પુરાતત્વ

બૅનરજી, રાખાલદાસ

બૅનરજી, રાખાલદાસ (જ. 12 એપ્રિલ 1885, બહેરામપુર, જિ. મુર્શિદાબાદ; અ. 1930, કલકત્તા) : ભારતીય પુરાતત્વવેત્તા, ઇતિહાસકાર અને સાહિત્યકાર. પ્રાથમિક શિક્ષણ વતન બહેરામપુરમાં, ઉચ્ચ શિક્ષણ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં. પ્રો. હરપ્રસાદ શાસ્ત્રી પાસે રહીને સંસ્કૃત, ભાષાશાસ્ત્ર અને લિપિવિદ્યાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. 1905માં બી.એ. અને 1909માં એમ.એ. થયા. શરૂઆતમાં કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં પુરાતત્વ…

વધુ વાંચો >

બૅન્ડેલીર, ઍડૉલ્ફ

બૅન્ડેલીર, ઍડૉલ્ફ (જ. 1840, બર્ન; અ. 1914) : જર્મનીના નિષ્ણાત પુરાતત્વવિજ્ઞાની અને માનવશાસ્ત્રી. તેમણે ઈશાન અમેરિકાની પ્રિ-કોલમ્બિયન ઇન્ડિયન તથા પેરુ અને બોલિવિયાની સાંસ્કૃતિક પરંપરાના અભ્યાસની પહેલ કરી. 1880થી તેમણે મુખ્યત્વે ઍરિઝોના તથા ન્યૂ મેક્સિકોની સમસ્યાઓ વિશે કામ કરવા માંડ્યું અને તેમાં તેમણે દસ્તાવેજી સંશોધન, માનવવંશવિજ્ઞાન અને પુરાતત્ત્વીય સર્વેક્ષણ – એમ…

વધુ વાંચો >

બૅબિલોનિયાની કળા

બૅબિલોનિયાની કળા : પશ્ચિમ એશિયાની પ્રાચીન મેસોપોટેમિયન સંસ્કૃતિના બૅબિલોનિયા સામ્રાજ્યની કળા. બૅબિલોનિયાનું સામ્રાજ્ય આધુનિક બગદાદ શહેરના વિસ્તારથી યુફ્રેટિસ અને ટાઈગ્રિસ નદીઓના મેદાની વિસ્તાર સુધી અને દક્ષિણ-પૂર્વમાં પર્શિયન અખાત સુધી એટલે કે આધુનિક ઇરાકના દક્ષિણ વિસ્તાર સુધી ફેલાયેલું હતું. ઈ. પૂ. 1850માં બૅબિલોનિયાના સામ્રાજ્યનો ઉદય થયો તે અગાઉ આ વિસ્તારનો દક્ષિણ-પૂર્વ…

વધુ વાંચો >

બેરો

બેરો : દફન-ટેકરા. તે માટી કે પથ્થરથી બનેલા હોય છે. તેના મુખ્ય બે પ્રકારો જોવા મળે છે : (1) નવપાષાણયુગના લાંબા ટેકરા અને (2) અંતિમ મધ્યપાષાણયુગના (પ્રારંભિક કાંસ્યયુગના) માનવોના દફન માટેના ગોળાકાર ટેકરા. દુનિયામાં આવા દફન-ટેકરાઓનાં ઘણાં ઉદાહરણો મળી આવે છે. લાંબા ટેકરાઓમાં માનવશબને કાષ્ઠપેટીમાં કે પથ્થરના પાટડાઓ વચ્ચે રાખીને…

વધુ વાંચો >

બેલઝોની, જિયોવાની બેટિસ્ટા

બેલઝોની, જિયોવાની બેટિસ્ટા (જ. 1778, પૅડુઆ, ઇટાલી; અ. 1823) : સાહસખેડુ અને પ્રાચીન ચીજોના સંગ્રાહક. 1815માં તેઓ ઇજિપ્ત ગયા. ત્યાં મહંમદ અલીએ તેમને સિંચાઈ માટે હાઇડ્રોલિક યંત્રસામગ્રી તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું. ત્યારપછી તેઓ ઇજિપ્તમાં આવેલી કબરોમાંથી મૂલ્યવાન પ્રાચીન અવશેષો ઉઠાવી એકઠા કરવામાં પ્રવૃત્ત બન્યા. સાથોસાથ ઇજિપ્તની પ્રાચીનકળાના અવશેષોનું સંશોધન પણ…

