કૃષ્ણવદન જેટલી
ઑલ ફૉર લવ (ઓર ‘ધ વર્લ્ડ વેલ લૉસ્ટ’) (1678)
ઑલ ફૉર લવ (ઓર ‘ધ વર્લ્ડ વેલ લૉસ્ટ’) (1678) : શેક્સપિયરના ‘એન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા’ની વસ્તુ પર આધારિત અંગ્રેજ લેખક જૉન ડ્રાયડન લિખિત ‘હિરોઇક’ પ્રકારનું કરુણ નાટક. આ નાટકમાં અનુપ્રાસવાળી રચના(rhyme)નું વળગણ દૂર કરી લેખકે બ્લક વર્સનો પ્રયોગ કર્યો છે. ડ્રાયડનનું શ્રેષ્ઠ ગણાયેલું આ નાટક વારંવાર ભજવાયું છે. તેમાં સમય, સ્થળ…
વધુ વાંચો >ઓલિમ્પિક હૉલ, ટોક્યો
ઓલિમ્પિક હૉલ, ટોક્યો : અઢારમા ઓલિમ્પિક રમતોત્સવ પ્રસંગે બાંધવામાં આવેલો દુનિયાનો સૌથી મોટો જિમ્નેશિયમ હૉલ. જાપાનના પાટનગર ટોક્યોમાં અઢારમો ઓલિમ્પિક રમતોત્સવ 1964માં ઊજવાયો. એશિયા ખંડમાં આ ઉત્સવ પ્રથમ વાર જ ઊજવાયો હતો. આ ઉત્સવમાં 94 દેશોના 5,541 ખેલાડીઓએ (જેમાં 700 સ્ત્રી-ખેલાડીઓ હતી) ભાગ લીધો હતો. રમતગમત વગેરેના 162 પ્રસંગો યોજાયા…
વધુ વાંચો >‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ (1952)
‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ (1952) : અર્નેસ્ટ મિલર હેમિંગ્વેની વિશ્વસાહિત્યમાં સ્થાન પામેલી અમેરિકન ટૂંકી નવલકથા. આ નવલકથાનો નાયક સાન્તિઆગો ક્યૂબાનો વૃદ્ધ પણ ખડતલ અને ખુમારીવાળો માછીમાર છે. તેના સાથી તરીકે મેનોલિન નામનો એક ક્યૂબન છોકરો છે. આ નવલકથા સમુદ્ર અને માછલીઓ જેવાં પ્રાકૃતિક પરિબળો સામે માનવનો તુમુલ સંઘર્ષ અને…
વધુ વાંચો >ઓવેન, વિલ્ફ્રેડ એડ્વર્ડ સાલ્ટર
ઓવેન, વિલ્ફ્રેડ એડ્વર્ડ સાલ્ટર (જ. 18 માર્ચ 1893, ઑસ્વેસ્ટ્રી, શ્રૉપશાયર; અ. 4 નવેમ્બર 1918, ફ્રાન્સની યુદ્ધભૂમિ પર) : ‘યુદ્ધકવિઓ’ તરીકે નામના પામેલા રુપર્ટ બ્રુક, આઇઝેક રૉઝેનબર્ગ, એડ્વર્ડ ટૉમસની હરોળના બ્રિટિશ કવિ. વિલ્ફ્રેડ ઓવેન લિવરપૂલના બર્કનહેડ ઇન્સ્ટિટ્યૂટ અને શુઝબેરી ટેકનિકલ કૉલેજમાં અભ્યાસ કરી 1910માં લંડન યુનિવર્સિટીમાં દાખલ થયેલા. કવિ કીટ્સની કવિતાથી…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયન સાહિત્ય
