જયંત રેલવાણી

જીવન ચહચિટા (1957)

જીવન ચહચિટા (1957) : સિંધી એકાંકીસંગ્રહ. રચયિતા પ્રા. મંઘારામ મલકાણી (1896–1980). તે સિંધી ભાષામાં એકાંકીના પિતામહ ગણાય છે. તેમના 7 એકાંકીસંગ્રહો પ્રગટ થયા છે. 1957માં પ્રકાશિત ‘જીવન ચહચિટા’માં તેમણે સામાજિક દૂષણોનો પ્રતિકાર કરતાં જીવનનાં સાંપ્રત નવ-મૂલ્યો માટે સુધારણાનો સંદેશો આપ્યો છે. રાષ્ટ્રીય ભાવનાને લગતા પણ તેમના વિષયો રહ્યા છે. નાટ્યશિલ્પની…

વધુ વાંચો >

જોતવાણી, મોતીલાલ

જોતવાણી, મોતીલાલ (જ. 13 જાન્યુઆરી 1936, સક્કર, સિંધ, હાલ પાકિસ્તાન; અ. 2008, પુણે) : વિખ્યાત સિંધી લેખક. નવી સિંધી કવિતાના પ્રણેતા. તેમની માતાનું નામ ચંદ્રા, પિતાનું નામ વ. ક. જોતવાણી અને પત્નીનું નામ રાજ હતાં. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ તથા પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવી. 1962માં તેઓ રાજકોટ…

વધુ વાંચો >

તીરથ બસંત

તીરથ બસંત (જ. 7 સપ્ટેમ્બર 1909, લુકમાન, સિંધ; અ. 1994) : વીસમી સદીના નવચેતનાકાળના પ્રમુખ સિંધી સાહિત્યકાર. બે વરસની વયે માતાનું અવસાન થતાં દાદીમાએ તેમનું પાલનપોષણ કર્યું હતું. તેમણે ખુલ્લા પ્રાકૃતિક વાતાવરણમાંથી જીવનશિક્ષણ મેળવ્યું હતું અને પૂર્વ-પશ્ચિમના સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. દર્શન, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વિજ્ઞાન જેવા વિષયોનો પણ ઊંડો…

વધુ વાંચો >

દરિયાણી, હરિ ગુરુડિનોમસ, ‘દિલગીર’

દરિયાણી, હરિ ગુરુડિનોમસ, ‘દિલગીર’ (જ. 15 જૂન 1916, લાડકાણા, સિંધ પાકિસ્તાન) : સિંધીના લબ્ધપ્રતિષ્ઠ કવિ. બાર વરસની વયે તેમને કવિતા રચવાની પ્રેરણા થઈ હતી. રાષ્ટ્રીય કવિ કિશનચંદ બેવસના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી પરિપક્વતા પ્રાપ્ત કરી. 1941માં તેમનો કાવ્યસંગ્રહ ‘કોડ’ અને 1942માં ‘હરિશ્ચંદ્ર જીવન કવિતા’ પ્રગટ થયાં હતાં. 1942માં ‘મૌજી ગીત’ તથા…

વધુ વાંચો >

દલપતરાય

દલપતરાય (જ. 1769; અ.1849) : સિંધી ભાષાના વેદાંતી કવિ. જન્મ સિંધના સેવહણ ગામે. હૈદરાબાદના મીર શાસકોને ત્યાં નોકરી કરતા હતા ત્યારે સંત આસરદાસના સંપર્કમાં આવતાં નોકરીનો ત્યાગ કર્યો અને આધ્યાત્મિકતાના રંગે રંગાઈ ગયા. લાંબા સમય સુધી ઝોક શરીફ દરગાહમાં રહેવાના કારણે તેઓ સૂફી કવિ શાહ અબ્દુલ લતીફના કલામથી પ્રભાવિત થયા…

