નેપાલી સાહિત્ય

ઉપાધ્યાય, પુષ્પલાલ

ઉપાધ્યાય, પુષ્પલાલ (જ. 1906, લાઇમાકુરી, લક્ષ્મીપુર, આસામ) : નેપાળી કવિ. તેમની રચના ‘ઉષામંજરી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે શોણિતપુર (આસામ), વારાણસી તથા જનકપુર(નેપાળ)માં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1942ના સ્વાતંત્ર્ય-આંદોલનમાં પણ સક્રિય ભાગ લીધો હતો. તેમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ પણ સ્વાતંત્ર્ય-આંદોલન દરમિયાન થયો. તેમનાં કાવ્યો જુદાં જુદાં…

વધુ વાંચો >

ક્ષત્રી, લીલ બહાદુર

ક્ષત્રી, લીલ બહાદુર (જ. માર્ચ 1933, ગુવાહાટી) : નેપાળી સાહિત્યકાર. તેમની ‘બ્રહ્મપુત્ર કા છેડછાડ’ નામની કૃતિને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમણે શાળાકીય શિક્ષણ શિલોંગમાં અને ઉચ્ચ શિક્ષણ ગુવાહાટીમાં મેળવ્યું. ત્યાંથી જ તેમણે 1958માં અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. થોડો વખત ગુવાહાટી ખાતેના આકાશવાણી કેન્દ્રમાં સ્ટાફ આર્ટિસ્ટ તરીકે…

વધુ વાંચો >

ચૅમ્લિંગ, ગુમાનસિંઘ

ચૅમ્લિંગ, ગુમાનસિંઘ (જ. 1942, તિસ્તા, દાર્જીલિંગની ટેકરીઓ) : ખ્યાતનામ નેપાળી વિવેચક, વાર્તાકાર અને કવિ. તેમને તેમના વિવેચનગ્રંથ ‘મોવલો’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે સંસ્કૃત, હિંદી, ગ્રીક અને લૅટિન ભાષાઓનો પણ અભ્યાસ કર્યો છે. હાલ તેઓ ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કરે છે. 1962માં તેમણે તેમનો…

વધુ વાંચો >

છેત્રી, શરદ

છેત્રી, શરદ (જ. 1947, રાજબાડી, દાર્જિલિંગ) : સુપરિચિત નેપાળી વાર્તાકાર અને કવિ. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ચક્રવ્યૂહ’ બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. તેઓ તાલીમબંદ સ્નાતક હોવાને કારણે શાળામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પાછળથી તેઓ સ્ટેટ…

વધુ વાંચો >