કૃષ્ણવદન જેટલી

કોડાક

કોડાક : ઈસ્ટમૅન કોડાક કંપની (સ્થાપના : 1901) : કૅમેરા અને ફોટોગ્રાફીનાં સાધનો બનાવનાર કંપની. 1888માં આ કંપનીના સ્થાપક જ્યૉર્જ ઈસ્ટમૅને તેના ફિલ્મપટ્ટીવાળા બૉક્સ કૅમેરાને ‘કોડાક’ નામ આપ્યું. તે પછી સ્થપાયેલી કંપની ઈસ્ટમૅન કોડાક કંપની તરીકે વિખ્યાત બની. જાણીતા કોડાક કૅમેરાના પ્રથમ ઉત્પાદક જ્યૉર્જ ઈસ્ટમૅને 1880માં ફોટોગ્રાફ લેવા માટેની પ્લેટનો…

વધુ વાંચો >

કોડાલી ઝોલ્ટન

કોડાલી, ઝોલ્ટન (જ. 16 ડિસેમ્બર 1882, કેસ્કેમેન, હંગેરી; અ. 6 માર્ચ 1967, બુડાપેસ્ટ, હંગેરી) : સમર્થ હંગેરિયન સ્વર-રચનાકાર અને સંગીતશાસ્ત્રજ્ઞ. ઝોલ્ટન કોડાલીએ પ્રથમ અભ્યાસ નેગીઝોમ્બતમાં કર્યો. 1900માં તે હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં ‘અકાદમી ઑવ્ મ્યુઝિક’માં જાનોસ કૉસ્લરના શિષ્ય બન્યા અને સંગીત ઉપરાંત ‘ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી’ની ઉપાધિ પ્રાપ્ત કરી (1906). તેમણે 1905માં…

વધુ વાંચો >

કૉન્સ્ટેબલ જૉન

કૉન્સ્ટેબલ, જૉન (જ. 1776; અ.1837) : ઓગણીસમી સદીના બ્રિટિશ ચિત્રકાર. તે યુરોપના, પ્રથમ ભૂમિર્દશ્યો – ‘લૅન્ડસ્કેપ’ આલેખનાર ચિત્રકાર છે. અઢારમી સદીમાં ગેઇન્સબરોનાં પ્રાકૃતિક ર્દશ્ય-ચિત્રોમાં વિશાળ પ્રકૃતિના આલેખનમાં માનવઆકૃતિઓ અત્યંત નાની જોવા મળે છે. 23 વર્ષની ઉંમરે તેમનાં રેખાચિત્રોના આધારે કૉન્સ્ટેબલ 1799માં રૉયલ એકૅડેમીની કલાશાળામાં જોડાયા. 1806માં કાકા વૉટ્સે ઇંગ્લિશ સરોવરોનો…

વધુ વાંચો >

કોરિયન ભાષા અને સાહિત્ય

કોરિયન ભાષા અને સાહિત્ય ઉત્તર-પૂર્વ એશિયામાં આશરે 33°થી 43° ઉ. અ. અને 124°થી 131° પૂ. રે. વચ્ચે આવેલા ‘કોરિયા’ દ્વીપકલ્પમાં તેમજ નજીકમાં જ આવેલા ઉલ્લુંગ તથા તોક-તો ટાપુઓમાં બોલાતી ભાષા. એકંદર વિસ્તાર લગભગ 2,20,795.30 ચોકિમી. હોવા છતાં મોટે ભાગે ડુંગરાળ હોવાથી અહીં વસ્તી ઓછી છે. 2003ની વસ્તીગણતરી મુજબ દક્ષિણ કોરિયામાં…

વધુ વાંચો >

કૌપરિન કુટુંબ

કૌપરિન કુટુંબ : ફ્રાન્સનું અનોખું સંગીતકાર કુટુંબ. આ કુટુંબે સત્તરમી સદીના મધ્યકાળથી ઓગણીસમી સદીના મધ્યકાળ સુધી ફ્રેન્ચ સંગીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ કુટુંબના સૌથી મહત્વના સભ્યો હતા લૂઈ કૌપરિન અને તેનો ભત્રીજો ફ્રાંસ્વા લ, ગ્રાંદ. લૂઈ કૌપરિન (જ. 1626; અ. 29 ઑગસ્ટ 1661, પૅરિસ) : શૌમ્સ-એન-બ્રી ગામના જમીનદાર અને…

વધુ વાંચો >

ક્લે, પૉલ

ક્લે, પૉલ (જ. 18 ડિસેમ્બર 1879, બર્ન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 29 જૂન 1940, મ્યૂરલ્ટો, સ્વિટ્ઝર્લૅન્ડ) : ચિત્રકાર અને ગ્રાફિક કલાકાર. તેમનું કુટુંબ સંગીતપ્રેમી હતું અને ક્લે પણ વાયોલિનવાદક હતા. 1900માં તેમણે સંગીતને બદલે મ્યૂનિક એકૅડેમીમાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં તેમના શિક્ષક પ્રતીકવાદી ચિત્રકાર ફ્રાંઝ વૉનસ્ટક હતા. ક્લેની પ્રારંભિક કલાકૃતિઓ પતરાં…

વધુ વાંચો >

ખિલનાણી, કોડોમલ ચંદનમલ

ખિલનાણી, કોડોમલ ચંદનમલ (જ. 5 ઑક્ટોબર 1844, ભિર્યા, સિંધ, પાકિસ્તાન; અ. 16 ડિસેમ્બર 1916) : અર્વાચીન સિંધી લેખક. વિદ્યોપાર્જનમાં અધિક રુચિ અને તીક્ષ્ણ બુદ્ધિને કારણે તેઓ શાળામાં બીજા વિદ્યાર્થીઓથી જુદા તરી આવતા હતા. મૅટ્રિક પાસ થયા પછી તેમણે શિક્ષક તરીકે અને પછી અનુવાદક તરીકે કાર્ય કર્યું. સિંધી ભાષા અને સાહિત્યનાં…

વધુ વાંચો >

‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ)

‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ) (જ. 9 નવેમ્બર 1888, વરવાડા, જિ. જામનગર; અ. 22 ડિસેમ્બર 1955, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. નાની વયે માબાપ મૃત્યુ પામતાં મોટાં ભાભીને ત્યાં ઊછર્યા. નાટકના શોખીન બનેવી મથુરાદાસ જમનાદાસને નાટક જોવા સાથે લઈ જાય. જામને સૌપ્રથમ ‘કૃષ્ણસુદામા’ નાટક રચ્યું હોવાનું મનાય છે. 16 વર્ષની ઉંમરે લખેલ…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >