ચન્દ્રકાન્ત મહેતા

બાબા બુધસિંહ

બાબા બુધસિંહ (જ. 1878; અ. 1911, લાહોર) : પંજાબી લેખક. ત્રીજા શીખ ગુરુ અમરસિંહના વંશજ અને બાબા બેહમાસિંહના પુત્ર. પ્રાથમિક શિક્ષણ એમણે ફારસીમાં એક મસ્જિદમાં લીધું, અને માધ્યમિક શિક્ષણ મિશનરી શાળામાં લીધું હતું. ત્યાંથી જ મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. મૅટ્રિકની પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થયા પછી તેઓ પી. સી. કૉલેજ,…

વધુ વાંચો >

બામુલાયજા હોશિયાર

બામુલાયજા હોશિયાર (1976) : પંજાબી ચર્ચાસ્પદ લેખક નરેન્દ્રપાલસિંહની નવલકથા. તેણે ઘણો ઊહાપોહ જગાવ્યો હતો. એક તરફ અશ્લીલતા તથા અમુક ધાર્મિક કોમની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા અને ભાવના પર પ્રહાર કરીને, કોમી રમખાણ જગાવે એવી ગણાવી પંજાબની સરકારે એની પર પ્રતિબંધ મૂક્યો હતો, તો બીજી તરફ કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ એને 1976ની…

વધુ વાંચો >

બારદોલાઈ, રજનીકાન્ત

બારદોલાઈ, રજનીકાન્ત (જ. 1867; અ. 1939) : અસમિયા ભાષાના નવલકથાના પ્રારંભિક લેખક. એમણે આસામી નવલકથાનું સ્વરૂપ-ઘડતર કર્યું. 1889માં બી.એ.ની પરીક્ષા પાસ કરીને તેઓ સરકારી નોકરીમાં જોડાયા. શરૂઆત નાયબ કલેક્ટરથી કરી. ધીમે ધીમે તેઓ નાયબ કમિશનરને પદે પહોંચ્યા. 1918માં તેઓ નિવૃત્ત થયા. જ્યારે ભારતીય સંસ્કાર અને પશ્ચિમના સંસ્કારો વચ્ચે ઘર્ષણ થતું…

વધુ વાંચો >

બાલનપ્રભુ વ્યંકટેશ્વર

બાલનપ્રભુ વ્યંકટેશ્વર (જ. 1880; અ. 1971) – વેલોટી વ્યંકટેશ્વરન્ (જ. 1882; અ. 1951) : તેલુગુ લેખકો. આ બંને લેખકોનો જન્મ કાકીનાડા(આંધ્રપ્રદેશ)માં થયો અને શાળામાં સાથે ભણતા હતા ત્યારની મૈત્રી હતી અને તે અંત સુધી ટકી રહી. એટલું જ નહિ, પણ બંનેએ સહિયારું સાહિત્યસર્જન કર્યું. કાકીનાડા દેશી રાજ્ય હતું અને રાજાએ…

વધુ વાંચો >

બાલામણિ અમ્મા

બાલામણિ અમ્મા (જ. 1909, તિરુવંતપુરમ, કેરળ; અ. 1992) : મલયાળમ લેખિકા. એમણે શાળાનું શિક્ષણ લીધું નથી. પરંતુ ઘરમાં જ સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો. મલયાળમ પણ એમના નાના નલપ્પા મલયાળમના જાણીતા કવિ મેનન પાસેથી શીખ્યા અને કિશોરાવસ્થામાં જ મલયાળમ પર પ્રભુત્વ મેળવ્યું. ઘરમાં બેઠાં બેઠાં એમના નાનાએ એમને જાતજાતનું વાચન…

