ધર્મ-પુરાણ

વાડી પાર્શ્ર્વનાથ મંદિર

વાડી પાર્શ્ર્વનાથ મંદિર : ખરતરગચ્છના ઓસવાળ જ્ઞાતિના ભીમ મંત્રીના વંશજ કુંવરજી શાહે ઈ. સ. 1596(સંવત 1652)માં પાટણમાં ઝવેરીવાડામાં બંધાવેલ મંદિર. તેને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલો છે. મૂળમંદિર હાલ મોજૂદ રહ્યું નથી; પરંતુ તેના સ્થાને નવું મંદિર બાંધવામાં આવ્યું છે. પાટણ નજીકના વાડીપુર ગામમાં અમીઝરા પાર્શ્ર્વનાથથી ઓળખાતી પ્રતિમા…

વધુ વાંચો >

વાદ-પ્રતિવાદ

વાદ-પ્રતિવાદ : ભારતીય આસ્તિક અને નાસ્તિક તમામ દર્શનોમાં અને શાસ્ત્રગ્રંથોમાં સ્વમતના પ્રતિપાદન માટે અને પ્રતિપક્ષીના મતનું જુદી જુદી યુક્તિઓ એટલે કે દલીલો દ્વારા ખંડન કરવામાં તે તે દર્શન કે સંપ્રદાયના આચાર્યોએ વાક્ચાતુર્ય કે વક્તૃત્વકલાનો બહોળો ઉપયોગ કરેલો છે. વિવિધ ધર્મો અને તેમના સંપ્રદાયોને સ્થાપવા અને ટકાવવામાં તર્કશુદ્ધ અને અલંકારમંડિત વક્તૃત્વનો…

વધુ વાંચો >

વાદી દેવસૂરિ

વાદી દેવસૂરિ : સિદ્ધરાજ જયસિંહના સમકાલીન શ્ર્વેતાંબર જૈન સંપ્રદાયના ગુજરાતના પ્રસિદ્ધ આચાર્ય. તેઓ દેવનાગના પુત્ર હતા અને તેમનું નામ પૂર્ણચંદ્ર હતું. આચાર્ય મુનિચંદ્રસૂરિએ તેમને ભરૂચમાં ઈ. સ. 1096માં દીક્ષા આપીને મુનિ રામચંદ્ર નામ આપ્યું. તેમણે લક્ષણ, દર્શન તથા સાહિત્યનો અભ્યાસ કર્યો અને ઈ. સ. 1118માં આચાર્ય થયા તથા દેવસૂરિ તરીકે…

વધુ વાંચો >

વામદેવ

વામદેવ : એક વૈદિક ઋષિ. ઋગ્વેદના ચોથા મંડળમાં 58 સૂક્તો છે. તેમાંથી ત્રણ સૂક્તો-અનુક્રમે 42થી 44-ને બાદ કરતાં બાકીના 55 સૂક્તોના દ્રષ્ટા ઋષિ વામદેવ ગૌતમ છે. પોતાની ગર્ભાવસ્થામાં જ એમને આત્માનુભૂતિ થઈ હતી. આ અવસ્થામાં તેમણે ઇન્દ્ર સાથે તત્વજ્ઞાન વિશે સંવાદ કર્યો હતો. આત્માનુભૂતિની સ્થિતિમાં એ કહેતા – ‘મેં જ…

વધુ વાંચો >

વામન અવતાર

વામન અવતાર : હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુએ લીધેલો પાંચમો અવતાર. વિષ્ણુએ ઇન્દ્રના રક્ષણ અને વૈરોચન બલિના બંધન માટે આ અવતાર લીધો હતો. ઋગ્વેદમાં આ અવતારનો સ્રોત મળે છે. વિષ્ણુએ ત્રણ ડગલાંથી સમગ્ર સૃદૃષ્ટિને વ્યાપી લીધી. (ઋ. 12-2-1718) ગોપ રક્ષણહાર અને કોઈથી ન દબાય તેવા વિષ્ણુએ ત્રણ ડગ ભર્યાં. તેથી ધર્મોને…

