પુરાતત્વ

શક સંવત

શક સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

શર્મા, ગિરધર આર.

શર્મા, ગિરધર આર. (જ. ?) : અલ્લાહાબાદની આસપાસનાં સ્થળોનો પુરાતત્વીય ઇતિહાસ પ્રકાશમાં લાવનાર પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. ડૉ. શર્મા ગિરધરે અલ્લાહાબાદ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ-સંસ્કૃતિ-પુરાતત્વ ભવનના અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. અધ્યાપન દરમિયાન સહકાર્યકરો અને વિદ્યાર્થીઓના સહકારથી ડૉ. શર્માએ અલ્લાહાબાદની આસપાસનાં ઘણાં પુરાતત્વીય સ્થળોનું નિરીક્ષણ અને તેમની તપાસ કરેલાં અને કેટલાંકનું તો પ્રારંભિક…

વધુ વાંચો >

શાફર, ક્લોદ ફ્રેડેરિક આર્માન્દ

શાફર, ક્લોદ ફ્રેડેરિક આર્માન્દ (જ. 6 માર્ચ 1898, સ્ટ્રાસ્બર્ગ, જર્મની; અ. 5 ઑક્ટોબર 1982) : સીરિયામાં રાસ શામારા ખાતે પ્રાચીન નગર ઉગારિટનું ઉત્ખનન કરનાર ફ્રેન્ચ પુરાતત્વવેત્તા. આ ઉત્ખનનને પરિણામે ઈ. પૂ. સાતમી સહસ્રાબ્દીથી માંડીને ઈ. પૂ. બીજી સહસ્રાબ્દી સુધીની મધ્યપૂર્વ(Middle-East)ની સંસ્કૃતિઓની જાણકારી પ્રાપ્ત થઈ શકી. આ જાણકારી ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ઉલ્લેખ…

વધુ વાંચો >

શાસ્ત્રી, હીરાનંદ

શાસ્ત્રી, હીરાનંદ (જ. ?; અ. ઑગસ્ટ, 1946) : ગુજરાતના પુરાતત્વવિદ અને લેખાધિકારી. ભારત સરકારના લેખાધિકારી(epigraphist)પદેથી 1934માં નિવૃત્ત થયા બાદ આ અરસામાં જ વડોદરા રાજ્યમાં નવા જ શરૂ થયેલા પુરાતત્વ વિભાગના અધિકારી તરીકે જોડાઈ તત્કાલીન મહારાજાની ઇચ્છાનુસાર વડોદરા રાજ્યના પુરાતત્ત્વીય સઘન અભ્યાસ માટે જે તે પ્રાચીન સ્થળોની જાતતપાસ આરંભી સંબંધિત સ્થળોની…

વધુ વાંચો >

શાહની મસ્જિદ, ઇસ્ફાહાન

શાહની મસ્જિદ, ઇસ્ફાહાન : ઈરાનની જાણીતી મસ્જિદ. શાહ અબ્બાસ 1લાએ સ્થપતિ ઉસ્તાદ અબુલ કાસિમના માર્ગદર્શન નીચે 1611માં ઇસ્ફાહાનમાં આ મસ્જિદનું બાંધકામ શરૂ કરાવ્યું. મસ્જિદનું સંપૂર્ણ બાંધકામ 1638માં પૂર્ણ થયું હોવાનું જણાય છે. તેના પ્રાંગણનો ઉત્તરાભિમુખ દરવાજો (portal) 1616માં બંધાઈને પૂર્ણ થયો હતો એમ ત્યાંના શિલાલેખ પરથી જાણવા મળે છે. આર્થર…

વધુ વાંચો >

શાહીબાગ

શાહીબાગ : અમદાવાદમાં આવેલો મુઘલકાલીન બાગ, જે હાલ અસ્તિત્વમાં નથી. શાહજહાં 1618-23 દરમિયાન ગુજરાતના સૂબા તરીકે હતો ત્યારે આ બાગ બાંધવામાં આવેલો. મુઘલકાલીન ગુજરાતના બાગોમાં તે સૌથી આગળ પડતો બાગ હતો. શાહજહાંએ આ બાગમાં પોતાના માટે મહેલ પણ બંધાવ્યો હતો. આ બાગ તે સમયના મકસુદપુરની જમીનમાં બાંધવામાં આવ્યો હતો. હાલ…

વધુ વાંચો >

સત્તાર, શડાક્ષરી (દેવાનાં પ્રિય)

સત્તાર, શડાક્ષરી (દેવાનાં પ્રિય) (જ. 1 જુલાઈ 1935, હંપાસાગર, કર્ણાટક) : પંડિત અને પુરાતત્વવિદ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા કર્ણાટક યુનિવર્સિટીમાંથી અને કેમ્બ્રિજ, યુ.કે.માંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ 1970-95 દરમિયાન કર્ણાટક યુનિવર્સિટીમાં ઇતિહાસ અને પુરાતત્વવિદ્યા વિભાગના પ્રાધ્યાપક તથા 1978-95 સુધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન આર્ટ-હિસ્ટરીના નિયામક તેમજ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્…

વધુ વાંચો >

સપ્તર્ષિ સંવત

સપ્તર્ષિ સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

સંવત

સંવત કાલગણના માટેનું જરૂરી અંગ. કાલગણના એ ઇતિહાસની કરોડરજ્જુ છે. રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ઘટનાઓ તત્કાલીન પ્રચલિત સંવતોનાં વર્ષોમાં આપવામાં આવતી. એને આધારે તે તે ઘટનાનો પૂર્વાપર સંબંધ સાંકળી શકાય છે. સાથે સાથે એ ઘટનાનો ચોક્કસ સમય પણ નિશ્ચિત કરી શકાય છે. ભારતીય ઇતિહાસના લાંબા કાલ દરમિયાન જુદા જુદા સમયે…

વધુ વાંચો >

સાહની દયારામ

સાહની, દયારામ : હડપ્પીય સંસ્કૃતિના પ્રારંભિક સંશોધક-પુરાવિદ. સિંધુ સંસ્કૃતિના પ્રથમ નગર-સ્થાન – ટિંબા હડપ્પા(જિ. લારખાંના, પાકિસ્તાન)ની ભાળ તો છેક ઈ. સ. 1826માં મળેલ; પરંતુ જ્હૉન માર્શલ ભારતીય પુરાતત્ત્વ વિભાગના ડિરેક્ટર જનરલ બન્યા બાદ જ આનું ખોદકામ હાથ ધરાયેલ. આનો પ્રારંભ 1920-21માં દયારામ સાહનીના સંચાલનથી થયો, પણ ખાસ કંઈ પ્રગતિ થઈ…

વધુ વાંચો >