નીતિન કોઠારી

નવસારી (જિલ્લો)

નવસારી (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 49´ ઉ. અ. અને 72° 59´ પૂ. રે.ની આજુબાજુનો 2209.2 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે સૂરત જિલ્લો, પૂર્વ તરફ ડાંગ જિલ્લો તેમજ મહારાષ્ટ્રની સીમા, દક્ષિણ તરફ વલસાડ જિલ્લો અને…

વધુ વાંચો >

નાથદ્વારા

નાથદ્વારા : આ શહેર રાજસ્થાનના (મેવાડ વિભાગ) રાજસમંદ જિલ્લાનું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન – વસ્તી – પરિવહન : તે 24 93´ ઉ. અ. અને 73 82´ પૂ. રે. પર આવેલું છે. અરવલ્લીની ડુંગરાળ હારમાળામાં બનાસ નદીને કિનારે વસેલું છે. સમુદ્રસપાટીથી આશરે 585 મીટર ઊંચાઈએ આવેલું છે. તે ખેતીવાડીનું બજાર છે. પ્રાથમિક…

વધુ વાંચો >

નાલગોંડા

નાલગોંડા : દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 17 ઉ. અ. અને 79 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની પૂર્વે સૂર્યાપેટ, અગ્નિએ આંધ્રપ્રદેશ રાજ્ય, દક્ષિણે નાગરકૂર્નુલ, પશ્ચિમે રંગારેડ્ડી અને વાયવ્યે યાદારીભુવનગિરિ જિલ્લા સીમા રૂપે આવેલ છે. આ જિલ્લાની દક્ષિણે વહેતી નદીઓમાં કૃષ્ણા નદી અને પૂર્વે સૂર્યાપેટ…

વધુ વાંચો >

નિઝામાબાદ

નિઝામાબાદ : તેલંગાણા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 18 07´થી 19 7´ ઉ. અ. અને 77 30´થી 78 48´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. જેની ઉત્તરે નિર્મલ જિલ્લો, પૂર્વે જગતીઆલ અને રાજન્ના સીરસીલ્લા જિલ્લા, દક્ષિણે કામારેડ્ડી જિલ્લો અને…

વધુ વાંચો >

નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો)

નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો) : આંધ્રપ્રદેશના દક્ષિણ ભાગમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 35´થી 16° 0´ ઉ. અ. અને 79° 12´થી 80° 15´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જિલ્લો. તેની પૂર્વે બંગાળનો ઉપસાગર, પશ્ચિમે કડપ્પા અને અન્નામાયા(Annamayya) જિલ્લા, ઉત્તરે…

વધુ વાંચો >

નૈનીતાલ

નૈનીતાલ : ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ વિભાગમાં આવેલો જિલ્લો – જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : તે 29 23´ ઉ. અ. અને 79 30´ પૂ. રે. પર સ્થિત છે. બાહ્ય હિમાલયમાં આવેલો આ જિલ્લો જેની ઉત્તરે અલમોડા અને પૂર્વે ચંપાવટ જિલ્લા, પશ્ચિમે પૌરી ગઢવાલ જિલ્લો અને ઉત્તરપ્રદેશ…

વધુ વાંચો >

પટણા

પટણા : બિહાર રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 25 25´ ઉ. અ. અને 85 10´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જેનો વિસ્તાર 3,202 ચો.કિમી. છે. આ જિલ્લાનો સમાવેશ પટણા વિભાગમાં થાય છે. આ જિલ્લાની પશ્ચિમે શોણ નદી, ઉત્તરે ગંગા નદી, દક્ષિણે…

વધુ વાંચો >

પતિયાલા

પતિયાલા : ભારતની વાયવ્ય દિશાએ પંજાબ રાજ્યના 33 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 38 47´ ઉ. અ.થી 39 41´ ઉ. અ. અને 115 58´ પૂ. રે.થી 116 54´ પૂ. રે.ની આસપાસ આવેલો જિલ્લો. જેની ઉત્તરે ફત્તેહગઢ, સાહિબ અને મોહાલી જિલ્લા, પશ્ચિમે ફત્તેહગઢ, સાહિબ અને સંગરુર જિલ્લા, પૂર્વે…

વધુ વાંચો >

પન્ના

પન્ના : મધ્યપ્રદેશ રાજ્યના સાગરવિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 23 45´ ઉ. અ. – 79 45´ પૂ. રે. અને 25 10´ ઉ. અ.– 80 40´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તે સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્યના બાંદા જિલ્લાની સીમા,…

વધુ વાંચો >

પરભણી

પરભણી : મહારાષ્ટ્ર રાજ્યના 36 જિલ્લાઓમાંનો આ એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 19 30´ ઉ. અ. અને 76 45´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે હિંગોલી અને બુલધાના જિલ્લા, પૂર્વે નાંદેડ અને હિંગોલી જિલ્લા, દક્ષિણે લાતૂર અને પશ્ચિમે બીડ અને જાલના જિલ્લા…

વધુ વાંચો >