વધુ વાંચો >

દસ્તાવેજ

દસ્તાવેજ (1952) : સિંધી સાહિત્યની જાણીતી વાર્તા. લેખક ‘ભારતી’ ઉપનામે લખતા નારાયણ પરિયાણી. 1962માં ‘દસ્તાવેજ’ વાર્તાસંગ્રહમાં તેનો સમાવેશ થયેલો છે. ભારતના ભાગલા પડ્યા પછી વાર્તાનો નાયક મંધનમલ સિંધમાં જમીન-મકાનો છોડીને ભારતમાં આવીને વસેલો છે. ભારત સરકારે પાછળ મૂકી આવેલી તે મિલકતોનો અમુક ભાગ ચૂકવી આપવા નિર્ણય કર્યો હતો. હિજરતીઓએ તે…

વધુ વાંચો >

દાદૂ દયાલ

દાદૂ દયાલ (જ. 1544, અમદાવાદ, ગુજરાત; અ. 1603, નરાના, રાજસ્થાન) : ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ.  નિર્ગુણોપાસક સંત. તેમનો જન્મ બ્રાહ્મણ કે પીંજારા કુટુંબમાં થયો હોવાના બે મત છે. તેમના શિષ્યો રજ્જબ તથા સુંદરદાસે તેમને પીંજારા જ્ઞાતિના કહ્યા છે. તેમના પિતાનું નામ લોધિરામ હતું. તેઓ 18 વર્ષના હતા ત્યારે…

વધુ વાંચો >

દુખાયલ, હૂન્દરાજ

દુખાયલ, હૂન્દરાજ (જ. 16 જાન્યુઆરી 1910; લાડકાણા, સિંધ; અ. 2003) : સિંધી ભાષાના રાષ્ટ્રપ્રેમી કવિ. હૂન્દરાજ લીલારામ માણેક તેમનું નામ. આઠ વરસની ઉંમરે પિતાના પ્રોત્સાહનથી ભજનો ગાવાની પ્રેરણા થઈ હતી. તેમના કંઠથી આકર્ષાઈને એક સંન્યાસીએ પિતાને કહ્યું હતું, ‘આ છોકરો કોઈ દુખિયારો આત્મા લાગે છે’. ત્યારથી તેમનું ઉપનામ ‘દુખાયલ’ પડી…

વધુ વાંચો >

નારાયણ, શ્યામ

નારાયણ, શ્યામ (જ. 25 જુલાઈ 1922, ખાહિ કાસિમ, સિંધ; અ. 10 જાન્યુઆરી 1989, દિલ્હી) : સિંધી કવિ. તેમનું મૂળ નામ નારાયણ ગોકળદાસ નાગબાણી હતું, પણ નારાયણ તરીકે તે જાણીતા છે. 18 વરસની ઉંમરે કાવ્ય રચવાની પ્રેરણા થઈ હતી. 1970માં તેમને ‘વારીખ ભર્યો પલાંદ’ (1968) કાવ્યસંગ્રહ માટે સાહિત્ય એકૅડેમીનું પારિતોષિક મળ્યું…

વધુ વાંચો >

નૌબહાર

નૌબહાર : સિંધી ભાષાનાં બાળકાવ્યોનો સંગ્રહ. બાળસાહિત્યના આગવા પ્રકારનો પ્રારંભ કિશનચંદ ‘બેબસ’(1935)ની બાળકવિતાથી થયો ગણાય છે પણ તે પૂર્વે ભેરૂમલ મહેરચંદે (1875–1950) બાળકાવ્યોની રચના કરી હતી. ‘નૌબહાર’ નામે તે બાળોપયોગી ગીતસંગ્રહની ભાષા એટલી સરળ અને મધુર હતી કે પાઠ્યપુસ્તકો ઉપરાંત તે ગીતો જનસામાન્યમાં પ્રચલિત બની ગયાં હતાં. ગમ્મત સાથે જ્ઞાન…

વધુ વાંચો >