોધેમ (પરશુરામ) ગામમાં સામાન્ય મધ્યમ વર્ગના કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ત્રણ બહેનો અને છ ભાઈઓમાં તે બીજા હતા. પત્નીનું નામ સુભદ્રા. તેમણે દાપોલીમાંથી…

વધુ વાંચો >

કામરેજ

કામરેજ : પ્રાચીન કર્મણિજ્જ અથવા કાર્મણેયનગર. આ નગર તાપી નદીના દક્ષિણ કિનારા પર, સૂરતથી પૂર્વમાં આશરે 20 કિલોમીટર દૂર આવેલું છે. કામરેજ એ પાઘડીપને આશરે એકાદ કિલોમીટર લંબાઈ ધરાવતું જૂનું નગર છે. તેની એક બાજુ કોટને નામે જાણીતો જૂનો વિસ્તાર છે. આ વિસ્તારમાંથી કામરેજના જૂના અવશેષો પ્રાપ્ત થાય છે તે…

વધુ વાંચો >

કાલગણના (પુરાતત્ત્વ)

કાલગણના (પુરાતત્ત્વ) : ભૂતકાળના વૃત્તાન્ત તરીકે ઇતિહાસના બનાવોને સમયના માપદંડમાં મૂકવાની પદ્ધતિ. મનુષ્યના વ્યક્તિગત અને સામૂહિક વ્યવહારોના નિશ્ચય માટે કાલગણના આવશ્યક છે. અન્ય જાતિઓની જેમ, આર્યજાતિઓમાં પણ અતિપ્રાચીન કાળથી કાલગણના પ્રવર્તમાન હતી. વૈદિક આર્યોની પ્રાચીનતમ કાલગણના કલ્પ, મન્વન્તર અને યુગપરક હતી. પૂર્વસૃષ્ટિના વિલય પછી નવસૃષ્ટિનો આરંભ તે કલ્પ. કલ્પમાં મન્વન્તરો…

વધુ વાંચો >

કાલપી

કાલપી : મધ્યપ્રદેશમાં બુંદેલખંડ વિસ્તારમાં યમુના નદીના દક્ષિણકાંઠે આવેલી પ્રાચીન નગરી. ત્યાંના વ્યાસક્ષેત્રને કારણે તે પ્રસિદ્ધ છે. અહીં વેદવ્યાસે પોતાના અમર ગ્રંથોની રચના કર્યાનું મનાય છે. દશમી સદીમાં ચંદેલ્લ રાજાઓનું આધિપત્ય પ્રવર્તતાં કાલપીનો અભ્યુદય થયો. તે યમુના નદી પરનું વેપારી કેન્દ્ર બન્યું. ચંદેલ્લાઓએ અહીં દુર્ગ તેમજ બીજી ઇમારતો બાંધ્યાં. મુઘલ…

વધુ વાંચો >