જયકુમાર ર. શુક્લ
સપાદલક્ષ
સપાદલક્ષ : રાજસ્થાનમાં અજમેરની ઉત્તરે શાકંભરી(સાંભર)ની આસપાસનો પ્રદેશ. તે જાંગલ દેશ પણ કહેવાતો હતો. ત્યાં અર્ણોરાજ (ઈ.સ. 1139-1153), વિગ્રહરાજ (ઈ.સ. 1153-1164) અને પૃથ્વીરાજ ચૌહાણ (ઈ.સ. 1178-1192) જેવા પરાક્રમી અને નામાંકિત રાજાઓ થઈ ગયા. ત્યાંના રાજવંશનો સ્થાપક વાસુદેવ હતો. તેના વંશજોમાં સામંત, પૂર્ણતલ્લ, જયરાજ, વિગ્રહરાજ 1લો વગેરે રાજાઓ થઈ ગયા. ગુજરાતના…
વધુ વાંચો >સપ્તસિંધુ
સપ્તસિંધુ : વેદોમાં જણાવેલ સાત નદીઓનો સમૂહ. આ શબ્દપ્રયોગ તે સમયના લોકો એટલે કે આર્યો દ્વારા ખેડવામાં આવતા પ્રદેશ માટે અને સાત મહાસાગરો માટે પણ કરવામાં આવ્યો છે. આ સાત નદીઓ માટે વિવિધ અનુમાનો કરવામાં આવ્યાં છે. વેદોમાં તેમનાં નામ ગંગા, યમુના, સરસ્વતી, શતદ્રુ, પરુષ્ણી, ઇરાવતી અને ચંદ્રભાગા આપવામાં આવ્યાં…
વધુ વાંચો >સપ્રુ તેજબહાદુર (સર)
સપ્રુ તેજબહાદુર (સર) (જ. 3 ડિસેમ્બર 1875, અલીગઢ; અ. 20 જાન્યુઆરી 1949, દિલ્હી) : કૉંગ્રેસના મવાળ જૂથના નેતા, વાઇસરૉયની કારોબારી સમિતિમાં કાયદા વિભાગના સભ્ય (મંત્રી), અને ઇંગ્લૅન્ડની પ્રિવી કાઉન્સિલના સભ્ય. તેજબહાદુરનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આગ્રા કૉલેજમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી પ્રથમ શ્રેણીમાં પ્રથમ આવીને મેળવી. એલએલ.બી. પાસ…
વધુ વાંચો >સફીનતુસ્ સાદાત
સફીનતુસ્ સાદાત : ઈ. સ. 1768માં મુહમ્મદ કાસિમ બિન અબ્દુર્ રહેમાને લખેલ ગ્રંથ. આ ગ્રંથ ગુજરાતના નામાંકિત સૂફી સંતપુરુષોનાં જીવનચરિત્રોનું નિરૂપણ કરે છે. મુઘલ સમય દરમિયાન, ભારતમાં ઇસ્લામને દૃઢ કરનારા પીર ઓલિયાઓ પણ હતા. તેઓ પોતાના શુદ્ધ અને પવિત્ર જીવન દ્વારા સામાન્ય લોકો ઉપર ભારે પ્રભાવ પાડી શક્યા હતા. તેઓમાંના…
વધુ વાંચો >સભાસદ બખર
સભાસદ બખર : મરાઠા શાસક રાજારામની આજ્ઞાથી જિંજી મુકામે કૃષ્ણાજી અનન્તે લખેલ પુસ્તક (1694). તે માત્ર 100 પૃષ્ઠનું છે. ‘સભાસદ બખર’માં છત્રપતિ શિવાજી વિશે ઘણીખરી શ્રદ્ધેય હકીકતો આપવામાં આવી છે. તેમાં તારીખો અને સ્થળોને લગતી કેટલીક ભૂલો પણ થઈ છે; તેમ છતાં છત્રપતિ શિવાજીએ કરેલી લડાઈઓ તેમજ તેમણે કરેલી અન્ય…
વધુ વાંચો >સમરકંદ (Samarkand)
સમરકંદ (Samarkand) : ઉઝબેકિસ્તાનનો પ્રદેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 39° 40´ ઉ. અ. અને 66° 48´ પૂ. રે. વચ્ચેનો 16,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દક્ષિણ કઝાખસ્તાન અને ક્રાઈ, પૂર્વે તાશ્કંદ, અગ્નિ તરફ રશિયાનું ટડઝિક, દક્ષિણે સૂરખાન દરિયા પ્રદેશ તથા પશ્ચિમે…
વધુ વાંચો >સમુદ્રગુપ્ત
સમુદ્રગુપ્ત (શાસનકાળ ઈ. સ. 335-375) : પ્રતાપી ગુપ્ત સમ્રાટ, મહાન વિજેતા અને કુશળ સેનાપતિ. ચન્દ્રગુપ્ત પહેલો (319-335) તથા તેની રાણી નેપાળના શક્તિશાળી લિચ્છવી કુટુંબની કન્યા કુમારદેવીનો પુત્ર હતો. તેના પિતાએ ભર્યા દરબારમાં તેને વારસ તરીકે પસંદ કર્યો અને પોતે પુત્રની તરફેણમાં ગાદીત્યાગ કર્યો. કેટલાક વિદ્વાનોના મતાનુસાર શાસનના શરૂઆતના દિવસોમાં તેને…
વધુ વાંચો >સરકાર, જદુનાથ (સર)
સરકાર, જદુનાથ (સર) (જ. 10 ડિસેમ્બર 1870, કરચમારિયા, રાજશાહી જિલ્લો, હાલમાં બાંગ્લાદેશ; અ. 19 મે 1958) : ભારતના એક મહાન ઇતિહાસકાર. તેમના પિતા રાજકુમાર સારી સ્થિતિના, પ્રબુદ્ધ વિચારો ધરાવતા જમીનદાર તથા માતા હરિસુંદરી ધાર્મિક વૃત્તિનાં સદ્ગુણી મહિલા હતાં. જદુનાથે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં, માધ્યમિક શિક્ષણ રાજશાહીમાં અને ઉચ્ચ શિક્ષણ પ્રેસિડેન્સી…
વધુ વાંચો >સરગુજા
સરગુજા : છત્તીસગઢના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22o 40’થી 24o 05’ ઉ. અ. અને 81o 35’ થી 84o 05’ પૂ. રે. વચ્ચેનો 16,034 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સિધી (મ.પ્ર.) અને મિરઝાપુર (ઉ.પ્ર.) જિલ્લા, ઈશાન અને પૂર્વમાં પાલામૌ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ…
વધુ વાંચો >સરદારખાન
સરદારખાન (જ. ?; અ. 1684, નગરઠઠ્ઠા, સિંધ–પાકિસ્તાન) : ઔરંગઝેબના સમયમાં ભરૂચનો અને તે પછી સોરઠનો ફોજદાર. તે ઔરંગઝેબનો માનીતો સરદાર હતો. તેના કુશળ વહીવટ અને વફાદારી માટે ઔરંગઝેબને ઘણું માન હતું. મહાબતખાનના સમયમાં (ઈ. સ. 1662-68) ઈડર પરગણામાં માથાભારે કોળીઓ તથા બંડખોર લોકોએ મોટો ઉપદ્રવ મચાવ્યો, તેથી તે ઉપદ્રવને કચડી…
વધુ વાંચો >