ચન્દ્રકાન્ત મહેતા

નંદા ઈશ્વરચન્દર

નંદા, ઈશ્વરચન્દર (જ. 1892; લાહોર; અ. 1972) : પંજાબી નાટ્યકાર. શિક્ષણ બી.એ. સુધી લાહોરની ડી.એ.વી. કૉલેજમાં. નાનપણથી નાટકો  વાંચવાનો અને જોવાનો શોખ. નાટ્યશાસ્ત્રનો ગહન અભ્યાસ કરી, એમણે નાટકો લખવા માંડ્યાં. એમની પૂર્વે પંજાબી સાહિત્યમાં નાટ્યસાહિત્ય નહિવત્ હતું. એથી એમને પંજાબી નાટ્યસાહિત્યના જન્મદાતા માનવામાં આવ્યા છે. એમણે 1913માં પ્રથમ નાટક ‘દુલ્હન’…

વધુ વાંચો >

નંપુતિરિ, પૂનમ

નંપુતિરિ, પૂનમ (જ. 1540; અ. 1625) : મલયાળમ લેખક. મલયાળમમાં પ્રસિદ્ધ ચંપૂકાવ્યોની શરૂઆત કરનારા કવિ. એ કોષિક્કોડના સામુતિરી રાજાઓના રાજકવિ હતા તથા તત્કાલીન કવિઓ દ્વારા રાજાની પ્રશસ્તિનાં કાવ્યોનું પણ એમણે સંકલન કર્યું હતું. એમની મુખ્ય કૃતિ ‘ભાષા રામાયણ ચંપૂ’ છે. ‘ભારતમ્’, ‘કામદહનમ્’, ‘પારિજાતહરણમ્’ આદિ એમનાં ચંપૂકાવ્યો છે. તે પૌરાણિક કથાઓ…

વધુ વાંચો >

નંપુનરિ, વિષ્ણુનારાયણ

નંપુનરિ, વિષ્ણુનારાયણ (જ. 2 જૂન 1939, તિરુવક્કલ, કેરળ) : મલયાળમ કવિ. એમના દાદા સંસ્કૃતના પંડિત હતા. એટલે શાળાના ભણતર સાથે સાથે દાદા પાસેથી પણ સંસ્કૃતનું અધ્યયન કરતા રહ્યા. તે પછી કૉલેજમાં ઐચ્છિક વિષય અંગ્રેજી લઈ બી.એ.માં પ્રથમ વર્ગમાં અને એમ.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા ને તરત જ જે કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

નાગચન્દ્ર (અગિયારમી શતાબ્દી)

નાગચન્દ્ર (અગિયારમી શતાબ્દી) : કન્નડ લેખક. એમણે રામચન્દ્રચરિત પુરાણ લખ્યું છે, જે ‘પંપ રામાયણ’ના તથા ‘મલ્લિનાથ પુરાણ’ના નામથી ઓળખાય છે. આ બંને કૃતિઓ ચંપૂ શૈલીમાં રચાઈ છે. ‘રામચન્દ્રચરિત પુરાણ’ 16 આશ્વાસમાં લખાઈ છે. એમાં 2343 કડીઓ છે, જ્યારે ‘મલ્લિનાથ પુરાણ’માં 14 આશ્વાસ છે અને 1471 કડીઓ છે. એમની કૃતિની શરૂઆતમાં…

વધુ વાંચો >

નાટ્યશાસ્ત્રમુ

નાટ્યશાસ્ત્રમુ (1960) : તેલુગુ નાટ્યવિવેચના. પોનંગી શ્રીરામ અપ્પારવુકૃત ‘નાટ્યશાસ્ત્રમુ’ એ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પર વિસ્તૃત ભાષ્યનો ગ્રંથ છે, એમાં એમણે નાટ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખી ભરતના ગ્રંથની ઉપર તો ટિપ્પણી કરી જ છે; પરંતુ સંગીત નૃત્ય, નાટક, અભિનય, રસસિદ્ધાંત ઇત્યાદિ વિશે અન્ય પુસ્તકોમાં આપેલી એ વિષયોની ચર્ચા જોડે ભરતનાં મંતવ્યોની તુલના કરી છે.…

