જ્યોતિષ

બ્રહ્મગુપ્ત

બ્રહ્મગુપ્ત (ઈ. સ. 598–665) : ભારતીય જ્યોતિષ અને ગણિતના વિદ્વાન લેખક. મૂળ વતન રાજસ્થાનમાં શ્રીમાળ–ભિન્નમાળ. પિતાનું નામ જિષ્ણુ. એ સમયમાં ગુજરાત છેક શ્રીમાળ–ભિન્નમાળ સુધી વિસ્તરેલ હોઈ લગભગ ગુજરાતી કહી શકાય તેવા આ જ્યોતિર્વિદે ભરયુવાનીમાં ત્રીસમે વર્ષે 24 અધ્યાયોનો બનેલો જ્યોતિષ અને ગણિતને ચર્ચતો ‘બ્રહ્મસ્ફુટ-સિદ્ધાંત’ નામનો અપૂર્વ ગ્રંથ રચ્યો છે. શાકલ્યોક્ત…

વધુ વાંચો >

બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત

બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત : ભારતીય જ્યોતિષ અને ગણિતશાસ્ત્ર વિશે બ્રહ્મગુપ્તે રચેલો ગ્રંથ. તેના 24 અધ્યાયો મળે છે, પરંતુ ‘ધ્યાનગ્રહ’ નામનો 72 આર્યાઓનો બનેલો 25મો અંતિમ અધ્યાય, જેને સિદ્ધાન્તને બદલે ફળાદેશ કહે છે તે, મળતો નથી. લેખકે તેને વિશ્વાસુ અને લાયક શિષ્યોને જ શીખવવાલાયક, અત્યંત ગુપ્ત અને મહત્વનો અધ્યાય ગણ્યો છે. ‘બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત’ના પહેલા…

વધુ વાંચો >

ભટ્ટોત્પલ

ભટ્ટોત્પલ (ઈ. સ.ની 10મી સદી-ઉત્તરાર્ધ) : જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન કાશ્મીરી લેખક. તેઓ કાશ્મીરના શૈવ સંપ્રદાયના અને પ્રત્યભિજ્ઞાદર્શનના અનુયાયી હતા. તેમના જીવન વિશે વધુ વિગતો મળતી નથી. ફક્ત વરાહમિહિરના ‘બૃહજ્જાતક’ નામના ગ્રંથ પર તેમણે લખેલી ટીકા ઈ. સ. 966માં સમાપ્ત કરી એવો ઉલ્લેખ તેમણે પોતે જ કર્યો હોવાથી તેમનો સમય દસમી સદીના…

વધુ વાંચો >

ભડલી-વાક્યો

ભડલી-વાક્યો : વરસાદની આગાહી માટે પરંપરાથી પ્રચલિત સમગ્ર ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લોકોના કંઠે સંઘરાઈ, પ્રચલિત બનેલી ઉક્તિઓ. ભડલી-વાક્યો લોકસાહિત્ય નથી; પણ જ્યોતિષશાસ્ત્રના ત્રણ સ્કંધ ગણિત, હોરા અને સંહિતામાં પરંપરાથી પ્રચલિત ભડલી-વાક્યો છે. તે સંહિતા–જ્યોતિષનો એક વિષય છે. તે વર્ષા, વર્ષાગર્ભ, સદ્યવર્ષા, વગેરેને વર્ણવે છે. હજારો વર્ષની પરંપરાને લીધે સંસ્કૃતમાં સંહિતા-ખંડમાં…

વધુ વાંચો >

ભદ્રબાહુસંહિતા

ભદ્રબાહુસંહિતા : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો શ્રુતકેવલી ભદ્રબાહુએ રચેલો ગ્રંથ. તેની હસ્તપ્રત ઈ.સ. 1424માં લખાયેલી પ્રાપ્ત થાય છે. તેથી ઈ.સ.ની પંદરમી સદીમાં તે રચાયેલો મનાય છે. આ ગ્રંથનું સંપાદનપ્રકાશન ભારતીય જ્ઞાનપીઠ–વારાણસી દ્વારા જ્યોતિષાચાર્ય નેમિચંદ્ર શાસ્ત્રી દ્વારા સૌપ્રથમ ઈ.સ. 1944માં 18 ફેબ્રુઆરીના રોજ થયું. તેની બીજી આવૃત્તિ ઈ.સ. 1959ના ફેબ્રુઆરીમાં પ્રકાશિત થઈ. તેની…

વધુ વાંચો >

ભવિષ્યવિદ્યા

ભવિષ્યવિદ્યા (futurology) : વર્તમાનમાં જે કંઈ બની રહ્યું છે, જે કાંઈ જોવા-જાણવા મળે છે, તેને આધારે ભાવિવલણોનું અર્થઘટન કરતી, વીસમી સદીમાં વિકસેલી વિદ્યાશાખા. ભવિષ્યનું અનુમાન કરવા માટે કોઈ એકલદોકલ વસ્તુ કે ઘટના પર્યાપ્ત નથી. ભાવિના ઊંડાણમાં ઊતરવા માટે વિવિધ સામાજિક અને વૈજ્ઞાનિક પૂર્વધારણાઓ(postulates)નો સહારો લેવો પડે છે. તેમાં અટકળ (conjectiurs),…

વધુ વાંચો >

ભાસ્કરાચાર્ય (2)

ભાસ્કરાચાર્ય (2) (ઈ. સ. 1144–1223) : ભારતીય જ્યોતિષશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. વેદ, કર્મકાંડ અને સાહિત્યના જ્ઞાતા. પિતાનું નામ મહેશ્વર ભટ્ટ. ગોત્ર શાંડિલ્ય, વંશ ત્રિવિક્રમ. જન્મનું સ્થળ : ભાસ્કરાચાર્યે કરેલા ઉલ્લેખ મુજબ – યાદવોની રાજધાની દેવગિરિ (દોલતાબાદ) પાસે સહ્યાદ્રિ ચાંદવડના પર્વતની પાસે વિજ્જલવિડ. ઉજ્જૈનની વેધશાળાના અધ્યક્ષ હતા અને ત્યાં જ મૃત્યુ પામ્યા.…

વધુ વાંચો >

ભૃગુસંહિતા

ભૃગુસંહિતા : ભૃગુ ઋષિએ રચેલો મનુષ્યોનાં ભૂત-ભવિષ્ય ભાખતો જ્યોતિષ વિશેનો ગ્રંથ. રચના વર્ષ કે સમય અપ્રાપ્ય છે. મૂળ હસ્તપ્રતો બહુધા અપ્રાપ્ય છે. પ્રથમ તો તેના શીર્ષક પ્રમાણે જોતાં આ ગ્રંથ સંહિતાગ્રંથના વિષયોને નિરૂપતો નથી. તેથી તેને સંહિતાગ્રંથ કહી શકાય નહિ. દક્ષિણ ભારતમાં એકાદ હસ્તપ્રત હોવાની સંભાવના પંડિતો દર્શાવે છે. પં.…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરંદ

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >