કે. કા. શાસ્ત્રી

આભીર (પ્રદેશ)

આભીર (પ્રદેશ) : આભીરોની વસ્તીવાળો પ્રદેશ. રામાયણ-કિષ્કિંધાકાંડમાં સૌરાષ્ટ્રની નજીક ‘શૂરાભીર’ પ્રદેશ સૂચવાયો છે. મહાભારતના ભીષ્મપર્વમાં ‘વાહીક’ અને ‘વાટધાન’ પ્રદેશ પછી ‘આભીર’ કહ્યો છે. રામાયણમાં પણ ‘વાલ્હીક’(વાહીક)નું સામીપ્ય છે જ. ‘શૂદ્રાભીર’ કહેલ છે તે ‘શૂરાભીર’ છે. મહાભારતના મૌશલ પર્વમાં જણાવ્યા પ્રમાણે અર્જુન જ્યારે દ્વારકાના વિનાશ પછી યાદવ સ્ત્રીઓને લઈને પંચનદના પ્રદેશમાંથી…

વધુ વાંચો >

આરુણિ ઉદ્દાલક

આરુણિ ઉદ્દાલક : ઉપનિષદોમાં ઉલ્લેખ પામેલ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા અરુણિ ઋષિનો પુત્ર અને ધૌમ્ય ઋષિનો શિષ્ય. અરુણિનો પુત્ર હોવાથી ‘આરુણિ’ તરીકે સંબોધાતો. આરુણિને સમાજિક વિધિ-નિષેધોના પ્રવર્તક માનવામાં આવે છે. બ્રહ્મવિદ્યા પર એનો વિશેષ અધિકાર હતો. ગુરુને ત્યાં એ વિદ્યાર્થી અવસ્થામાં રહેતો હતો ત્યારે એક સમયે ગુરુએ આજ્ઞા કરી કે…

વધુ વાંચો >

ઇન્દ્રપ્રસ્થ

ઇન્દ્રપ્રસ્થ : મહાભારતકાળમાં પાંડવો માટે નવી સ્થપાયેલી રાજધાની. મહાભારતના આદિપર્વમાં જણાવ્યા પ્રમાણે લાક્ષાગૃહમાંથી વિદુરની યુક્તિથી છટકી ગયેલા પાંડવો છૂપી રીતે ‘દ્રૌપદીનો સ્વયંવર થવાનો છે’ તેવું સાંભળી એમાં ભાગ લેવા મિથિલા ગયા ને દ્રૌપદીને પામ્યા. એ સમાચાર મળતાં ધૃતરાષ્ટ્રે એમને તેડાવી અને કૌરવો અને પાંડવો વચ્ચે કલહ આગળ ન વધે એ…

વધુ વાંચો >

ઉદ્ધવ

ઉદ્ધવ (ઈ.સ. 1544ના અરસામાં હયાત) : પાટણ(ઉ.ગુ.)ના આખ્યાનકાર ભાલણનો પુત્ર. તેને નામે બે કાવ્ય (1) રામાયણ (સુંદરકાંડ સુધી) અને (2) બભ્રૂવાહન આખ્યાન જાણવામાં આવેલાં છે. આમાંનું પહેલું કાવ્ય હરગોવિંદદાસ ગો. કાંટાવાળાએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા), અમદાવાદ તરફથી છપાવેલું, જ્યારે બીજું કાવ્ય અપ્રસિદ્ધ છે અને અત્યારે ભો. જે. વિદ્યાભવન(અમદાવાદ)ના હ.…

વધુ વાંચો >

એકલિંગજી

એકલિંગજી : મેવાડના રજપૂતોના કુળદેવ ગણાતા મહાદેવ. મેવાડ-રાજસ્થાનમાં ઉદેપુરથી નાથદ્વારા તરફ પહાડી ઉપરથી પસાર થતાં 21 કિમી.ના અંતરે માર્ગમાં ‘એકલિંગજી’ સંજ્ઞાક ભગવાન શંકરનું ચતુર્મુખ લિંગ જેમાં છે તેવું શિવાલય આવે છે. ત્યાં એક નાનું કિલ્લેબંધ ગામ જ એ સંજ્ઞાથી વસી ગયું છે, જેને ‘એકલિંગગઢ’ કહેવામાં આવે છે. બે પહાડીઓના અંતરાલમાં…

