સફીનતુસ્ સાદાત

January, 2007

સફીનતુસ્ સાદાત : ઈ. સ. 1768માં મુહમ્મદ કાસિમ બિન અબ્દુર્ રહેમાને લખેલ ગ્રંથ. આ ગ્રંથ ગુજરાતના નામાંકિત સૂફી સંતપુરુષોનાં જીવનચરિત્રોનું નિરૂપણ કરે છે. મુઘલ સમય દરમિયાન, ભારતમાં ઇસ્લામને દૃઢ કરનારા પીર ઓલિયાઓ પણ હતા. તેઓ પોતાના શુદ્ધ અને પવિત્ર જીવન દ્વારા સામાન્ય લોકો ઉપર ભારે પ્રભાવ પાડી શક્યા હતા. તેઓમાંના કેટલાક ફકીરી જીવન, તો કેટલાક સંસારી જીવન જીવતા હતા. તેઓમાંથી ગુજરાતમાં થઈ ગયેલા સંતોના ચરિત્રનું વર્ણન પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યું છે.

જયકુમાર ર. શુક્લ