છબીકલા

ફોટોમૉન્ટાજ

ફોટોમૉન્ટાજ : છબીકળા અને કલ્પનાશક્તિના સમન્વયથી તૈયાર થયેલ છબી. લેખકો પોતાની કલ્પનાશક્તિથી સાહિત્ય રચે છે, ચિત્રકારો પોતાની કલ્પના મુજબ ચિત્રો દોરે છે, એવી જ રીતે ફોટોમૉન્ટાજમાં છબીકાર પોતાની કલ્પના મુજબ અનેક છબીઓ ભેગી કરીને મૉન્ટાજ કરેલી નવી જ ફોટોકૃતિ તૈયાર કરે છે. ફોટોમૉન્ટાજ એટલે એન્લાર્જરની મદદથી એક કે વધુ નેગૅટિવમાંથી…

વધુ વાંચો >

ફ્રેનેલ લેન્સ

ફ્રેનેલ લેન્સ : અવકાશીય ટેલિસ્કોપમાં વિશિષ્ટ સંરચના ધરાવતો લેન્સ. જુદા જુદા પ્રકારનાં ટેલિસ્કોપનો ઉપયોગ મનુષ્યના રોજિંદા જીવનમાં તથા પ્રયોગશાળાઓમાં વ્યાપક રીતે કરવામાં આવે છે. અવકાશમાં અતિ દૂરનાં અંતરે રહેલા અવકાશીય પદાર્થોને વધુ સ્પષ્ટ રીતે જોવા માટે; તેમનાં ચોક્કસ સ્વરૂપ અને લાક્ષણિકતાઓની પૂર્ણ વિગતો મેળવવા માટે ખૂબ જ મોટા પરિઘ ધરાવતા…

વધુ વાંચો >

ફ્લૅશ-ગન

ફ્લૅશ-ગન : છબીકલામાં કૅમેરા સાથેનું એક અગત્યનું ઉપકરણ. દિવસે આપણે જે પ્રકાશ અનુભવીએ છીએ તે સીધા સૂર્યપ્રકાશ તેમજ આકાશ અને નજીકના પદાર્થોના પ્રકાશના પરાવર્તનનું મિશ્રણ છે; જ્યારે રાત્રિના અંધકારમાં ચંદ્ર અને તારાના ઝાંખા પ્રકાશમાં કશું સ્પષ્ટ દેખાતું હોતું નથી અને તેથી અંધકારમાં છબી ખેંચવા માટે શક્તિશાળી કૃત્રિમ પ્રકાશની આવશ્યકતા રહે…

વધુ વાંચો >

બર્ક-વાઇટ, માર્ગારેટ

બર્ક-વાઇટ, માર્ગારેટ (જ. 1906, ન્યૂયૉર્ક સિટી; અ. 1971) : અમેરિકાનાં નામી મહિલા ફોટો-જર્નાલિસ્ટ. તેમણે અભ્યાસ કોલંબિયા યુનિવર્સિટી ખાતે કર્યો. તે પછી તેમણે ઔદ્યોગિક ક્ષેત્રના અને સ્થાપત્ય વિષયના ફોટોગ્રાફર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. 1936માં ‘લાઇફ’ સામયિક શરૂ થયું ત્યારે તેનાં સ્ટાફ-ફોટોગ્રાફર અને સહતંત્રી બન્યાં. ‘લાઇફ’ સામયિક માટે તેમણે બીજા વિશ્વયુદ્ધના વિગત-સમાચાર…

વધુ વાંચો >

બૉનિંગ્ટન, ક્રિસ (સર)

બૉનિંગ્ટન, ક્રિસ (સર) (જ. 1934, લંડન) : પર્વતારોહક તથા ફોટો-જર્નાલિસ્ટ. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતેની રૉયલ મિલિટરી એકૅડેમી ખાતે તાલીમ  લીધી. તેમણે પોતાના સર્વપ્રથમ પર્વતારોહણ દરમિયાન અન્નપૂર્ણા-2 (1960) તથા નુપ્તસે (1961) પર ચઢાણ કર્યું. 1962માં આઇગરનું ઉત્તરીય ચઢાણ કર્યું અને 1983માં દક્ષિણ ધ્રુવ પરના માઉન્ટ વિન્સન પર ચઢાણ કરીને તેઓ એ સ્થળોના…

વધુ વાંચો >

બ્રાન્ટ, બિલ

બ્રાન્ટ, બિલ (જ. 1904, લંડન; અ. 1983) : નિપુણ તસવીરકાર. 1929માં તેમણે આ કલાના કસબી મૅન રે પાસે તસવીર-કલાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. 1931માં તેઓ લંડન પાછા ફર્યા. 1930ના ઉત્તરાર્ધમાં તેમણે સામાજિક વિષયો – વ્યક્તિઓ તથા પ્રસંગોની દસ્તાવેજી પ્રકારની શ્રેણીબંધ યાદગાર તસવીરો લીધી; તેમાંથી ગરીબ તથા ધનિકવર્ગની વિરોધાત્મક જીવનશૈલીનો અત્યંત જીવંત…

વધુ વાંચો >

ભચેચ, શુકદેવ

ભચેચ, શુકદેવ (જ. 9 માર્ચ 1922; અ. 3 માર્ચ 1999, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી અખબારી છબીકાર. તેમણે અખબારી છબીકાર તરીકેની પોતાની 5 દાયકાની કારકિર્દી દરમિયાન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘જનસત્તા’ જેવાં ગુજરાતનાં અગ્રિમ દૈનિક અખબારો અને વિભિન્ન સામયિકો ઉપરાંત પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા જેવી સમાચાર-સંસ્થામાં અવિરત…

વધુ વાંચો >

ભટ્ટ, જ્યોતિ માનભાઈ

ભટ્ટ, જ્યોતિ માનભાઈ (જ. 1934, ભાવનગર, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર, ફોટોગ્રાફર, મુદ્રણક્ષમ કલાના નિષ્ણાત તથા કલાશિક્ષક. ભાવનગરના સંનિષ્ઠ સામાજિક કાર્યકર માનભાઈ ભટ્ટના તેઓ પુત્ર. જ્યોતિભાઈનું શાળાશિક્ષણ દક્ષિણામૂર્તિ બાલમંદિર તથા ઘરશાળામાં થયું. ત્યાં જ પ્રારંભમાં સોમાલાલ શાહ પાસે (1942થી 1944) અને જગુભાઈ શાહ પાસે (1945થી 1949) ચિત્રકળાની તાલીમ લીધી. ભાવનગરના અભ્યાસકાળ…

વધુ વાંચો >

ભટ્ટ, બળવંત

ભટ્ટ, બળવંત (જ. 11 ફેબ્રુઆરી 1908; અ. 5 સપ્ટેમ્બર 1988) : ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ તસ્વીરકાર. મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચની 1930માં ઝડપેલી તસવીર બાદ તેઓ બહોળી પ્રસિદ્ધિ પામ્યા. કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી તેમણે છબીકલા અંગેનું ખૂબ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમના પિતા જીવણરામ ભટ્ટ અમદાવાદના સુપ્રસિદ્ધ વકીલ હતા. બળવંત ભટ્ટ ગુજરાત કૉલેજમાંથી વિજ્ઞાનના…

વધુ વાંચો >

ભારદ્વાજ, આર. આર.

ભારદ્વાજ, આર. આર. (જ. 31 ઑગસ્ટ 1903, ખાડ, જિ. હોશિયારપુર, પંજાબ; અ. 19 ડિસેમ્બર 1985) : ભારતમાં છબીકલાના પિતામહ. એમની છબીઓ જેટલી જીવંત છે, એટલું જ એમનું જીવન પણ રોમાંચક છે. મેટ્રિક્યુલેશનના અભ્યાસ દરમિયાન જ એમને ચિત્રકળાનો શોખ પેદા થયો હતો. 1923માં અભ્યાસ આગળ ધપાવવા માટે લાહોરની મેયો સ્કૂલ ઑવ્…

વધુ વાંચો >