ચન્દ્રકાન્ત મહેતા

રથ, બલદેવ

રથ, બલદેવ (જ. 1789, આઠગડ, જિ. ગંજમ, ઓરિસા; અ. 1845) : ઊડિયા લેખક. શિક્ષણ આઠગડની શાળામાં. તેઓ બહુભાષાવિદ હતા. સંસ્કૃત, હિન્દી, બંગાળી તથા તેલુગુ ભાષાઓ પર તેમનો સારો કાબૂ હતો. 1935 પૂર્વે ઓરિસા રાજ્યનો ગંજમ જિલ્લો મદ્રાસ ઇલાકામાં હતો એથી તેઓ તેલુગુ ભાષા શીખેલા. એમણે અનેક ગીતો રચ્યાં છે. તેમણે…

વધુ વાંચો >

રન્ના

રન્ના (દસમી શતાબ્દી) : કન્નડ કવિ. મધ્યકાલીન કન્નડના ત્રણ મહાકવિઓમાં પંપ અને તથા પોન્ન પછી રન્નાનું સ્થાન આવે છે. એમણે એમની જીવનકથા ઘણા વિસ્તારથી લખી છે. એમને બે પત્નીઓ હતી : જાવિક અને શાંતિ. બે સંતાનો હતાં : પુત્ર રાય અને પુત્રી અતિમ્બે. અતિસેનાચાર્ય એમના ગુરુ હતા. શ્રવણ બેલગોડાના વિદ્યાકેન્દ્રમાં…

વધુ વાંચો >

રાની હબ્બાખાતૂન

રાની હબ્બાખાતૂન (1550-1597થી 1603 સુધીમાં, ચંદહાર, શ્રીનગર પાસે, કાશ્મીર) : કાશ્મીરી લેખિકા. 1550  સમય સંશોધકો અનુસાર બાહ્ય પ્રમાણોને આધારે 1597થી 1603 સુધીમાં માનવામાં આવે છે. શ્રીનગરથી આઠ માઇલ દૂર દક્ષિણમાં ચંદહારના એક ખેડૂત કુટુંબમાં જન્મ. પિતાનું નામ અબ્દુલ રાપર. બાળપણથી જ તેઓ તીવ્ર સ્મરણશક્તિ તથા પ્રખર બુદ્ધિમત્તા ધરાવતાં હતાં. મક્તબમાં…

વધુ વાંચો >

રામાયણચંપૂ

રામાયણચંપૂ : મલયાળમ કૃતિ. રચનાસાલ 1580. રચયિતા પૂનમ ચંપુતરિ. એમને વિશે એટલી જ માહિતી મળે છે કે એ કોષિકોડ્ડુના સામૂતિરિ રાજાઓના રાજકવિ હતા અને મલયાળમના ચંપૂ કાવ્યપ્રકારના પ્રણેતા હતા. ચંપૂ ગદ્યપદ્યમિશ્ર સાહિત્યપ્રકાર છે. એમનું રામાયણચંપૂ ‘કાવ્ય’ એ પ્રકારની પ્રથમ રચના છે અને એમણે અનેક ચંપૂઓની રચના કરી છે. એમણે ‘રામાયણચંપૂ’…

વધુ વાંચો >

રામાયણદર્શનમ્

રામાયણદર્શનમ્ : કન્નડ મહાકાવ્ય. 26  ડિસેમ્બર 1904ના રોજ જન્મેલા કન્નડ કવિ પુટપ્પા-રચિત આ મહાકાવ્ય 1936થી 1946 દરમિયાન રચાયેલું. એમને આ કૃતિ માટે સાહિત્ય અકાદમી તથા જ્ઞાનપીઠના પુરસ્કારો મળ્યા છે. એમણે વાલ્મીકિ રામાયણનો આધાર લીધો છે, પણ એમાં ઘણું ઉમેરણ – ઘણા ફેરફારો કર્યાં છે. ‘રામાયણદર્શનમ્’ કથનાત્મક ચિંતનપ્રધાન કાવ્ય છે. એ…

વધુ વાંચો >

વ્યંકટમખી

વ્યંકટમખી (જ. ?; અ. અનુમાને 17મી સદીનો અંત, તંજાવર) : દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રકાર. પિતાનું નામ ગોવિંદ દીક્ષિત તથા માતાનું નામ નાગમ્બા. પિતા નાયક વંશના અંતિમ શાસક વિજયરાઘવના દીવાન હતા. પંડિત વ્યંકટેશમખીની વિદ્વત્તાથી પ્રભાવિત થયેથી વિજયરાઘવે તેમને દરબારી ગાયકનું પદ બહાલ કર્યું હતું. પંડિત વ્યંકટમખીએ ‘ચતુર્દણ્ડિપ્રકાશિકા’ નામક સંગીતવિષયક ગ્રંથની…

વધુ વાંચો >