ચન્દ્રકાન્ત મહેતા

દિગંબર કવિતા

દિગંબર કવિતા : આધુનિક ક્રાંતિકારી તેલુગુ કવિતા. પૂર્વનિશ્ચિત જીવનમૂલ્યોનો અસ્વીકાર કરીને સમગ્ર પ્રાચીનતાને ફગાવીને, નવા જીવનબોધનું મૂલ્યાંકન, દિગંબરપણે કશાય મુખવટા સિવાય કરવાના આશયથી આંધ્રના કેટલાક કવિઓએ દિગંબર પંથની સ્થાપના કરી. એ કવિઓમાં મુખ્ય હતા નગ્નમુનિ નિખિલેશ્વર, જ્વાલામુખી, ચેરખંડ રાજુ, ભૈરવપ્પા તથા મહાસ્વપ્ન. એમણે એમના નામથી નવો સંવત્સર ચલાવ્યો. ઋતુઓ અને…

વધુ વાંચો >

દુગ્ગલ, કર્તારસિંહ

દુગ્ગલ, કર્તારસિંહ [જ. 1 માર્ચ 1917, ધમીઅલ, જિ. રાવલપિંડી, (હવે પાકિસ્તાનમાં); અ. 26 જાન્યુઆરી 2012] : પંજાબી સાહિત્યકાર. ટૂંકી વાર્તા, નવલકથા, નાટક અને અનુવાદના ક્ષેત્રે વિશિષ્ટ સર્જન. બી.એ. (ઑનર્સ) પંજાબી સાહિત્યમાં અને એમ.એ. ની ઉપાધિ અંગ્રેજી સાહિત્યમાં પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. પ્રકાશનગૃહના મુખ્ય સંપાદક બન્યા તે પહેલાં ઑલ ઇન્ડિયા રેડિયોમાં…

વધુ વાંચો >

દુહુ

દુહુ : પ્રાચીન તમિળ છંદ. એમાં 2, 4 અને 12 માત્રાની દોઢ પંક્તિઓ હોય છે. ઈસવી સનની બીજી કે ત્રીજી સદીમાં તિરુવલ્લુવરે રચેલો ગ્રંથ તિરુક્કુરળ એ છંદમાં રચાયો છે. એ છંદનું અન્ય નામ વેણ્વા છે. તિરુક્કુરળમાંએ છંદના 1330 દુહુ છે. તિરુતક્કદૈવરનું મહાકાવ્ય ’જિવગ ચિંતામણિ’ પણ આ છંદમાં રચાયું છે. આદિકાળ…

વધુ વાંચો >

દેવસેન, નવનીતા

દેવસેન, નવનીતા (જ. 13 જાન્યુઆરી 1938, કૉલકાતા) : બંગાળી લેખિકા. કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી તથા બંગાળી વિષય લઈને એમ.એ. થયાં અને યુનિવર્સિટીમાં પ્રથમ આવી સુવર્ણચંદ્રક મેળવ્યો. વધુ અભ્યાસ માટે અમેરિકા ગયાં, અને ત્યાં ઇન્ડિયાના યુનિવર્સિટીમાં 1963માં તુલનાત્મક સાહિત્ય પર શોધપ્રબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તે પછી તેમણે સ્નાતકોત્તર ફેલો તરીકે 1964–66…

વધુ વાંચો >

દે, વિષ્ણુ

દે, વિષ્ણુ (જ. 18 જુલાઈ 1909, કૉલકાતા; અ. 3 ડિસેમ્બર 1982, કૉલકાતા) : કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તથા જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બંગાળી કવિ. માધ્યમિક શિક્ષણ કૉલકાતાની સંસ્કૃત કૉલેજિએટ સ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ કૉલકાતાની સેંટ પોલ કૉલેજમાં. કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય વિષય લઈને એમ.એ થયા. 1935માં કૉલકાતાની રિપન કૉલેજમાં અંગ્રેજીના…

