ચલચિત્ર

અકાલેર સંધાને

અકાલેર સંધાને : 1981માં શ્રેષ્ઠ દિગ્દર્શન માટે ભારત સરકાર તરફથી પુરસ્કૃત બંગાળી ચલચિત્ર. કથા તથા દિગ્દર્શન : મૃણાલ સેન. મુખ્ય અભિનય : પહાડી સન્યાલ, સ્મિતા પાટિલ, શંભુ મિત્ર, તૃપ્તિ મિત્ર. 1943માં બંગાળમાં માનવસર્જિત ભીષણ દુષ્કાળના ઓળા પથરાયા હતા, જેમાં લાખો માનવો તથા પશુઓ કારમી રીતે મરણ પામેલાં. એ દુકાળની ફિલ્મ…

વધુ વાંચો >

અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ)

અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ) (જ. 9 સપ્ટેમ્બર 1967, અમૃતસર) : ફિલ્મ અભિનેતા. અક્ષયકુમારનું મૂળ નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. પણ ફિલ્મોમાં તે અક્ષયકુમારના નામે ઓળખાય છે. એમના પિતા હરિઓમ ભાટિયા અને માતા અરુણા ભાટીયા પંજાબી હિન્દુ છે. હરિઓમ ભાટિયા આર્મીમાં સર્વિસ કરતા હતા. અક્ષયકુમારનું બાળપણ દિલ્હીના ચાંદની ચોકમાં પસાર…

વધુ વાંચો >

અચ્ચ મિલઇ અચ્ચર મિલઇ

અચ્ચ મિલઇ અચ્ચર મિલઇ : 1984નો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ ફિલ્મ. કથા તથા દિગ્દર્શન : બાલચન્દ્રન. નિર્માતા : કવિથાલય પ્રોડક્શન્સ. મુખ્ય કલાકારો : સરિથા, રાજેશ, દેહલી ગણેશ, પવિત્રા, અહલ્યા, પ્રભાકર. થેનગોજન ફટાકડાની દુકાનમાં મજૂરી કરે છે. એનો બાપ બ્રહ્મનારાયણમ્ આંધળો હોવાથી, એ સ્વાતંત્ર્યસેનાની હોવા છતાં દીકરીની કમાણી પર જ…

વધુ વાંચો >

અછૂત કન્યા

અછૂત કન્યા (1936) : લોકપ્રિય હિન્દી ચલચિત્ર. કથા : હિમાંશુ રૉયની. દિગ્દર્શન : ફ્રેન્ઝ ઑસ્ટિન. મુખ્ય અભિનય : દેવિકારાણી અને અશોકકુમાર. નિર્માતા : બૉમ્બે ટૉકીઝ. હરિજન દુખિયાની પુત્રી કસ્તૂરી અને બ્રાહ્મણ મોહનલાલનો પુત્ર પ્રતાપ એકબીજાના પ્રેમમાં છે. ગામડાંના લોકો એનો વિરોધ કરે છે; એટલું જ નહિ, પણ બંનેના બાપ એકબીજા…

વધુ વાંચો >

અપુર સંસાર

અપુર સંસાર (1959) : બંગાળી ફિલ્મ. કથા : વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાય. પટકથા અને દિગ્દર્શન : સત્યજિત રાય. મુખ્ય અભિનય : સૌમિત્ર ચૅટરજી, શર્મિલા ટાગોર, સ્વપ્ન મુકરજી, આલોક ચક્રવર્તી. ‘અપરાજિત’ ફિલ્મ પછીની આ ફિલ્મમાં કથા આગળ વધે છે. અપુ કૉલેજમાં ભણે છે, રમતગમતમાં ભાગ લે છે અને નવલકથા પણ લખે છે. એના…

વધુ વાંચો >

અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન

અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન (જ. 27 ડિસેમ્બર 1965, ઇંદોર) : ફિલ્મ અભિનેતા. પ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાનનું સાચું નામ અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ઇંદોરમાં 26 ડિસેમ્બરના રોજ થયો હતો. એના પિતા સલીમખાન હિન્દી ફિલ્મોના એક જાણીતા સ્ક્રિન-પ્લે લેખક છે. સલમાનનાં માતા સુશીલા ચરક એક હિન્દુ હતાં…

વધુ વાંચો >

અબ્રાહમ, ગૅરાલ્ડ અર્નેસ્ટ હીલ

અબ્રાહમ, ગૅરાલ્ડ અર્નેસ્ટ હીલ (Abraham, Gerald Ernest Heal) [જ. 9 માર્ચ, 1904, ન્યૂપૉર્ટ, આઇલ ઑવ્ ટાઇટ, બ્રિટન; અ. 18 માર્ચ, 1988, મિડહર્સ્ટ, અંતિમ ક્રિયા ગીલ્ડફોર્ડ(Guildford)માં, રાખ વૈરી એબર્નો (Ebernoe)માં બ્રિટન] : સંગીતજ્ઞ, સંગીતવિવેચક તથા સંપાદક. રશિયન સંગીત અંગેની જાણકારી-જ્ઞાન માટે તેઓ ખાસ પંકાયા. પિતાનું નામ અર્નેસ્ટ અબ્રાહમ અને માતાનું નામ…

વધુ વાંચો >

અમૃતમંથન

અમૃતમંથન (1934) : મરાઠી અને હિન્દી ફિલ્મ. કથા : એન. એચ. આપટે; દિગ્દર્શક : વી. શાન્તારામ; નિર્માતા : પ્રભાત ફિલ્મ કંપની; મુખ્ય અદાકારો : નલિની તરખડ, શાન્તા આપટે, સુરેશબાબુ, ચન્દ્રમોહન. અવન્તીનો રાજા કાન્તિવર્મન સુધારાવાદી હતો. એણે દેવદેવીઓને રાજી કરવા અપાતા મનુષ્ય કે પશુના બલિ પર પ્રતિબંધ મૂક્યો, જેનો રાજગુરુ વિરોધ…

વધુ વાંચો >

અમેરિકન ચલચિત્ર

અમેરિકન ચલચિત્ર : 1889માં જ્યૉર્જ ઇસ્ટમૅન તથા હનીબલ ગુડવિનના સંયુક્ત પ્રયત્નોને પરિણામે પ્રથમ સેલ્યુલૉઇડની ફિલ્મ તૈયાર થઈ. 1 ફેબ્રુઆરી 1893ના રોજ વેસ્ટ ઑરેન્જમાં ટૉમસ એડિસને બ્લૅક મારિયા ફિલ્મનિર્માણગૃહ (સ્ટુડિયો) તૈયાર કર્યું, જે જગતનું પ્રથમ ફિલ્મનિર્માણગૃહ હતું. તેમાં શરૂઆતમાં નાની ફિલ્મ તૈયાર થવા લાગી. 1896થી વિટાસ્કોપની સહાય વડે અમેરિકામાં અનેક સ્થળે…

વધુ વાંચો >

અરવિન્દન્

અરવિન્દન્ (જ. 23 જાન્યુઆરી 1935, કોટ્ટાયમ, ત્રાવણકોર; અ. 15 માર્ચ 1991, ત્રિવેન્દ્રમ, કેરાલા) : કેરળના અગ્રણી ફિલ્મ-દિગ્દર્શક.  ચેન્નઈ ચિત્રશાળામાં ચિત્રકળાનો અભ્યાસ કરી, જાણીતા પત્રકાર ‘ચો’ના સાપ્તાહિક ‘તુગલખ’માં વ્યંગચિત્રકાર તરીકે જોડાયા. એમને જેટલી ચિત્રકળા પ્રિય હતી, તેટલું જ હિન્દુસ્તાની સંગીત પણ પ્રિય હતું. એમાં પણ શાસ્ત્રીય તાલીમ લઈને, કુશળતા પ્રાપ્ત કરેલી.…

વધુ વાંચો >