ચન્દ્રકાન્ત મહેતા
બુલ્લે શાહ
બુલ્લે શાહ (જ. 1680, પંડોક, પંજાબ; અ. 1758) : પંજાબી લેખક. તેઓ જાણીતા સૂફી સંત અને કવિ હતા. પંજાબી સૂફી કવિતાના એ અગ્રણી હતા. એમની કવિતામાં પરંપરાગત રહસ્યવાદ તથા આધુનિકતાનું સુખદ મિશ્રણ છે. એ સૂફી સંત એનાયત શાહના શિષ્ય અને સૂફીઓના કાદરી સંપ્રદાયના અનુયાયી હતા. આ વાત એમણે જ એમની…
વધુ વાંચો >બેડેકર, વિશ્રામ
બેડેકર, વિશ્રામ (જ. 13 ઑગસ્ટ 1906, અમરાવતી; અ. 30 ઑક્ટોબર 1998, પૂણે) : મરાઠી નવલકથાકાર, નાટ્યકાર તથા ફિલ્મનિર્માતા. એમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની ઉપાધિ મેળવી હતી. એમનું મરાઠી સાહિત્યને પ્રથમ પ્રદાન તે ‘બ્રહ્મકુમારી’ (1933) નાટક હતું. આ નાટક તેમણે માસ્ટર દીનાનાથની ‘બલવંત સંગીત નાટક મંડળી’ માટે લખ્યું હતું. એમાં…
વધુ વાંચો >બેન્દ્રે, દત્તાત્રય રામચંદ્ર
બેન્દ્રે, દત્તાત્રય રામચંદ્ર (જ. 1896, ધારવાડ, કર્ણાટક; અ. 1981) : કન્નડના અગ્રણી કવિ તથા સાહિત્યકાર. ઉત્કટ જ્ઞાનપિપાસા તેમને તેમના પૂર્વજો તરફથી વારસામાં મળી હતી. તેમના શિક્ષણનો પ્રારંભ પુણેમાં થયો અને 1918માં બી.એ. થયા પછી તેઓ ધારવાડ પરત આવી સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને સાથે સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો. તેમણે…
વધુ વાંચો >બેરળ, ગેંડોરેલ
બેરળ, ગેંડોરેલ (1904) : કન્નડ નાટ્ય કૃતિ. આધુનિક કન્નડ સાહિત્યના અગ્રગણ્ય નાટકકાર કુવલપ્પુ પુટપ્પા ( ) કૃત આ નાટકમાં તેમણે જડ રૂઢિગ્રસ્તતા અને અમાનુષી આચરણ સામે બુલંદ અવાજે આક્રોશ ઠાલવ્યો છે. નાટક 3 ર્દશ્યમાં વહેંચાયેલું છે. પહેલા ર્દશ્યનું નામ ‘ગુરુ’ રાખ્યું છે. બીજાનું ‘કર્મ’ અને ત્રીજાનું ‘યજ્ઞ’. મહાભારતની કથામાં એકલવ્યની…
વધુ વાંચો >બૅરિસ્ટર પાર્વતીસમ
બૅરિસ્ટર પાર્વતીસમ (1925) : તેલુગુ કૃતિ. જાણીતા તેલુગુ લેખક મોક્કાપટ્ટી નરસિંહશાસ્ત્રીની આ નવલકથા 1925માં પ્રગટ થયા પછી અત્યંત લોકપ્રિય થઈ. પરિણામે 1971માં એમાં 2 ભાગ ઉમેરાયા, એટલે એ કથાત્રયી બની. એ આંધ્રપ્રદેશના સામાન્ય યુવકની જીવનકથા છે. આંધ્રના મોગાલીતુર નરસપુર ગામનો યુવક વેન્નુટી પાર્વતીસમ પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં ઇંગ્લૅન્ડમાં એડિનબરોમાં અભ્યાસાર્થે જાય…
વધુ વાંચો >બોરકર, બાળકૃષ્ણ ભગવંત
બોરકર, બાળકૃષ્ણ ભગવંત (જ. 30 નવેમ્બર 1910, કુડચડે, ગોવા; અ. 1984) : મરાઠી કવિ અને નવલકથાકાર. એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધારવાડ ખાતે. 1928માં મેટ્રિક થયા બાદ પૉર્ટુગીઝ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજની પ્રમાણપત્ર પરીક્ષા 1929માં પાસ કરી. 1929–46 દરમિયાન જુદી જુદી શાળાઓમાં શિક્ષક તરીકે કામગીરી કરી. થોડાક સમય માટે તેમણે મુંબઈમાં…
વધુ વાંચો >બોવી, ભિમન્ના
બોવી, ભિમન્ના (જ. 1911, રાજોલ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. ગરીબ અને હરિજન પરિવારમાં એમનો જન્મ થયો હોવાને લીધે, એમને ડગલે ને પગલે વિટંબણા ભોગવવી પડેલી. કિશોરાવસ્થામાં એમણે કાવ્યલેખન શરૂ કરેલું. એમના પિતાની ઇચ્છા હતી કે એ મહાભારતની રચના કરે, પણ એમની ઇચ્છા પૂરી થઈ નહિ. એમણે જાતે…
વધુ વાંચો >બ્રહ્મવિવાહમ્
બ્રહ્મવિવાહમ્ (1876) : તેલુગુ હાસ્યપ્રધાન નાટ્યકૃતિ. તે ‘હાસ્યસંજીવની’માં હપતે હપતે પ્રગટ થયેલી. પેડ્ડય્યા તે નાટકનું મુખ્ય પાત્ર છે. ‘પેડ્ડય્યા’નો અર્થ તેલુગુ ભાષામાં ‘મોટો અથવા ઘરડો માણસ’ એવો થાય છે. પેડ્ડય્યાની ત્રીજી પત્નીનું પણ અવસાન થતાં તે ત્રણ વર્ષની છોકરી સાથે લગ્ન કરે છે. એનાં બીજાં પાત્રોમાં એનાં લોભી માતા-પિતા છે,…
વધુ વાંચો >ભટ, રમજાન
ભટ, રમજાન (જ. 1885, તા. બડગામ, કાશ્મીર; અ. 1917) : કાશ્મીરી લેખક. એમનાં જન્મ અને મૃત્યુનાં વર્ષ વિશે પણ કાશ્મીરી સાહિત્યના ઇતિહાસકારોએ એમનાં લખાણ પરથી અને બીજા સાહિત્યમાં એમના વિશેના ઉલ્લેખો પરથી અનુમાન કર્યું છે. એમની કાશ્મીરી સાહિત્યમાં અત્યંત લોકપ્રિય રચના ‘અકનંદૂન’ છે. આલોચકોએ તેને પ્રશિષ્ટ લેખી છે. એ રચના…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, વીરેન્દ્રકુમાર
ભટ્ટાચાર્ય, વીરેન્દ્રકુમાર (જ. 1928, દીના, જોરહાટ, જિ. શિવસાગર, આસામ) : અસમિયા લેખક. પિતા શચીનાથ ભટ્ટાચાર્ય ચાના બગીચામાં નોકરી કરતા હતા. જોરહાટ સરકારી શાળામાંથી 1941માં એમણે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને અનેક સ્કૉલરશિપો મેળવી. 1945માં કોટન કૉલેજમાંથી એમણે બી.એસસી.ની પદવી મેળવી. તે પછી કૉલકાતાનાં દૈનિકોમાં કામ કરતાં એમણે પત્રકારત્વની તાલીમ લીધી.…
વધુ વાંચો >