વધુ વાંચો >

દેશ

દેશ (1933) : બંગાળી સામયિક. હાલ તેના તંત્રી હર્ષ દત્ત છે. 1930માં નવોદિત બંગાળી લેખકોને પ્રોત્સાહિત કરે એવું માસિક ‘કલ્લોલ’ બંધ પડી ગયું હતું. ‘સબુજ પત્ર’ પણ ડચકાં ખાતું હતું. ‘પ્રવાસી’ લબ્ધપ્રતિષ્ઠ લેખકોનું મુખપત્ર હતું. એથી નવોદિત લેખકોને પ્રોત્સાહિત કરે એવા કોઈ સામયિકની આવશ્યકતા જણાઈ. બંગાળના વધુમાં વધુ ફેલાવાવાળા દૈનિકપત્ર…

વધુ વાંચો >

દેશિંગ, વિનાયકમ્ પિલ્લે

દેશિંગ, વિનાયકમ્ પિલ્લે (જ. 27 જુલાઈ 1876, કન્યાકુમારી; અ. 26 સપ્ટેમ્બર 1954) : તમિળ લેખક. આધુનિક તમિળ સાહિત્યના અગ્રગણ્ય કવિ. વતન તેરુરમાં પ્રાથમિક શિક્ષણ ને કોટ્ટારુમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે પછી તિરુવનંતપુરમમાં તમિળ અને સંસ્કૃતના વિદ્વાન પંડિત શાંતલિંગ તંપિરાન પાસે પ્રાચીન તમિળ ગ્રંથો તથા સંસ્કૃતનું અધ્યયન કર્યું. તિરુવનંતપુરમમાં પહેલાં શાળાશિક્ષક…

વધુ વાંચો >

દેહવિચારગીત

દેહવિચારગીત : અસમિયા આધ્યાત્મિક ગીત. વેરાગી ભક્તો, એકતારા પર દેહની નશ્વરતાનાં, જગતના મિથ્યાત્વનાં, આત્માપરમાત્માની એકતાનાં ભટકતાં ભટકતાં જે ગીતો ગાતાં હોય છે તે. એ ગીતોમાં મોહમાયામાંથી મુક્ત થવાનું કહેવામાં આવે છે અને પરમાત્માને માટેનું માર્ગદર્શન હોય છે. એ ગીતોમાં વર્ણમાધુર્યને કારણે આધ્યાત્મિક તથ્યો સરળતાથી સમજાય એવી રીતે કહેવાયાં હોય છે.…

વધુ વાંચો >

દોદ દગ

દોદ દગ : અખ્તર મોહ્યુદ્દીનની આધુનિક કાશ્મીરી નવલકથા. ‘દોદ દગ’માં ભારતવિભાજન અને કાશ્મીરના પણ પાકિસ્તાની આક્રમણને કારણે ભાગલા પડ્યા તેના પરિણામે  કાશ્મીરી પ્રજાનું જીવન કેવું વેરવિખેર થઈ ગયું તથા કાશ્મીરી પરિવારોમાં જે નવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તેનું સચોટ બયાન એક પરિવારને કેન્દ્રમાં રાખીને અપાયું છે. નવલકથામાં એમણે રાજકારણને પ્રજાદ્રોહી ગણાવ્યું…

વધુ વાંચો >

દ્યાવાપૃથ્વી (1957)

દ્યાવાપૃથ્વી (1957) : કન્નડ કાવ્યસંગ્રહ. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ‘પદ્મશ્રી’ (1961માં) કન્નડ લેખક વિનાયક ગોકાકની આ રચનાને સાહિત્ય એકૅડેમીના 1960ના વર્ષની શ્રેષ્ઠ કન્નડ કૃતિ તરીકે પુરસ્કાર આપવામાં આવેલો. એમના પાંચ કાવ્યસંગ્રહોમાં આ એમનો અંતિમ તથા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ છે. ‘દ્યાવાપૃથ્વી’માં એના નામ પ્રમાણે પૃથ્વી તથા આકાશનાં સૌમ્ય, રૌદ્ર, લઘુ તેમજ વિરાટ સ્વરૂપોમાં…

વધુ વાંચો >