પુરાતત્વ
સાંકળિયા હસમુખ ધીરજલાલ
સાંકળિયા, હસમુખ ધીરજલાલ (જ. 10 ડિસેમ્બર 1908, મુંબઈ; અ. ? 1989) : વિશ્વપ્રસિદ્ધ ભારતીય પુરાતત્વાચાર્ય. તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈ ત્યાંની લંડન યુનિવર્સિટીમાંથી પ્રોફેસર કોડિંગ્ટનના માર્ગદર્શન નીચે ‘The Dynastic History of Gujarat Monuments’ વિષય પર કામ કરી 1933માં…
વધુ વાંચો >સિંહ સંવત
સિંહ સંવત : જુઓ સંવત.
વધુ વાંચો >સુબ્રહ્મણ્યમ્ ગુડા વેંકટ
સુબ્રહ્મણ્યમ્, ગુડા વેંકટ (જ. 1935, અંદિપુડિ, જિ. આંધ્રપ્રદેશ) : – તેલુગુના પ્રસિદ્ધ સાહિત્યકાર. તેમને તેમની કૃતિ ‘આંધ્ર સાહિત્ય વિમર્શ – આંગ્લ પ્રભાવમ્’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેઓ ખૂબ પ્રભાવશાળી વિદ્યાર્થી રહેલા. 1957માં તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ.એ.ની તથા 1968માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.…
વધુ વાંચો >સુરકોટડા
સુરકોટડા : કચ્છમાં ઉત્ખનન કરતાં મળેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. ત્યાંથી મળેલા નગરઆયોજનના પુરાવા મુજબ, વસાહતને ફરતો કિલ્લો જણાય છે. સુરકોટડામાં આ કિલ્લા સાદા તથા ઘડેલા પથ્થરોથી બાંધેલા હતા. ત્યાં વસાહતને દરબારગઢ તથા રહેણાકી વિસ્તારમાં વહેંચી દેવામાં આવતી જોવા મળે છે. આશરે 160 × 125 મીટરના વિસ્તારમાં ફેલાયેલી સુરકોટડાની કુલ વસાહતમાં…
વધુ વાંચો >સુસા
સુસા : પશ્ચિમ એશિયાનું પ્રસિદ્ધ પ્રાચીન શહેર અને એલમનું તથા ઈરાની સામ્રાજ્યનું પાટનગર. આ શહેરના કેટલાક અવશેષો દક્ષિણ-પશ્ચિમ (નૈર્ઋત્ય) ઈરાનના ખુઝિસ્તાન પ્રાંતમાં આવેલા છે. બાઇબલમાં સુસાના ઉલ્લેખો વખતોવખત ‘શુશાન’ નામથી આવે છે. એસ્તરની જૂના કરારની વાર્તા સુસામાં બની હતી. ડેનિયલની કબર સુસામાં આવેલી હોવાનું કહેવાય છે. ઈ. સ. 1901માં પુરાતત્વવિદોને…
વધુ વાંચો >સૉધબી લિલામઘર
સૉધબી લિલામઘર : પુરાવસ્તુ (antique) કલાકૃતિઓનું વિશ્વભરનું સૌથી મોટું અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું લિલામઘર. તે લંડનની ન્યૂ બૉન્ડ સ્ટ્રીટમાં આવેલું છે. કૉવેન્ટ ગાર્ડન બુકસેલર સેમ્યુઅલ બેકરે 1744માં તેની સ્થાપના કરી અને 1778 સુધી ફક્ત પુસ્તકો, હસ્તપ્રતો અને ચિત્રોનું લિલામ ચાલુ રાખ્યું. ત્યાર પછી તેનો ભત્રીજો જોન સૉધબી 1780માં તે પેઢીનો…
વધુ વાંચો >સોપારા
સોપારા : પ્રાચીન ભારતનું એક બંદર. મુંબઈ પાસેના વસઈથી આઠ કિલોમીટર દૂર થાણા જિલ્લામાં સોપારા આવેલું છે. તેનું પ્રાચીન નામ સૂર્પારક (કે શૂર્પારક) હતું. મહાભારત અને જૈનબૌદ્ધ સાહિત્યમાં સોપારા વિશેના ઉલ્લેખો મળી આવે છે. મહાભારતના સભાપર્વમાં સોપારાના ગણરાજ્યનો ઉલ્લેખ છે. સભાપર્વમાં સહદેવના દક્ષિણ દિશાના વિજયનું વર્ણન છે, જેમાં સૂર્પારકના ગણરાજ્યને…
વધુ વાંચો >સ્ટેઇન એરૂલ (Stein Sir Aurel)
સ્ટેઇન, એરૂલ (Stein, Sir Aurel) (જ. 26 નવેમ્બર 1862, બુડાપેસ્ટ; અ. 26 ઑક્ટોબર 1943, કાબુલ, અફઘાનિસ્તાન) : હંગેરિયન બ્રિટિશ પુરાતત્વવિદ અને ભૂગોળવિદ. મધ્ય એશિયાના ખાસ કરીને ચીન અને તુર્કસ્તાનનાં તેમનાં પ્રવાસો અને સંશોધનોએ ઇતિહાસમાં ઘણો પ્રકાશ પાડ્યો છે. તેઓ 1888–99 દરમિયાન ઑરિયેન્ટલ કૉલેજ, લાહોર(હાલ પાકિસ્તાનમાં)ના આચાર્ય હતા. 1892માં તેમણે કલ્હણકૃત…
વધુ વાંચો >હડપ્પા
હડપ્પા : સિંધુ સંસ્કૃતિનું પ્રથમ નગર. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર(જિ. મોન્ટગોમરી)ની પશ્ચિમ–દક્ષિણે (નૈર્ઋત્યમાં), સિંધુ નદીની સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે. સર્વપ્રથમ ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો ઈ. સ. 1826માં ઉલ્લેખ કર્યો હતો. 1853 અને 1856માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી જનરલ કનિંગહામે અહીંની ક્ષેત્રીય તપાસ કરી. એકશૃંગી પશુ અને…
વધુ વાંચો >હમ્પી
હમ્પી : ઐતિહાસિક મહત્વ ધરાવતું કર્ણાટક રાજ્યનું એક નગર. તે વર્તમાન કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલ છે. પ્રાચીન અનુશ્રુતિ મુજબ તે વાલીની કિષ્કિંધાનગરી હોવાનું મનાય છે. 14મી સદીમાં હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સમૃદ્ધ નગર હતું. આજે તે ફક્ત વિજયનગર સામ્રાજ્યની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષોનું સ્થળ માત્ર…
વધુ વાંચો >