જયંત રેલવાણી

પજવાણી, રામ પ્રતાપરાય

પજવાણી, રામ પ્રતાપરાય (જ. 20 નવેમ્બર 1911, લાડકાણા, સિંધ; અ. 31 માર્ચ 1987, મુંબઈ) : સિંધીના કવિ-લેખક, નાટકકાર, અભિનેતા, ગાયક અને સ્વાતંત્ર્ય-સૈનિક. મૅટ્રિક સુધીના અભ્યાસ દરમિયાન તેમને રાષ્ટ્રીય કવિ કિશનચંદ ‘બેવસ’ અને હુન્દરાજ દુખાયલના સંપર્કથી રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા મળી. કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં અભ્યાસ દરમિયાન વિશાળ ફલક મળતાં તેમણે…

વધુ વાંચો >

પરમાનંદ મેવારામ

પરમાનંદ મેવારામ (જ. 1865, હૈદરાબાદ, સિંધ; અ. 1938, હૈદરાબાદ) : અર્વાચીન સિંધી સાહિત્યના એક અગ્રણી લેખક. સિંધી ભાષાને સાહિત્યિક સ્વરૂપ આપવામાં અને તેના ગદ્યસાહિત્યનો પાયો નાખવામાં પરમાનંદ મેવારામનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમણે ખ્રિસ્તી શાળામાં અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તે પછી સરકારી નોકરી ઉપરાંત શિક્ષક તરીકે પણ તેમણે સેવા…

વધુ વાંચો >

પલ પલ જો પલૉઉ (1977)

પલ પલ જો પલૉઉ (1977) : સિંધી કવિ હરિ દરિયાણી ‘દિલગીર’- રચિત કાવ્યસંગ્રહ. 1979માં તેને કેન્દ્રીય સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો છે. કવિએ પારંપરિક સિંધી કવિતા અને લલિતપદ, દોહા, રુબાઈઓ, ગઝલો ઉપરાંત અછાંદસ કવિતાના પ્રયોગો કરેલ છે. કવિના કથનાનુસાર અસ્તિત્વવાદના પાયે રચાયેલ નવી અછાંદસ નિરાશાવાદી કવિતાના સ્થાને તેમણે આશાવાદી અછાંદસ રચનાઓનો…

વધુ વાંચો >

પ્યાર જી પ્યાસ (1972)

પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી…

વધુ વાંચો >

ફૂલનિ મુઠિ (1927)

ફૂલનિ મુઠિ (1927) : સિંધી નિબંધસંગ્રહ. અર્વાચીન સિંધી સાહિત્યના ઉત્થાનકાળના પ્રારંભિક નિબંધ-સંગ્રહોમાં આ સંગ્રહ વિશેષ મહત્વનો છે. આમાંના નિબંધો આ અગાઉ પ્રગટ થયેલા નહોતા, પરંતુ રચયિતા લાલચંદ અમરડિનોમસ(1885–1954)ની રોજનીશીમાંથી તે સંગૃહીત કરાયા છે. લાલચંદ એમના રોજિંદા વિચારો અને અનુભવોને વિસ્તારથી પોતાની ડાયરીમાં નોંધી લેતા હતા. તેમાં તેમની અંગત શિવ-ભાવનાઓનો સ્પર્શ…

વધુ વાંચો >

ભાટિયા, લક્ષ્મણ (‘કોમલ’)

ભાટિયા, લક્ષ્મણ (‘કોમલ’) (જ. 26 માર્ચ 1936, કંડિયારો, સિંધ) : સિંધી ભાષાના જાણીતા કવિ. કૉમર્સ ગ્રૅજ્યુએટ થઈને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યો અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ દૈનિકમાં જોડાયા અને ચીફ સબ-એડિટર તરીકે નિવૃત્ત થયા. લક્ષ્મણ ભાટિયાએ 12 વર્ષની ઉંમરમાં એક નાનકડી રચના લખી, જે તે વખતના સુપ્રસિદ્ધ બાલસામયિક ‘ગુલિસ્તાન’માં છપાઈ. તે પછી…

વધુ વાંચો >

મન જા ચહબૂક

મન જા ચહબૂક (1926) : સિંધી કાવ્યસંગ્રહ. રચયિતા દયારામ ગિદુમલ શરાણી (1857–1927). ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં નવચેતનાના પ્રારંભિક કાળે તેમનું યોગદાન અનન્ય રહ્યું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક કક્ષાની પદવી મેળવેલી. તે પછી અંગ્રેજ સરકાર દ્વારા ન્યાયાધીશપદે નિમાયા હતા. સામાજિક સુધારાઓના કાર્યમાં પ્રવૃત્ત રહેવાની સાથે તેમણે સાહિત્ય દ્વારા ભારતીય દર્શનશાસ્ત્રનો…

વધુ વાંચો >

મલકાણી, મંઘારામ ઉધારામ

મલકાણી, મંઘારામ ઉધારામ (જ. 24 ડિસેમ્બર 1896, હૈદરાબાદ, સિંધ; અ. 1 ડિસેમ્બર 1980, મુંબઈ) : સિંધી સાહિત્યકાર. તેમના પિતા ઉધારામ જમીનદાર હતા. બચપણથી જ મંઘારામને સાહિત્ય, રંગમંચ અને રમતગમત પ્રત્યે રુચિ હતી. બી.એ. થઈને કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજમાં અધ્યાપન. 1924થી 1930 સુધી અંગ્રેજી સાહિત્યની ચુનંદી કૃતિઓના સિંધીમાં અનુવાદ કરવાની…

વધુ વાંચો >

માઉ

માઉ (1979) : સિંધી વાર્તાકાર અને નવલકથાકાર મોહન કલ્પના-લિખિત નવલકથા. વિભાજન-વિભીષિકા, કોમવાદની જ્વાળા, વિશૃંખલિત સિંધી સમાજની કષ્ટદાયક પરિસ્થિતિ તથા પુનર્વસવાટ માટેના વિડંબનાયુક્ત સંઘર્ષની આ નવલકથા ‘માઉ’(માતા)ની નાયિકા કલ્યાણી તથા તેનો પુત્ર હશમત – એ બંને યાદગાર પાત્રો બની રહ્યાં છે. સિંધમાં યુવાન હશમતને નિયાઝી નામક મુસ્લિમ યુવતી સાથે પ્રણયસંબંધો પાંગર્યા…

વધુ વાંચો >

માલ્હી, ગોવિંદ

માલ્હી, ગોવિંદ (જ. 5 ઑગસ્ટ 1921, ઠારૂશાહ, જિલ્લો નવાબશાહ, સિંધ) : સિંધી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર. મૂળ અટક ખટ્ટર. ‘માલ્હી’ તેમનું તખલ્લુસ છે. કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી કલાના સ્નાતક. 1944માં એલએલ.બી. થયા. સિંધની તત્કાલીન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ તથા રાષ્ટ્રીય ચેતનાના અનુસંધાનમાં એક જાગ્રત યુવકના નાતે તેઓ વિવિધ પ્રવૃત્તિઓની સાથે…

વધુ વાંચો >