વધુ વાંચો >

બાવા, બળવંતસિંહ

બાવા, બળવંતસિંહ (જ. 1915)  : પંજાબી લેખક. એમનું મૂળ નામ મંગલસેન. એમણે તખલ્લુસ બળવંતસિંહ રાખ્યું. એમણે પરંપરાગત મહાજની લિપિનો ઊંડો અભ્યાસ કર્યો અને મુનીમનું કામ શીખી લીધું. એમણે રીતસરનું શાળાનું શિક્ષણ લીધું નહોતું; પણ એમના પિતાએ એમને હિન્દી, ઉર્દૂ અને ફારસી શીખવ્યું. એમણે આજીવિકા માટે જાતજાતનાં કામો કર્યાં. એમણે ઉર્દૂમાં…

વધુ વાંચો >

બાંકા ઓ સીધા

બાંકા ઓ સીધા (1960) : ઊડિયા કૃતિ. સ્વાતંત્ર્યોત્તરકાળના ખ્યાતનામ ઊડિયા કવિ ગોદાવરીશ મહાપાત્ર(1898–1965)ના આ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમીએ 1966ની શ્રેષ્ઠ ઊડિયા કૃતિ તરીકે પસંદ કરી પુરસ્કાર આપ્યો હતો. આ સંગ્રહનું ‘બાંકા ઓ સીધા’ (વાંકા અને સીધા) નામ ઘણું સૂચક છે. એમાં રાજકારણમાં પડેલા ભ્રષ્ટાચારી, કાળાંબજાર કરનારા ધનવાનો, સરકારી નાનામોટા કર્મચારીઓ, વેપારીઓ…

વધુ વાંચો >

બિયાનામ

બિયાનામ : આસામનાં લગ્નગીતો. આસામમાં લગ્નની જુદી જુદી વિધિ પ્રમાણે ગાવાનાં ગીતો. એ બિયાનામમાં વિધિ પ્રમાણે જુદા જુદાં ગીતો હોય છે. એમાં લગ્નપૂર્વેથી વિધિના સમાપન સુધીનાં ગીતોનો સમાવેશ થાય છે. વરપક્ષ અને કન્યાપક્ષ બંને ઠેકાણે ગવાતાં ગીતોને બિયાનામ કહેવાય છે. લગ્નપૂર્વે ગવાતાં ગીતમાં કન્યાનાં ઘરનાં વખાણ હોય છે. કન્યાપક્ષ તરફથી…

વધુ વાંચો >

બુચ્ચિબાબુ

બુચ્ચિબાબુ (જ. 1916, ગંતૂર; અ. 1967) : તેલુગુના લોકપ્રિય નવલકથાકાર તથા નવલિકાકાર. ‘બુચ્ચિબાબુ’ એમનું તખલ્લુસ હતું. એમનું મૂળ નામ શિવરાજુ વ્યંકટ સુબારાવ હતું. તેઓ મધ્યમ વર્ગના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા, અને એમનું શિક્ષણ ગંતૂર અને ચેન્નાઈમાં થયું હતું. તેઓ અંગ્રેજી સાહિત્યના વિષયમાં એમ.એ. થયા હતા તથા અનંતપુર અને વિશાખાપટ્ટનમની કૉલેજોમાં…

વધુ વાંચો >

બુનબુન (લછમન રૈના)

બુનબુન (લછમન રૈના) (જ. 1812; અ. 1884) : કાશ્મીરી લેખક.  ફારસી મહાકાવ્ય ‘શાહનામા’નું ‘સમનામા’ નામે કાશ્મીરીમાં રૂપાંતર કરનાર ‘બુનબુન’ (તખલ્લુસ) કાશ્મીરી સાહિત્યના અગ્રગણ્ય કવિ છે. રૂપાંતર કરતાં, એમણે મૂળ ફારસીના માળખાનું એવું પરિવર્તન કર્યું છે, કે એ કાવ્ય પૂર્ણાંશે કાશ્મીરી લાગે. પાત્રોનાં નામો, સ્થળવર્ણનો, અલંકારો, રીતરિવાજો અને સમગ્ર વાતાવરણ કાશ્મીરનું…

વધુ વાંચો >