વધુ વાંચો >

વામન પુરાણ

વામન પુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યમાંનો એક ગ્રંથ. વિષ્ણુના વામન અવતાર સાથે સંકળાયેલું વૈષ્ણવ પુરાણ. આ વૈષ્ણવ પુરાણમાં કુલ 95 અધ્યાયો છે. આરંભે વર્ષાકાળના વર્ણન પછી નરની ઉત્પત્તિ, શંકરને લાગેલી બ્રહ્મહત્યા, વિષ્ણુ અને વીરભદ્રનું સ્વરૂપ અને શિવ દ્વારા કામદહન વર્ણવાયાં છે (1-6). અધ્યાય 51-53માં શંકરનો મંદરગિરિ પ્રવેશ, કાલીવિવાહ, કાલીનું પાણિગ્રહણ…

વધુ વાંચો >

વાયુદેવ

વાયુદેવ : એક વૈદિક દેવતા. ત્વષ્ટ્રા એના જમાઈ કહેવાય છે. મરુત વાયુ સાથે સંકળાયેલા નથી છતાં સ્વર્ગની નદીઓમાંથી મરુતે વાયુને જન્મ આપ્યો એમ કહેવાય છે. પાછળના યુગમાં વાયુને વાયવ્ય કોણના રક્ષક દેવતા તરીકે સ્વીકારાય છે. મહાભારતમાં વાયુને ભીમ અને હનુમાનના પિતા તરીકે વર્ણવાયા છે. મધ્વાચાર્યના અનુયાયીઓ તેમના આચાર્ય આનંદતીર્થને વાયુનો…

વધુ વાંચો >

વાયુપુરાણ

વાયુપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનો એક ગ્રંથ. વાયુપુરાણ એક પ્રાચીન પુરાણ છે. પુરાણોની યાદીમાં સામાન્ય રીતે વાયુપુરાણ કે શિવપુરાણને ચોથું પુરાણ માનવામાં આવે છે. કૂર્મ, પદ્મ, બ્રહ્મવૈવર્ત, ભાગવત, માર્કંડેય, લિંગ, વરાહ અને વિષ્ણુપુરાણ શિવપુરાણને ચોથું પુરાણ ગણાવે છે. વસ્તુત: વાયુપ્રોક્ત સંહિતા શિવમહાપુરાણનો ભાગ છે; પણ તે પ્રસિદ્ધ વાયુપુરાણના છઠ્ઠા ભાગ…

વધુ વાંચો >

વાયોલેસી

વાયોલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળની જાતિઓ સમગ્ર વિશ્વમાં મળી આવે છે. તે આશરે 16 પ્રજાતિઓ અને 850 જાતિઓ ધરાવે છે. વાયોલા (Viola), હિબેન્થસ (Hybanthus) અને રિનોરિયા (Rinorea) આ કુળની મુખ્ય પ્રજાતિઓ છે. આ કુળની જાતિઓ બહુવર્ષાયુ શાકીય અથવા ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે; ક્વચિત્ લતા-સ્વરૂપે [દા.ત., એન્ચિયેટા…

વધુ વાંચો >

વારકરી સંપ્રદાય

વારકરી સંપ્રદાય : વૈષ્ણવ ધર્મમાંનો એક મહત્વનો સંપ્રદાય. તે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વધુ પ્રચલિત છે. પંઢરપુરના વિઠોબા તેના ઉપાસ્ય દેવ છે. આ સંપ્રદાયમાં જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ તથા તુકારામ જેવા મહાન સંતો થઈ ગયા છે, જેમણે પોતાની અભંગ નામથી ઓળખાતી રચનાઓ દ્વારા તેને લોકપ્રિય અને ગૌરવાન્વિત બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે.…

વધુ વાંચો >