ઑસ્ટ્રેલિયન સાહિત્ય : ઑસ્ટ્રેલિયા ખંડમાં વસતા અંગ્રેજી ભાષા બોલતા-લખતાં માણસોએ અંગ્રેજીમાં રચેલું સાહિત્ય. ઑસ્ટ્રેલિયન સાહિત્યને કેટલાંક આગવાં લક્ષણો છે. વિશાળ જમીન, અમાપ ખુલ્લો પ્રદેશ, તેમાં વસતાં જાતજાતનાં પશુપંખીઓ, કીટકો, સામાન્ય માણસો માટેનો આદર અને યુરોપની પરંપરાઓમાંથી છૂટા થઈને આગવાં જીવનમૂલ્યોની સ્વતંત્રતા ભોગવતાં મનુષ્યો વગેરે તેના સાહિત્યમાં છતાં થાય છે. જોકે…
વધુ વાંચો >ઓસ્બૉર્ન, જૉન જેમ્સ
ઓસ્બૉર્ન, જૉન જેમ્સ (જ. 12 ડિસેમ્બર 1929, લંડન; અ. 24 ડિસેમ્બર 1994, ઇંગ્લેન્ડ) : બ્રિટનના ‘ઍંગ્રી યંગમૅન’ – વિદ્રોહી નામે ઓળખાતા જૂથનો અગ્રેસર નાટ્યકાર. પ્રારંભિક કારકિર્દીમાં નાટકોમાં અભિનેતા બન્યા અને નવરાશે કવિતા અને નાટક લખ્યાં. 1956માં તેમનું નાટક ‘લૂક બૅક ઇન ઍન્ગર’ ભજવાયું અને તેનાથી અંગ્રેજી નાટકનો નવજન્મ થયો. આ…
વધુ વાંચો >કઝિંજ કાલમ્ (1957)
કઝિંજ કાલમ્ (1957) : મલયાળમ લેખક, કેરળના પત્રકાર અને નેતા કે. પી. કેશવ મેનન(1886-1978)ની આત્મકથા. કઝિંજ કાલમ્ એટલે ભૂતકાળ. એમાં એમના જીવનનાં 70 વર્ષ સુધીની કહાણી છે. મલબારના મધ્યમવર્ગના કુટુંબમાં જન્મેલા મેનને કેરળ અને ચેન્નાઈમાં શિક્ષણ લઈ વિલાયત જઈ બૅરિસ્ટરની પદવી મેળવી. અભિમાન કે બડાશ વિના લેખકે તેમના જીવનનાં અનેક…
વધુ વાંચો >કણ્ણુનીર્ત્તુળિળ (1924)
કણ્ણુનીર્ત્તુળિળ (1924) : મલયાળમ ભાષાનું કરુણપ્રશસ્તિ કાવ્ય (elegy). કણ્ણુનીર્ત્તુળિળ એટલે ‘આંસુનાં બુંદ’. નાલપ્પાટ્ટુ નારાયણ મેનન(1888-1954)નું રચેલું આ શોકકાવ્ય તેમનાં પત્નીના મૃત્યુને આપેલી સ્મરણાંજલિ છે. આ સ્મરણમંદિરની ઈંટો આંસુના સિંચનથી ચણાઈ છે. આ કાવ્ય કવિ મેનનના વ્યથાપૂર્ણ જીવનની છંદોમય અભિવ્યક્તિ છે. પોતાની બાલ-સખી અને પ્રાણપ્રિય પત્નીના મૃત્યુથી જન્મેલ ભીષણ એકાંત અને…
વધુ વાંચો >કલ્લિનાથ
કલ્લિનાથ (પંદરમી સદી) : સંગીતકાર. વિજયનગરના રાજા પ્રતાપદેવના આશ્રયે પંડિત કલ્લિનાથે એ રાજાની આજ્ઞાનુસાર સંસ્કૃત ક્લિષ્ટ ગ્રંથ ‘સંગીતરત્નાકર’ પર ટીકા લખી તે ગ્રંથની દુર્બોધતા ટાળી તેનું સુગમ સંપાદન કર્યું. રાજા પ્રતાપદેવનું વિજયનગરમાં શાસન 1456થી 1477 સુધી હતું. કલ્લિનાથના જન્મ, મરણ કે ચરિત્ર વિશે વિશેષ માહિતી પ્રાપ્ય નથી. આથી આ રાજાના…
વધુ વાંચો >