જ. પો. ત્રિવેદી

હૅલોકાર્બન સંયોજનો (halocarbons અથવા halocarbon compounds)

હૅલોકાર્બન સંયોજનો (halocarbons અથવા halocarbon compounds) : ખરા અર્થમાં કાર્બન અને હૅલોજન (ફ્લોરિન, ક્લોરિન, બ્રોમીન, આયોડિન) ધરાવતાં સંયોજનો. જોકે ઘણી વખત કાર્બન અને હૅલોજન ઉપરાંત હાઇડ્રોજન ધરાવતાં સંયોજનોને પણ હૅલોકાર્બન કહેવામાં આવે છે. એ અર્થમાં હૅલોકાર્બનો એ કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા (કાર્બનિક) હાઇડ્રૉકાર્બનોના હૅલોજન વ્યુત્પન્નો(derivatives)નો સમૂહ છે. જેમાં એક હૅલોજનયુક્ત…

વધુ વાંચો >

હેસલ ઓડ (Hassel Odd)

હેસલ, ઓડ (Hassel, Odd) (જ. 17 મે 1897, ઑસ્લો, નૉર્વે; અ. 11 મે 1981, ઑસ્લો) : આધુનિક આણ્વીય સંરચનામાં મહત્વનો ભાગ ભજવતા સંરૂપીય (conformational) વિશ્લેષણ(અણુઓની ત્રિપરિમાણી ભૌમિતિક સંરચનાનો અભ્યાસ)ની પદ્ધતિ પ્રસ્થાપિત કરનાર નૉર્વેજિયન ભૌતિક-રસાયણવિદ અને 1969ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. હેસલે ઑસ્લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને 1924માં બર્લિન યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની…

વધુ વાંચો >

હોપ્ટમેન હર્બર્ટ આરોન (Hauptman Herbert Aaron)

હોપ્ટમેન, હર્બર્ટ આરોન (Hauptman Herbert Aaron) (જ. 14 ફેબ્રુઆરી 1917, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન ગણિતશાસ્ત્રી તથા સ્ફટિકવિજ્ઞાની (Crystallographer) અને જેરોમ કાર્લે સાથે 1985ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. હર્બર્ટ આરોન હોપ્ટમેન હોપ્ટમેન સિટી કૉલેજ ઑવ્ ન્યૂયૉર્કમાં કાર્લેના સહાધ્યાયી હતા અને બંનેએ 1937માં ત્યાંથી આર્થર કોર્નબર્ગ [1959ના દેહધર્મવિદ્યા (physiology)/આયુર્વિજ્ઞાન માટેના નોબેલ…

વધુ વાંચો >

હૉફમેન રોઆલ્ડ (Hoffmann Roald)

હૉફમેન, રોઆલ્ડ (Hoffmann, Roald) (જ. 18 જુલાઈ 1937, ઝ્લોક્ઝોવ, પોલૅન્ડ) : પોલૅન્ડમાં જન્મેલા અમેરિકન રસાયણવિદ અને ફુકુઈ સાથે 1981ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. નાઝીઓએ કબજે કરેલા પોલૅન્ડમાં યાતનાભર્યું બાળપણ વિતાવ્યા બાદ 1949માં તેઓ માત્ર 11 વર્ષની વયે કુટુંબ સાથે યુ.એસ. આવેલા અને 1955માં અમેરિકન નાગરિક બન્યા હતા. હૉફમેને 1958માં…

વધુ વાંચો >