નેપાલી સાહિત્ય

રાય, આશિત

રાય, આશિત (જ. 1943, જૂગ્ના ટી એસ્ટેટ, દાર્જીલિંગ) : નેપાળી નવલકથાકાર. તેમની નવલકથા ‘નયા ક્ષિતિજ કો ખોજ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. સિલિગુડી ખાતેની નૉર્થ બેંગૉલ યુનિવર્સિટીમાંથી 1943માં નેપાળીમાં એમ.એ. કર્યું. હિંદીમાં તેમણે વિશારદની પદવી મેળવી હતી. તેઓ એક વિદ્વાન શિક્ષક હતા. 23 વર્ષના લેખનકાર્ય દરમિયાન તેમણે નવલકથા…

વધુ વાંચો >

રાય, ઇન્દ્ર બહાદુર

રાય, ઇન્દ્ર બહાદુર (જ. 3 ફેબ્રુઆરી 1927, બલાસણ, દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી ભાષાના સાહિત્યકાર. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું હતું. તેમણે અનેક સાહિત્યિક કૃતિઓની રચના કરી છે. તેમના પુસ્તક ‘નેપાલી ઉપન્યાસ કા આધારહારુ’ (‘ધ બૅસિસ ઑવ્ નેપાલી નૉવેલ્સ’) બદલ 1976માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમને…

વધુ વાંચો >

રાય, શિવકુમાર

રાય, શિવકુમાર (જ. 26 એપ્રિલ 1919, રેનૉક, સિક્કિમ) : નેપાળી કવિ અને નવલકથાકાર. 1941માં કોલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. કર્યું. થોડો સમય શિક્ષક તરીકે કાર્ય કર્યું. પછી આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો. ઑલ ઇન્ડિયા ગુરખા લીગ(1943)ના સક્રિય સ્થાપક સભ્ય. ઑલ ઇન્ડિયા રેડિયોમાં નિર્માતા. પશ્ચિમ બંગાળના બી. સી. રૉયના મંત્રીમંડળમાં શ્રમવિભાગના…

વધુ વાંચો >

લામા, જી. એસ.

લામા, જી. એસ. (જ. 15 જૂન 1939, ગંગટોક, સિક્કિમ) : નેપાળી લેખક. તેઓ ‘સાનુ લામા’ તરીકે પણ ઓળખાતા રહ્યા છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરની પદવી મેળવી. મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ સિક્કિમ અકાદમીના પ્રમુખ, હિમાલયન રાઇટર્સ ફૉરમ, સિક્કિમના પ્રમુખ અને 1993–97 સુધી નેપાળી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર…

વધુ વાંચો >

શર્મા, ધરણીધર

શર્મા, ધરણીધર (જ. 1892; અ. 1980) : નેપાળી સાહિત્યમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા કવિ. તેઓ તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘નૈવેદ્ય’(1920)થી ખ્યાતિ પામ્યા હતા. તેનાથી ભારતીય નેપાળીઓને રાષ્ટ્રીય સંસક્તિની ભાવના ઝડપથી મેળવવાની પ્રેરણા મળી. રાણા રાજવીઓએ ઉક્ત કાવ્યસંગ્રહના નેપાળપ્રવેશ સામે પ્રતિબંધ મૂક્યો હતો. તે અરસામાં બનારસ, કોલકાતા અને ઢાકાના પંડિતોએ નેપાળમાં રાજકીય, સામાજિક,…

વધુ વાંચો >

શેરપા, ગિરમી

શેરપા, ગિરમી (જ. 1 ડિસેમ્બર 1948, ભારેગ બસ્તી, પશ્ચિમ સિક્કિમ) : નેપાળી કવિ. બી.એ.ની ડિગ્રી મેળવી સરકારી સેવામાં જોડાયા. સિક્કિમ સરકારના અધિક સચિવ. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : સહતંત્રી, ‘મુક્ત સ્વર’ (1965). સંપાદક મંડળના સભ્ય, સાહિત્યિક માસિક ‘ઝિલ્કા’ (1966-69). સહસંપાદક, સાહિત્યિક માસિક ‘પ્રતિબિંબ’ (1978-80). સામાન્ય મંત્રી અને સંપાદક, ભાનુ…

વધુ વાંચો >

સાંકૃત્યાયન કમલા

સાંકૃત્યાયન, કમલા (જ. 15 ઑગસ્ટ 1930; કલિમ્પોંગ, જિ. દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી અને હિંદી લેખિકા. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પ્રયાગમાંથી ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી. તેઓ દાર્જિલિંગમાં લોરેટો કૉલેજના હિંદી વિભાગનાં રીડર રહ્યાં; નવી દિલ્હીમાં લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય કમિશનનાં સભ્ય હતાં. તેમની માતૃભાષા નેપાળી હોવા…

વધુ વાંચો >

સુન્દાસ, ઇન્દ્ર

સુન્દાસ, ઇન્દ્ર (જ. 22 સપ્ટેમ્બર 1918, સિપેઇધૂરા, જિ. દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ; અ. 10 મે 2003) : નેપાળી નવલકથાકાર. અગાઉ તેઓ રાજ્યની મુલકી સેવામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા બાદ 1949થી 1975 દરમિયાન પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી સેવાનિવૃત્ત થયા. તે પછી તેઓ લેખનકાર્ય તરફ વળ્યા. તેમને તેમની નવલકથા ‘નિયતિ’…

વધુ વાંચો >

સુન્દાસ લક્ખી દેવી

સુન્દાસ, લક્ખી દેવી (જ. 1934, કોલકાતા) : નેપાળી વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘આહત અનુભૂતિ’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રમાં એમ.એ. તથા એલએલ.બી.ની ડિગ્રી મેળવી. ત્રિભુવન વિશ્વવિદ્યાલય, કાઠમંડુમાંથી નેપાળીમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. વળી ‘સાહિત્યરત્ન(હિંદી)’ની ઉપાધિ મેળવી. 1962માં લોરેટો કૉલેજ,…

વધુ વાંચો >

સુબ્બા વિન્દ્યા

સુબ્બા, વિન્દ્યા (જ. 1955, દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘અથાહ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., બી.એડ. અને ‘વિશારદ’ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. વળી નર્સિગનો ડિપ્લોમા તથા બી.એસસી.(ઑનર્સ)ની ડિગ્રી પણ મેળવ્યાં છે. તેઓ નેપાળી ઉપરાંત અંગ્રેજી, હિંદી અને બંગાળી…

વધુ વાંચો >