જ્યોતિષ

અદભુતસાગર

અદભુતસાગર : મિથિલાના રાજા બલ્લાલસેને રચેલો સંસ્કૃત ગ્રંથ. તેમાં વેદવેદાંગોથી આરંભી વિક્રમની દશમી શતાબ્દી સુધીના જ્યોતિષ, આયુર્વેદ, શુકન આદિ વિષયોનું દોહન કરીને શુભાશુભ અદભુતોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં પૃથ્વી ઉપર દેખાતા અદભુત બનાવોનાં પરિણામોનો વિચાર કરવામાં આવ્યો છે. આથી ગ્રંથનું ‘અદભુતસાગર’ નામ આપ્યું જણાય છે. આ ગ્રંથના દિવ્યાશ્રય, અંતરીક્ષાશ્રય…

વધુ વાંચો >

અધિકમાસ ­— ક્ષયમાસ

અધિકમાસ ­— ક્ષયમાસ : ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવે તે માટે ભારતીય પંચાંગમાં કરવામાં આવેલી વિશિષ્ટ જોગવાઈ. ભારતીય પંચાંગોમાં તથા ધર્મશાસ્ત્રોમાં પ્રાચીન કાળથી સૌર, ચાંદ્ર, સાયન અને નાક્ષત્ર એમ ચાર પ્રકારનું કાલમાન મિશ્ર રૂપે સ્વીકારેલું છે. તેમાં સૌર અને ચાંદ્રમાસનો સમન્વય કરી ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવ્યા કરે…

વધુ વાંચો >

અષ્ટગ્રહયુતિ

અષ્ટગ્રહયુતિ : આઠ ગ્રહોની યુતિ. ખગોળશાસ્ત્રીય પરિભાષા મુજબ જ્યારે કોઈ પણ બે જ્યોતિઓના ભોગાંશ-  ક્રાંતિવૃત્ત ઉપરનાં તેમનાં સ્થાનો–રાશિ, અંશ અને કળામાં એકસરખાં થાય ત્યારે તેમની સૂક્ષ્મયુતિ થઈ એમ કહેવાય. તે વખતે તેમનાં ક્રાંતિવૃત્તથી ઉત્તર / દક્ષિણ અંતર – શરાન્તર – પણ જો એકસરખાં થાય તો તેમનું પિધાન (occultation) થાય અથવા…

વધુ વાંચો >

અંકશાસ્ત્ર

અંકશાસ્ત્ર : જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે અંક ઉપરથી ફલાદેશ કરવાની પદ્ધતિ. વસ્તુત: ગ્રહોની અસર તેમનાં સ્થાન ઉપરથી દર્શાવી શકાય છે અને હસ્તરેખાશાસ્ત્ર પણ વ્યક્તિનાં સ્વભાવલક્ષણ તેમજ ભવિષ્ય દર્શાવે છે તેમ અંકશાસ્ત્ર, અક્ષરગણિત ઉપરથી એટલે કે મનુષ્ય, પ્રાણી, દેશ, વસ્તુ વગેરેનાં નામ પરથી સ્વભાવ અને ભવિષ્યકથન કરનારું શાસ્ત્ર છે. અંકશાસ્ત્ર પાયથેગોરસ સિદ્ધાંતને…

વધુ વાંચો >

અંગલક્ષણવિદ્યા

અંગલક્ષણવિદ્યા : માનવીની આકૃતિ અને તેનાં વિવિધ અંગો તથા તેના પરનાં ચિહનો પરથી તેના સ્વભાવની લાક્ષણિકતાઓ સૂચવતી વિદ્યા. જ્યોતિષશાસ્ત્રના એક અંગ તરીકે આની રચના થયેલી છે. જન્મસમય કે જન્મતારીખની ખબર ન હોય તે સંજોગોમાં ચહેરો, કપાળની રેખાઓ, હાથની રેખાઓ, હાસ્ય, તલ વગેરે ઉપરથી જ્યોતિષીઓ ભવિષ્યકથન કરતા હોય છે. તેને લગતા…