વધુ વાંચો >

બ્રહ્મગિરિ

બ્રહ્મગિરિ : ભારતમાં કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં આવેલું પુરાતત્વીય મહત્વનું સ્થળ. અહીં તેમજ નજીકના સિદ્દાપુર અને જતિંગ-રામેશ્વરમાંથી બી. એલ. રાઇસને 1882માં મૌર્ય સમ્રાટ અશોકના એક ગૌણ શૈલલેખની ત્રણ નકલો મળી આવી હતી. મોર્ટિમર વ્હિલરની દેખરેખ નીચે 1947થી બ્રહ્મગિરિમાં ભારતીય પુરાતત્ત્વખાતા દ્વારા ઉત્ખનન અને પુનરુત્ખનન હાથ ધરાયાં. એમાંથી ત્રણ સંસ્કૃતિઓના અવશેષો…

વધુ વાંચો >

બ્રહ્માવર્ત

બ્રહ્માવર્ત : સરસ્વતી અને ર્દષદવતી નદીની વચ્ચેનો પ્રદેશ. હસ્તિનાપુરની વાયવ્ય બાજુએ આ પ્રદેશ આવેલો હતો. આર્યોએ સૌપ્રથમ અહીં નિવાસ કર્યો હતો. મનુસંહિતા(અધ્યાય 2)માં આર્યો બ્રહ્માવર્તમાંથી બ્રહ્મર્ષિ દેશમાં ગયા હોવાનું અને ત્યાં વસાહત ઊભી કરી હોવાનું જણાવ્યું છે. પછીના કાલમાં એ પ્રદેશ કુરુક્ષેત્ર તરીકે ઓળખાયો. રેપ્સન(Ancient India, p. 51)ના મતે સરહિંદનો…

વધુ વાંચો >

બ્રેસ્ટર્ડ, જેમ્સ હેનરી

બ્રેસ્ટર્ડ, જેમ્સ હેનરી (જ. 1865, રૉકફૉર્ડ II, અમેરિકા; અ. 1935) : પુરાતત્વવિજ્ઞાની અને ઇતિહાસકાર. તેમણે અમેરિકામાં ઇજિપ્ત-વિદ્યાનો સૌપ્રથમ આરંભ અને અભ્યાસ કર્યો. તેમણે યેલ યુનિવર્સિટી તથા બર્લિનમાં પણ અભ્યાસ કર્યો હતો. 1894માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. 1894માં 5 ગ્રંથો રૂપે પ્રગટ થયેલ અભ્યાસ-સંશોધનના પુસ્તક ‘ઍન્શિયન્ટ કૉર્ડ્ઝ ઑવ્ ઇજિપ્ત’માં…

વધુ વાંચો >

બ્રૉય, હેનરી

બ્રૉય, હેનરી (જ. 1877, માર્તેન, ફ્રાન્સ; અ. 1961) : વિદ્વાન પુરાતત્વવિજ્ઞાની. તાલીમ તો તેમણે પાદરી તરીકેની લીધી હતી, પરંતુ 1900માં તેમણે ગુફાઓમાં જળવાયેલી સુશોભનાત્મક કલામાં વિશેષ રસ પડ્યો. તેમના સંશોધનલક્ષી પરિશ્રમના પરિણામે જ 1901માં કૉમ્બિર્લિઝ અને ‘ફૉન્ત–દ ગૉમ’ ખાતે આવેલી ચિત્રોથી સુશોભિત ગુફાઓ શોધી શકાઈ હતી. 1929થી 1947 દરમિયાન તેમણે…

વધુ વાંચો >

ભગવાનલાલ ઇન્દ્રજી (પંડિત)

ભગવાનલાલ ઇન્દ્રજી (પંડિત) (જ. 7 નવેમ્બર 1839, જૂનાગઢ; અ. 16 માર્ચ 1888, મુંબઈ) : ભારતના મહાન પુરાતત્વવિદ. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ, પિતા ઇન્દ્રજી ઠાકર પાસે સંસ્કૃત ભણ્યા હતા. તેમને ગિરનારની તળેટીમાં આવેલ અશોકનો શિલાલેખ ઉકેલવાની જિજ્ઞાસા થઈ. જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની નકલ, સૌરાષ્ટ્રના તત્કાલીન પૉલિટિકલ એજન્ટ…

વધુ વાંચો >