જ. પો. ત્રિવેદી

પ્રેગલ, ફ્રિટ્ઝ

પ્રેગલ, ફ્રિટ્ઝ [જ. 3 સપ્ટેમ્બર 1869, લેઇબાખ (ઑસ્ટ્રિયા), હાલનું લુબ્લિયાના (યુગોસ્લાવિયા); અ. 13  ડિસેમ્બર 1930, ગ્રાઝ] : ઑસ્ટ્રિયાના પ્રસિદ્ધ રસાયણવિદ્.લુબ્લિયાનાના ‘જિમ્નેશિયમ’માં અભ્યાસ કર્યા બાદ પ્રેગલ ઔષધશાસ્ત્રના અભ્યાસ માટે ગ્રાઝ યુનિવર્સિટીમાં જોડાયા અને 1893માં એમ. ડી. ની પદવી પ્રાપ્ત કરી. વિદ્યાર્થી હતા તે દરમિયાન તેઓ અલેક્ઝાન્ડર રૉલેટના હાથ નીચે શરીરક્રિયાવિજ્ઞાન (physiology)…

વધુ વાંચો >

પ્રેલૉગ, વ્લાદિમિર

પ્રેલૉગ, વ્લાદિમિર (જ. 23 જુલાઈ 1906, સારાયેવો, યુગોસ્લાવિયા) : જાણીતા રસાયણવિદ. પ્રેલૉગે પ્રાહામાં ઝૅક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરી 1928માં કૅમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (M.Sc.) મેળવી. 1929માં પ્રો. વૉટૉસેકના માર્ગદર્શન નીચે સંશોધન કરી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1929–1935 દરમિયાન તેઓ ડ્રિઝા લૅબોરેટરીના અધ્યક્ષ હતા. 1935થી 1940 દરમિયાન તેઓ ઝાગ્રેબની ટૅકનિકલ…

વધુ વાંચો >

પ્રોજેસ્ટેરોન

પ્રોજેસ્ટેરોન : પ્રાણીઓના માદાના અંડાશય તથા ઓર(placenta)માં ઉદભવતો એક સ્ત્રૈણ અંત:સ્રાવ (female sex hormone). થોડી માત્રામાં તે નર તેમજ માદાની અધિવૃક્ક ગ્રંથિ (adrenal gland) દ્વારા તેમજ નરના વૃષણ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. તેનું અણુસૂત્ર C21H30O2 છે. ગર્ભવતી માદા ભુંડના પિત્તપિંડમાંથી તે મેળવવામાં આવે છે. સ્ટિગ્મેસ્ટેરૉલ જેવા સ્ટીરૉઇડમાંથી પણ તેનું…

વધુ વાંચો >

પ્રોટીન

પ્રોટીન કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન તથા સામાન્યત: સલ્ફર ધરાવતા સંકીર્ણ ઉચ્ચ બહુલકો. (કેટલાંક પ્રોટીનમાં Fe, P જેવાં તત્વો પણ હોય છે.) પેપ્ટાઇડ સમૂહ (-CO-NH-) દ્વારા ઍમિનોઍસિડ એકબીજા સાથે જોડાઈને જે શૃંખલા બનાવે છે તેને પ્રોટીન બહુલક કહે છે. જીવંત પ્રાણીઓમાંનો આ મૂળભૂત એકમ (discrete entity) છે. તેનું નામ ગ્રીક શબ્દ ‘પ્રોટીઓસ’…

વધુ વાંચો >

પ્રોપેન

પ્રોપેન : આલ્કેન શ્રેણીના હાઇડ્રોકાર્બનોમાંનો ત્રીજો ઘટક. અણુસૂત્ર C3H8; તેનો અણુભાર 44.09; ઉ.બિં., –42.1° સે., ગ.બિં., –190° સે. અને પ્રજ્વલનાંક (flash point) –105° સે. છે. ઇથર અને આલ્કોહોલમાં તે દ્રાવ્ય છે, જ્યારે પાણીમાં તે અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે. તે એક શ્વાસરોધક (asphyxiant) રંગવિહીન વાયુ છે. પ્રાકૃતિક વાયુ અને પેટ્રોલિયમમાંથી તે…

