પુરાતત્વ

મહેતા, રમણલાલ નાગરજી

મહેતા, રમણલાલ નાગરજી (જ. 15 ડિસેમ્બર 1922, કતારગામ, જિ. સૂરત; અ. 22 જાન્યુઆરી 1997, વડોદરા) : પ્રસિદ્ધ પુરાવસ્તુવિદ તથા અન્વેષક. રમણલાલનો જન્મ મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નવસારી, મરોલી અને વડોદરામાં તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમણે સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ વડોદરામાં તથા…

વધુ વાંચો >

મહેશ્વર

મહેશ્વર : મધ્યપ્રદેશમાં ખરગોન જિલ્લામાં ઇંદોરથી દક્ષિણે લગભગ 90 કિમી.ના અંતરે નર્મદાકાંઠે આવેલું એક પ્રાચીન નગર. મહાભારતમાં એનો મુખ્યત્વે ‘મહેશ્વર’ કે ‘મહેશ્વરપુર’ તરીકે અને પુરાણોમાં ‘માહિષ્મતી’ તરીકે ઉલ્લેખ થયેલો છે. મહાભારતના સમયમાં અહીં રાજા નીલનું શાસન હતું. મહાભારતના યુદ્ધમાં તે કૌરવપક્ષે લડતાં પાંડવોને હાથે મરાયો હતો. પુરાણો અનુસાર યદુવંશની હૈહય…

વધુ વાંચો >

માર્શલ, જૉન હ્યૂબર્ટ (સર)

માર્શલ, જૉન હ્યૂબર્ટ (સર) (જ. 1876, ચેસ્ટર, ચેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1958) : જાણીતા પુરાતત્વવિજ્ઞાની. તેમણે કેમ્બ્રિજ ખાતે પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યો; તેમણે ગ્રીસ ખાતે ઉત્ખનન-સંશોધન હાથ ધર્યું. 1902–31 સુધી તેમણે ભારતમાંના ‘ડિરેક્ટર જનરલ ઑવ્ આર્કિયૉલૉજી’ તરીકે કીમતી કામગીરી બજાવી; તેમણે હિમાલયની તળેટીમાં આવેલા તક્ષશિલા શહેરમાં 1913થી ’33 દરમિયાન ઉત્ખનન-કાર્ય કર્યું.…

વધુ વાંચો >

માલવગણ સંવત

માલવગણ સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

માસ્પરો, ગાસ્ટોન

માસ્પરો, ગાસ્ટોન (જ. 23 જૂન 1846; અ. 30 જૂન 1916) : ઇજિપ્તવિદ્યાના ફ્રેન્ચ નિષ્ણાત. 1881માં દેર-અલ-બહિર ખાતે રાજવી પરિવારની એક કબર શોધવાનો યશ તેમને ફાળે જાય છે. પૅરિસમાં ઇકૉલ દ હૉત્ઝ એત્યુદમાં 1869થી ’74 સુધી ઇજિપ્શિયન ભાષાના અધ્યાપક હતા, ત્યારબાદ 1874માં તેઓ કૉલેજ દ ફ્રાન્સમાં એ જ વિષયના પ્રોફેસર બન્યા.…

વધુ વાંચો >

મહિષ્મતી

મહિષ્મતી : જુઓ મહેશ્વર.

વધુ વાંચો >

માંકડ, હરિલાલ રંગીલદાસ

માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…

વધુ વાંચો >

મિત્ર, રાજા રાજેન્દ્રલાલ

મિત્ર, રાજા રાજેન્દ્રલાલ (જ. 15 ફેબ્રુઆરી 1824, કૉલકાતા; અ. 6 ઑગસ્ટ 1891, કૉલકાતા) : બંગાળાના જાણીતા પુરાતત્વવિદ તથા બંગાળી સાહિત્યના લેખક અને વિવેચક. કૉલકાતામાં ખેમ બૉઝની શાળામાં અંગ્રેજી શિક્ષણ મેળવીને દાક્તરીનો અભ્યાસ કર્યો (1937–41). પિતા જનમેજય મિત્ર સંસ્કૃત, પર્શિયન અને બંગાળીના સારા પંડિત હતા; તેમ છતાં ધર્મચુસ્ત હોવાથી વધુ અભ્યાસ…

વધુ વાંચો >

મિરાશી, વાસુદેવ વિષ્ણુ

મિરાશી, વાસુદેવ વિષ્ણુ (જ. 13 માર્ચ 1893, કુવળે, જિ. રત્નાગિરિ; અ. 3 એપ્રિલ 1985; નાગપુર) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રાચ્યવિદ્યા-પંડિત. પિતા વિષ્ણુ ધોંડદેવ. માતા રાધાબાઈ. 1910માં મૅટ્રિક થયા પછી કોલ્હાપુરની રાજારામ કૉલેજ અને પુણેની ડેક્કન કૉલેજમાં અભ્યાસ કરી સંસ્કૃત વિષય સાથે બી. એ. (1914) અને એમ. એ. (1916) થતાં મુંબઈની…

વધુ વાંચો >

મૃદ્-ભાંડ

મૃદ્-ભાંડ : પુરાવશેષ તરીકે મહત્ત્વ  ધરાવતાં માટીનાં વાસણો. તે અંત્યપાષાણયુગથી માંડીને હડપ્પીય તેમજ તામ્રપાષાણયુગીય આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓના ટિંબાઓમાંથી વિપુલ પ્રમાણમાં ઠીકરાં રૂપે કે ક્વચિત્ અખંડ રૂપે મળતાં રહ્યાં છે. સદીઓથી માટી નીચે દબાઈ રહેવા છતાં તે નાશ પામ્યાં નથી. આથી લિપિની ગેરહાજરીવાળી આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓના અભ્યાસમાં તે પ્રથમદર્શી મહત્વના પુરાવા…

વધુ વાંચો >