વધુ વાંચો >

આઝટેક તિથિપત્ર

આઝટેક તિથિપત્ર (calendar) : મેક્સિકોની આઝટેક પ્રજાએ તૈયાર કરેલું તિથિપત્ર. આ તિથિપત્રમાં બે પ્રકારનાં વર્ષો ગણવામાં આવતાં : ધાર્મિક વિધિઓ માટેનું અને વહીવટી કામકાજ માટેનું. પહેલું 2૦ દિવસના મહિના લેખે, 13 મહિનાનું 26૦ દિવસનું વર્ષ અને બીજું 2૦ દિવસના 18 મહિનાવાળું વહીવટી સૌર વર્ષ, જેમાં પાંચ દિવસ છૂટના રાખીને 365…

વધુ વાંચો >

આમરાજ અથવા આમશર્મા

આમરાજ અથવા આમશર્મા (12મી સદી ઉત્તરાર્ધ – 13મી સદી પૂર્વાર્ધ) : ગુજરાતના વિદ્વાન જ્યોતિષી. ઉત્તર ગુજરાતમાં આવેલ આનંદપુર(આધુનિક વડનગર)માં નાગર બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતાનું નામ મહાદેવ અને દાદાનું નામ બન્ધુક. તેમના ગુરુ ત્રિવિક્રમે ઈ. સ. 1180માં ‘ખંડખાદ્યોત્તર’ નામના ગ્રંથની રચના કરી હતી. આમરાજ જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા. તેમણે બ્રહ્મગુપ્તલિખિત ‘ખંડખાદ્યક’…

વધુ વાંચો >

કાલગણના (જ્યોતિષ)

કાલગણના (જ્યોતિષ) : સૂર્યચંદ્રના ભ્રમણથી થતા દેખીતા ફેરફારના આધારે સમયની ગણતરી કરવાની પ્રાચીન ભારતીય પદ્ધતિ. પૂર્વક્ષિતિજ ઉપર સૂર્ય આવતાં તેને સૂર્યોદય કહીએ છીએ અને પશ્ચિમ ક્ષિતિજ ઉપર ગયા પછી સૂર્ય દેખાતો બંધ થવા માંડે છે તેને સૂર્યાસ્ત કહીએ છીએ. સૂર્યાસ્ત થયા પછી ફરી સૂર્યનો ઉદય થાય તેટલા સમયને રાત્રિ કહીએ…

વધુ વાંચો >

કાલવિચાર (આયુર્વેદ)

કાલવિચાર (આયુર્વેદ) : કાલના પરિમાણનો વિચાર. કાળ વિશેનો તાત્વિક વિચાર મુખ્યત્વે ‘કણાદ’ મહર્ષિના વૈશેષિક દર્શનમાં પ્રાપ્ત થાય છે. ન્યાયદર્શનમાં પણ કાળત્રયનો વિચાર કરેલ છે. વૈશેષિક દર્શનમાં કાળનો વિચાર કરેલ છે તે પ્રમાણે જ બીજાં શાસ્ત્રોએ અનુકરણ કરેલ છે. વૃદ્ધત્વ, તારુણ્ય, યૌગપદ્ય, ચિરત્વ તથા શીઘ્રત્વ – આ ‘કાળજ્ઞાપક’ લક્ષણો છે. વૈશેષિકોના…

વધુ વાંચો >

કાલસર્પયોગ

કાલસર્પયોગ : અત્યંત ચર્ચાયેલો પણ કપોલકલ્પિત મનાયેલો ગ્રહયોગ. લગભગ 1930-1940ના ગાળાથી જ્યોતિષીઓમાં કાલસર્પ નામના અશુભ યોગની ચર્ચા થાય છે. આ યોગ જ્યોતિષશાસ્ત્રના ફલિતવિભાગના પ્રાચીન ગ્રંથોમાં ક્યાંય જોવામાં આવતો નથી. કેટલાક લોકો કપોલકલ્પિત રીતે, પ્રાચીન કાળથી આ યોગ જાણવામાં હતો અને તેનું કેટલાક ગ્રંથોમાં વિવેચન છે એમ પ્રતિપાદન પણ કરે છે,…

વધુ વાંચો >