વધુ વાંચો >

નાદિમ, દીનાનાથ

નાદિમ, દીનાનાથ (જ. 1916, શ્રીનગર; અ. 1988) : કાશ્મીરી લેખક. આ સદીના શ્રેષ્ઠ કાશ્મીરી કવિ. ઘરની સ્થિતિ સારી ન હોવાથી નોકરી કરતાં કરતાં ભણ્યા. કૉલેજમાં હતા ત્યારે ક્રાન્તિકારી દળમાં જોડાયેલા. લડતમાં એમનાં રાષ્ટ્રપ્રેમનાં કાવ્યો ખૂબ લોકપ્રિય થયેલાં અને એ માટે એમની ધરપકડ પણ થયેલી; તેથી કૉલેજ છોડવી પડી. પછી બહારથી…

વધુ વાંચો >

નાનકદેવ, ગુરુ

નાનકદેવ, ગુરુ (જ. 15 એપ્રિલ 1469, તલવંડી, પાકિસ્તાન; અ. 22 સપ્ટેમ્બર 1539, કરતારપુર) : શીખ ધર્મના સ્થાપક. પિતા કાલૂચંદ બેદી અને માતા તૃપતાજી. ઈ. સ. 1475માં ગોપાલ પંડિત પાસે હિન્દી, 1478માં બ્રિજલાલ પંડિત પાસે સંસ્કૃત તથા 1482માં મૌલવી કુતબુદ્દીન પાસે ફારસી ભણવા માટે તેમને મોકલ્યા. પરંતુ નાનકનું મન અક્ષરજ્ઞાનમાં લાગ્યું…

વધુ વાંચો >

નાનકસિંહ

નાનકસિંહ (જ. 4 જુલાઈ, 1897, અક્કહમીદ, જિ. જેલમ; અ. 28 ડિસેમ્બર, 1971, પંજાબ) : પંજાબી નવલકથાકાર. પંજાબીમાં આધુનિક કથાસાહિત્યના પ્રવર્તક નાનકસિંહ છે. એમને નવલકથાલેખનની પ્રેરણા પ્રેમચંદજી પાસેથી મળી હતી. એમનો લેખનસમય 1927 થી શરૂ થાય છે. એમની પહેલી વાર્તા ‘રખડી’ (રાખડી) અને પહેલી નવલકથા ‘મતરેઈમા’ (સાવકી મા) હતી. તેમનો લેખનકાળ…

વધુ વાંચો >

નાનકી, ગુલામરસૂલ

નાનકી, ગુલામરસૂલ (જ. 1900, શ્રીનગર) : કાશ્મીરી લેખક. માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ શ્રીનગરમાં. મૅટ્રિક થઈ શાળા છોડી અને ત્યાં જ શિક્ષણવિભાગમાં શિક્ષકની નોકરી સ્વીકારી. તે પછી ત્યાં જ કૉલેજમાં પ્રવેશ લઈ અંગ્રેજી સાહિત્યનો વિષય લઈને બી.એ. થયા. ત્યાંના શિક્ષણવિભાગ તરફથી પ્રગટ થતા ‘તૈલિમી નાદીદ’ સામયિકનું તંત્રીપદ એમણે સ્વીકાર્યું. 1948માં આકાશવાણીમાં…

વધુ વાંચો >

નામઘોષા

નામઘોષા : અસમિયા કાવ્યકૃતિ. મધ્યકાલીન વૈષ્ણવકવિ માધવદેવનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ. માધવદેવની સાહિત્યિક ઉપલબ્ધિનો ચરમોત્કર્ષ આ કૃતિમાં જોવા મળે છે. આસામના વૈષ્ણવ સાહિત્યના ચાર મહાગ્રંથોમાં એનું સ્થાન દ્વિતીય છે. માધવદેવનાં શાસ્ત્રજ્ઞાન, પાંડિત્ય, કાવ્યશક્તિ ઇત્યાદિનો પૂર્ણ પરિચય આ ગ્રંથમાં મળે છે. આ ગ્રંથ પૂર્ણાંશે મૌલિક નથી. એમાંનાં 1000 પદોમાંથી 600 પદો સંસ્કૃત શ્લોકોનો…

વધુ વાંચો >