ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

રૉડિક, અનીતા (લૂસિયા)

રૉડિક, અનીતા (લૂસિયા) (જ. 1943, બ્રાઇટન, ઇંગ્લૅન્ડ) : પ્રાકૃતિક સૌંદર્ય-પ્રસાધનોનાં પુરસ્કર્તા. પ્રારંભમાં તેમણે પોતાનાં ઇટાલિયન માબાપના આઇસક્રીમ-પાર્લરમાં કામગીરી બજાવી હતી. તેમણે નાટ્યશિક્ષક તરીકેની તાલીમ પણ લીધેલી. શાકભાજી જેમ છૂટક વેચાય છે તેમ સૌંદર્ય-પ્રસાધનોનું છૂટક (retail) વેચાણ થઈ શકે કે કેમ એ બાબતે તેમને કુતૂહલ થયું. 1976માં તેમણે બ્રાઇટનની એક પાછલી…

વધુ વાંચો >

રોમની સંધિ (1957)

રોમની સંધિ (1957) : સહિયારા બજાર અથવા જકાત મંડળની સ્થાપના માટે પશ્ચિમ યુરોપના છ દેશોએ 1957માં રોમ ખાતે કરેલી સંધિ. સ્થાપના વખતે તેમાં ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઇટાલી, બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને લક્ઝેમ્બર્ગ – આ છ દેશો જોડાયા હતા. આ સંધિ હેઠળ 1 જાન્યુઆરી, 1958થી ‘યુરોપિયન આર્થિક સમુદાય’ (European Economic Community) નામનું…

વધુ વાંચો >

રોવન બોનસ યોજના

રોવન બોનસ યોજના : ઉત્પાદન માટે પ્રમાણિત કરેલા સમય કરતાં ઓછા સમયમાં ઉત્પાદન કરવાથી થયેલા વધારાના નફામાંથી સમયની બચત કરનાર શ્રમિકને ભાગ આપવા માટે ડૅવિડ રોવને વિકસાવેલી પદ્ધતિ. આર્થિક પ્રવૃત્તિ ચલાવનારાઓને શ્રમની જરૂર હોય છે. બજારમાં શુદ્ધ સ્વરૂપે શ્રમ મળતો નથી. શ્રમ લેવા જતાં શ્રમિક મળે છે. ગુલામી પ્રથા અને…

વધુ વાંચો >

લઘુમતીહિત (જૉઇન્ટ સ્ટૉક કંપની)

લઘુમતીહિત (જૉઇન્ટ સ્ટૉક કંપની) : કંપનીમાં બહુમતી શૅરહોલ્ડરોના અત્યાચાર અને ગેરવહીવટ સામે રક્ષણ મેળવવાપાત્ર લઘુમતી શૅરહોલ્ડરોનું હિત. કંપનીમાં ઊભા થતા પ્રત્યેક પ્રશ્ન અંગેનો નિર્ણય શૅરહોલ્ડરોની સાદી અથવા વિશિષ્ટ બહુમતીથી લેવામાં આવે છે. આમ તેનું સંચાલન બહુમતી નિર્ણય ઉપર આધારિત હોય છે. રાજામુંદ્રી ઇલેક્ટ્રિસિટી વિ. નાગેશ્વર રાવ કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે…

વધુ વાંચો >

લવાદ

લવાદ : કેટલાક વિવાદોના પક્ષકારો વચ્ચે અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા સંબંધિત વિવાદના ઉકેલ રૂપે કોઈ સમજૂતી સધાતી ન હોય ત્યારે તે વિવાદોનો ફેંસલો (adjudicate) કરવા માટે મહદ્અંશે સંબંધિત પક્ષકારોની સંમતિથી જે ત્રાહિત પંચને તે વિવાદ સોંપવામાં આવે છે તે પંચ. આવા પંચની કાર્યવહીને લવાદી અથવા મધ્યસ્થી અને તેના ફેંસલાને…

વધુ વાંચો >

લિક્વિડેટર

લિક્વિડેટર : કંપનીનું વિસર્જન (liquidation) કરવાની કાર્યવહી કરવા માટે નિમાયેલો અધિકારી. તેની નિમણૂક અદાલત અથવા શૅરહોલ્ડરો અથવા કંપનીના લેણદારો દ્વારા કરવામાં આવતી હોય છે. કંપનીને બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાં મુખ્યત્વે કાયદાકીય વિધિના પાલનમાં કંપનીની ક્ષતિઓ, દેવાં ચૂકવવાની તેની અશક્તિ, કંપનીની સ્થાપના સમયે નિશ્ચિત કરેલા સમયનું પૂરું…

વધુ વાંચો >

લિમિટેડ કંપની

લિમિટેડ કંપની : જુઓ કંપનીની રચના

વધુ વાંચો >

લિયૉન્તિફ કોયડો (Leontief paradox)

લિયૉન્તિફ કોયડો (Leontief paradox) : આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના હેક્શર-ઓહલીન(સાધનપરિમાણ)ના સિદ્ધાંતના સંદર્ભમાં ઊભો થયેલો એક મુદ્દો. સાધનપરિમાણના સિદ્ધાંત પ્રમાણે દેશમાં સાપેક્ષ રીતે જે સાધનની વિપુલતા હોય તેનો જે ચીજના ઉત્પાદનમાં સવિશેષ ઉપયોગ થતો હોય તેની દેશમાંથી નિકાસ થાય છે. બીજી બાજુ, દેશમાં જે સાધનની સાપેક્ષ રીતે અછત હોય તેનો જે વસ્તુના…

વધુ વાંચો >

લીવરેજ (વાણિજ્ય)

લીવરેજ (વાણિજ્ય) : કંપનીના વકરામાં વધઘટ થતાં તેના નફામાં થતી સાપેક્ષ વધઘટ. ભૌતિકશાસ્ત્રમાં ઉચ્ચાલક(lever)નો ઉપયોગ કરવાથી જે યાંત્રિક શક્તિલાભ અથવા શક્તિહાનિ થાય છે તેને ‘લીવરેજ’ કહેવાય છે. તેવી રીતે ધંધામાં કંપની પ્રચુર અથવા સીમિત મૂડીની મદદથી ઉત્પાદિત કરેલા માલનું વેચાણ કરે તો વકરામાં વધઘટ થવાથી જે નાણાલાભ અથવા નાણાહાનિ થાય…

વધુ વાંચો >

લૅટિન અમેરિકન ફ્રી ટ્રેડ ઍસોસિયેશન (LAFTA)

લૅટિન અમેરિકન ફ્રી ટ્રેડ ઍસોસિયેશન (LAFTA) :  દક્ષિણ અમેરિકાના સાત દેશો દ્વારા સ્થાપવામાં આવેલું મુક્ત વ્યાપાર મંડળ. આ સંગઠનની સ્થાપના અંગેની સમજૂતી 1960માં ઉરુગ્વેના પાટનગર મૉન્ટેવિડિયો ખાતે મળેલ પરિષદમાં કરવામાં આવી હતી. તેના મૂળ સાત સભ્યોમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, ચિલી, મેક્સિકો, પારાગ્વે, પેરુ અને ઉરુગ્વેનો સમાવેશ થયો હતો. પાછળથી કોલંબિયા, ઇક્વેડૉર,…

વધુ વાંચો >