વધુ વાંચો >

પ્રૉસ્ટાગ્લૅન્ડિન

પ્રૉસ્ટાગ્લૅન્ડિન : વૈવિધ્યપૂર્ણ શરીરક્રિયાધર્મી અસરો દર્શાવતાં પ્રાકૃતિક, રાસાયણિક રીતે અન્યોન્ય સંબંધિત, લાંબી (20–કાર્બન) શૃંખલાવાળા ચરબીજ ઍસિડોનો સમૂહ. પુર:સ્થ (prostate) ગ્રંથિમાંથી મેળવવામાં આવેલો હોવાથી તેનું ‘પ્રૉસ્ટાગ્લૅન્ડિન’ નામ પ્રચલિત થયું છે. શરીરનાં અન્ય અંગો યકૃત, મૂત્રપિંડ વગેરેમાં પણ તે ઉત્પન્ન થાય છે. પ્રૉસ્ટાગ્લૅન્ડિન શરીરના નિયંત્રણતંત્રના એક ભાગ તરીકે વર્તે છે. તંત્રના બીજા…

વધુ વાંચો >

ફટકડી (alum)

ફટકડી (alum) : સામાન્ય સૂત્ર ધરાવતાં વિવિધ પ્રકારનાં દ્વિલવણો. તેમાં MI તરીકે સોડિયમ, પોટૅશિયમ, સિઝિયમ, સિલ્વર, રુબિડિયમ (લિથિયમ) જેવી એકસંયોજક ધાતુઓ અથવા એમોનિયા, હાઇડ્રેઝીન, હાઇડ્રૉક્સિલ એમાઇન જેવાં સંયોજનો; જ્યારે MIII તરીકે ઍલ્યુમિનિયમ ઉપરાંત આયર્ન, ક્રોમિયમ, મગેનીઝ, કોબાલ્ટ, ગૅલિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ઇરિડિયમ, રૉડિયમ અથવા ઇન્ડિયમ હોય છે. ઍલ્યુમિનિયમ સલ્ફેટ Al2 (SO4)3 તથા…

વધુ વાંચો >

ફિનૉલ

ફિનૉલ : બેન્ઝિન વલય સાથે જોડાયેલ હાઇડ્રૉક્સિલ સમૂહવાળાં કાર્બનિક સંયોજનોનો પ્રથમ અને સાદામાં સાદો સભ્ય. બૃહદ્ અર્થમાં બેન્ઝિન વલય ઉપરાંત હાઇડ્રૉક્સિલ સમૂહ જોડાયેલ હોય તેવી સંકીર્ણ ઍરોમૅટિક વલય ધરાવતી પ્રણાલીઓના વર્ગ માટે પણ ‘ફિનૉલ’ શબ્દ વપરાય છે. સાદા ફિનૉલને હાઇડ્રૉક્સિબેન્ઝિન, બેન્ઝોફિનૉલ, ફિનાનાઇલિક ઍસિડ અથવા કાર્બોલિક ઍસિડ પણ કહેવાય છે. શુદ્ધ…

વધુ વાંચો >

ફિનૉલ્ફ્થેલીન

ફિનૉલ્ફ્થેલીન : થેલીનસમૂહનો ઍસિડબેઝ અનુમાપનમાં વપરાતો સૂચક. રાસાયણિક નામ 3, 3 બીસ (P-હાઇડ્રૉક્સિ ફિનાઇલ)–થેલાઇડ થેલિક એન્હાઇડ્રાઇડ તથા ફિનૉલને ઝિંક ક્લોરાઇડ અથવા સલ્ફ્યુરિક ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં 150°થી 180° સે. તાપમાને ગરમ કરતાં ફિનૉલમાંના પૅરા-સ્થિત હાઇડ્રૉજનના વિસ્થાપન દ્વારા આ સંયોજન બને છે. તે રંગવિહીન ઘન પદાર્થ હોય છે. ગ. બિં. 261° સે.…

વધુ વાંચો >

ફિશર, અર્ન્સ્ટ ઑટો

ફિશર, અર્ન્સ્ટ ઑટો (જ. 10 નવેમ્બર 1918, મ્યુનિક) : જર્મન  રસાયણવિદ. ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપકના પુત્ર ફિશરે મ્યુનિક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં અભ્યાસ કરી 1952માં ત્યાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1957થી 1964 દરમિયાન તેમણે મ્યુનિક યુનિવર્સિટીમાં અકાર્બનિક રસાયણના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું અને 1964માં ઇનૉર્ગૅનિક કૅમિસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટના નિયામક પણ બન્યા. ફિશરનું અકાર્બનિક સંકીર્ણો…

વધુ વાંચો >