વધુ વાંચો >

કકુત્સ્થ (પૌરાણિક ઇતિહાસ)

કકુત્સ્થ (પૌરાણિક ઇતિહાસ) : સૂર્યવંશના મનુવૈવસ્વતના પુત્ર ઇક્ષ્વાકુનો પૌત્ર. એનો પિતા વિકુક્ષિ અપરનામ શશાદ ઇક્ષ્વાકુનો જ્યેષ્ઠ પુત્ર હતો. આડિબક અસુર સાથેના યુદ્ધમાં ઇન્દ્રે તેની સહાય લીધેલી. વૃષભરૂપધારી ઇન્દ્રની ખાંધે બેસી તેણે આડિબકને પરાજિત કર્યો એથી એ કકુત્સ્થ (કકુદ્ + સ્થ = ખાંધ પર બેઠેલો) નામે ઓળખાયો. એનાં બીજાં બે નામ…

વધુ વાંચો >

કચ્છ

કચ્છ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. કાચબા જેવા તેના આકારને કારણે અથવા કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું છે. આભીર કે આહીરોના વસવાટને કારણે તેને આભીરિયા કે આબીરિયા નામ પણ મળેલું છે. આ બંને નામો ત્રીજી-ચોથી સદી સુધી પ્રચલિત હતાં. પ્રાચીન કાળથી એક અને…

વધુ વાંચો >

કાઝી શાસકો

કાઝી શાસકો (માંગરોળ સોરઠના) : માંગરોળ અને તેની આસપાસના પ્રદેશના કાઝી કુળના રાજકર્તાઓ. ફીરોઝ તઘલખે ગુજરાતના સરનશીન તરીકે ઝફરખાન ગુજરાતીની 1371માં નિયુક્તિ કરી. 1375માં ઇઝ્-ઉદ્-દીન અને સૈયદ સિકંદરની રાહદારી નીચે સૌરાષ્ટ્રના દક્ષિણ વિભાગનો કબજો મેળવવા લશ્કર મોકલ્યું હતું. તેમની સાથે એક જલાલુદ્દીન કાઝી માંગરોળમાં આવી વસેલો. આ પછી એમના વંશજોમાંથી…

વધુ વાંચો >

કાઠી

કાઠી : સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતી એક જાતિ. તેના ઉપરથી પ્રદેશનું નામાભિધાન ‘કાઠિયાવાડ’ એવું થયું. મુખ્યત્વે મધ્ય સૌરાષ્ટ્રમાં છેલ્લાં ચારસોક વર્ષથી વિકસેલી આ કાંટિયાવરણ પ્રજા ઘણું કરી મુસ્લિમોના આક્રમણને કારણે મધ્ય એશિયામાંથી નીકળી આવીને રાજસ્થાન અને કચ્છમાં આવી, ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવી એવું માનવામાં આવે છે. મૂળમાં આ ગૌરાંગ પ્રજા છે અને સૌરાષ્ટ્રમાં…

વધુ વાંચો >

કાંકરોલી

કાંકરોલી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ. તે 25o 03′ ઉ. અ. અને 73o 58′ પૂ. રે. પર આવેલું છે. ભારતના રાજસ્થાન રાજ્યમાં રાજસમંદ જિલ્લામાં ઉદેપુરથી એકલિંગજીને રસ્તે ઉત્તરમાં આગળ વધતાં નાથદ્વારા અને ત્યાંથી આગળ ચારભુજાજીને રસ્તે 17 કિમી.ના અંતરે રાણા રાયસિંહજીએ બંધાવેલા રાજસમંદ સરોવરના દક્ષિણ તટ ઉપર આવેલું વૈષ્ણવ…

વધુ વાંચો >