ચલચિત્ર

રશિયન ચલચિત્ર

રશિયન ચલચિત્ર : સોવિયેત સંઘ જ્યારે અખંડ હતું ત્યારે તેનાં 15 જેટલાં ગણરાજ્યોમાં જે ચિત્રોનું નિર્માણ થતું તે મોટા ભાગે રશિયન ચિત્રો કે સોવિયેત ચિત્રો તરીકે ઓળખાતાં, પણ સોવિયેત સંઘનું વિભાજન થયા બાદ ગણરાજ્યોનું પોતાનું અલગ અસ્તિત્વ છે અને તેમનો પોતાનો નોખો ચલચિત્ર-ઉદ્યોગ છે. સોવિયેત સંઘમાં નિર્માણ પામેલાં રશિયન ચિત્રોનો…

વધુ વાંચો >

રશોમોન

રશોમોન : ચલચિત્ર. ભાષા : જાપાની. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1950. નિર્માતા : જિંગો મિનોરા. પટકથા : અકિરા કુરોસાવા અને શિનોબુ હાશિમોટો. કથા : રિયોનોસુકે અકુટાગાવાની નવલકથા ‘રશોમોન’ અને ટૂંકી વાર્તા ‘યાબુ નો નાકા’ પર આધારિત. છબિકલા : કાઝુઓ મિયાગાવા. કળા-નિર્દેશન : સો માત્સુયામા. સંગીત : ફુમિયો હાયાસાકા. મુખ્ય…

વધુ વાંચો >

રહેમાન, વહીદા

રહેમાન, વહીદા (જ. 3 જાન્યુઆરી 1938, જેલપેરુ, ચેન્નાઈ) : પ્રસિદ્ધ અભિનેત્રી. નૃત્યમાં પ્રવીણ અને પ્રતિભાશાળી અભિનેત્રી વહીદા રહેમાનનો જન્મ સામાન્ય મુસ્લિમ પરિવારમાં થયો હતો. ચાર બહેનોમાં તેઓ સૌથી નાનાં હતાં. નાનપણમાં જ પિતાનું અવસાન થતાં વહીદાએ પરિવારના ગુજરાન માટે મદદરૂપ થવા ચલચિત્રોમાં કામ કરવાનું સ્વીકાર્યું. ભરતનાટ્યમની તાલીમ લીધી હોવાને કારણે…

વધુ વાંચો >

રાખી

રાખી (જ. 15 ઑગસ્ટ 1951, પદ્માનગર, હાલ બાંગ્લાદેશ) : ભારતીય અભિનેત્રી. પહેલાં બંગાળી અને પછી હિંદી ચિત્રોમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવીને સંવેદનશીલ અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થયેલાં રાખી 11 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાએ કોલકાતામાં તેમનાં એક સંબંધી અને અભિનેત્રી સંધ્યા રાય પાસે મોકલી દીધાં હતાં. સંધ્યાની સાથે સ્ટુડિયોમાં જતાં હોવાને કારણે…

વધુ વાંચો >

રાગિણી

રાગિણી (જ. 16 ઑક્ટોબર 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો અને ટી.વી. સીરિયલોની પ્રસિદ્ધ અભિનેત્રી. સંગીતકાર પિતા સુરેશ શાહ (સુરેશતલવાર સંગીતકાર જોડીમાંના એક) અને અભિનેત્રી માતા પુષ્પા શાહની પુત્રી અને રંગભૂમિ, ટી.વી.ની અભિનેત્રી ચિત્રા વ્યાસની બહેન રાગિણીએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ મુંબઈની મીઠીબાઈ અને નૅશનલ કૉલેજમાં કરેલો. કૉલેજના દિવસોમાં સંગીત…

વધુ વાંચો >

રાજ કપૂર

રાજ કપૂર (જ. 14 ડિસેમ્બર 1924, પેશાવર, હાલ પાકિસ્તાનમાં; અ. 2 જૂન 1988, દિલ્હી) : જાણીતા અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક. પૂરું નામ રણવીરરાજ કપૂર. પિતા : ખ્યાતનામ અભિનેતા પૃથ્વીરાજ કપૂર. અભિનય વારસામાં મેળવનાર રાજ કપૂર માત્ર એક અભિનેતા બની રહેવાને બદલે સમય જતાં નિર્માતા દિગ્દર્શક પણ બન્યા અને એવાં કથાનકોને પડદા…

વધુ વાંચો >

રાજકમલ કલામંદિર

રાજકમલ કલામંદિર : ભારતની અગ્રણી બહુભાષિક ચિત્રપટનિર્માણ-સંસ્થા. સ્થાપના : 1 નવેમ્બર 1942. સંસ્થાપક : વી. શાંતારામ. આ ચલચિત્ર-નિર્માણ-સંસ્થાએ તેની ચાર દાયકા ઉપરાંત- (1942–83)ની કારકિર્દી દરમિયાન આશરે પચાસ ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું, જેમાંથી 33 ચલચિત્રો હિંદી ભાષામાં (5 લઘુપટ), 10 ચલચિત્રો મરાઠી ભાષામાં, 1 અંગ્રેજી ભાષામાં, 1 તેલુગુ ભાષામાં અને 1…

વધુ વાંચો >

રાજકુમાર (1)

રાજકુમાર (1) (જ. 8 ઑક્ટોબર 1927, સિયાલકોટ, અત્યારે પાકિસ્તાનમાં; અ. 2 જુલાઈ 1996, મુંબઈ) : હિંદી ચલચિત્રોના અભિનેતા. જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં. પિતા જાગેશ્વરનાથ ધનરાજ પંડિત સેનામાં અધિકારી હતા. રાજકુમારનું જન્મનું નામ કુલભૂષણ હતું. ક્વેટા અને રાવલપિંડીમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં કર્યો. મુંબઈમાં માહિમ ઉપનગરમાં પોલીસ અધિકારી…

વધુ વાંચો >

રાજકુમાર (2)

રાજકુમાર (2) (જ. 1929, ગામ ગજનૂર, જિ. કૉઇમ્બતુર, કર્ણાટક) : કન્નડ ચિત્રોના અભિનેતા. મૂળ નામ : મુથુરાજ. કન્નડ ચિત્રોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ 1995માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક મેળવનાર ડૉ. રાજકુમારે અભિનય-કારકિર્દીનો પ્રારંભ રંગમંચથી કર્યો હતો. ચિત્રોમાં તેમણે 1954માં પ્રવેશ કર્યો હતો. તેમને નાટકોમાં કામ આપનાર નિર્માતા-દિગ્દર્શક ગુબ્બી વીરણ્ણાએ જ્યારે…

વધુ વાંચો >

રાજશ્રી પ્રોડક્શન્સ

રાજશ્રી પ્રોડક્શન્સ : ચલચિત્રનું નિર્માણ, વિતરણ અને પ્રદર્શન કરતી સંસ્થા. સ્થાપના રાજશ્રી પિક્ચર્સ પ્રા. લિ. તરીકે 15 ઑગસ્ટ 1947ના દિવસે. સ્થાપક : તારાચંદ બડજાત્યા. 1933માં ચિત્ર-ઉદ્યોગમાં આવીને ભારે સંઘર્ષ કર્યા બાદ પગ જમાવી શકેલા તારાચંદ બડજાત્યાએ ચિત્રના વિતરણ માટે ભારતભરમાં વિસ્તરી શકે એવા ઇરાદાથી રાજશ્રી પિક્ચર્સની સ્થાપના કરી હતી. 1950માં…

વધુ વાંચો >