બ્રૉય, હેનરી (જ. 1877, માર્તેન, ફ્રાન્સ; અ. 1961) : વિદ્વાન પુરાતત્વવિજ્ઞાની. તાલીમ તો તેમણે પાદરી તરીકેની લીધી હતી, પરંતુ 1900માં તેમણે ગુફાઓમાં જળવાયેલી સુશોભનાત્મક કલામાં વિશેષ રસ પડ્યો. તેમના સંશોધનલક્ષી પરિશ્રમના પરિણામે જ 1901માં કૉમ્બિર્લિઝ અને ‘ફૉન્ત–દ ગૉમ’ ખાતે આવેલી ચિત્રોથી સુશોભિત ગુફાઓ શોધી શકાઈ હતી. 1929થી 1947 દરમિયાન તેમણે ‘કૉલેજ દ ફ્રાન્સ’ ખાતે પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું. પ્રાક્ પાષાણયુગના અભ્યાસનો આરંભ તેમના સંશોધનના પરિપાક રૂપે થયો હતો.

મહેશ ચોકસી