ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અઝિમ પ્રેમજી

અઝિમ પ્રેમજી (જ. 24 જુલાઈ, મુંબઈ 1945) : ભારતના ઉદ્યોગ, વ્યાપાર અને વાણિજ્યક્ષેત્રના અગ્રણી સાહસિક અને વિશ્વના ધનાઢ્ય તથા પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક. ઇસ્માઇલી બોહરા જ્ઞાતિમાં જન્મ. પરિવાર મૂળ કચ્છનો અને તેથી ગુજરાતી. વ્યવસાયનું સ્થળ બૅંગાલુરુ (કર્ણાટક). પિતાનું નામ મોહમ્મદહુસેન અને માતાનું નામ યાસ્મીનબીબી. ભારતની મોટામાં મોટી સૉફ્ટવેર કંપની ‘વિપ્રો’ ટૅકનૉલૉજીના…

વધુ વાંચો >

અધિકૃત નાણું

અધિકૃત નાણું : ધારાકીય જોગવાઈઓ અનુસાર અનિવાર્યપણે સર્વ સ્વીકાર્ય નાણું. તેને કાયદેસર કે ચલણી નાણું પણ કહે છે. કરવેરા કે/અને કરજની ચુકવણી પેટે વસૂલાતના યોગ્ય સ્થળે અને સમયે લેણદારે જેને સ્વીકારવું જ જોઈએ એ નાણું. વિશ્વના પ્રત્યેક દેશનું પોતાનું અલગ અધિકૃત નાણું હોય છે. રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયાની ચલણી નોટો…

વધુ વાંચો >

અધિનિયમાનુસારી અહેવાલ

અધિનિયમાનુસારી અહેવાલ (statutoary report) : બાંયધરીથી અગર શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ કંપનીની અધિનિયમાનુસારી સામાન્ય સભા સમક્ષ રજૂ કરવાનો અહેવાલ. કંપનીઓ સંબંધી ધારાકીય જોગવાઈઓ અનુસાર કંપનીના ધંધાની શરૂઆત કરવાની પાત્રતાની તારીખથી એક મહિના પછી પરંતુ ત્રણ મહિના પહેલાં કંપનીની અધિનિયમાનુસારી સામાન્ય સભા બોલાવવાની હોય છે. આ સભાની તારીખના ઓછામાં ઓછા ચૌદ…

વધુ વાંચો >

અધિન્યાસ

અધિન્યાસ (assignment) : કોઈક અસ્કામત યા મિલકત યા હક્કમાંના હિતાધિકારની અન્ય કોઈક વ્યક્તિને અવેજી કે બિનઅવેજી સોંપણી કરવાની પ્રક્રિયા. એ અંગેના દસ્તાવેજી લખાણને પણ એસાઇનમેન્ટ અગર અધિન્યાસખત કહે છે. અધિન્યાસ લખી આપનાર વ્યક્તિને એસાઇનર અગર સ્વત્વદાતા કહે છે; અધિન્યાસ પ્રાપ્ત કરનારને ઍસાઇની અગર સ્વત્વગ્રહિતા કહે છે. અદાલત દ્વારા અધિન્યાસને કરાર…

વધુ વાંચો >

અનુગ્રહ દિવસો

અનુગ્રહ દિવસો (days of grace) : મુદતી હૂંડી પાક્યા પછી તેની ચુકવણી માટે આપવામાં આવતી રાહતની મુદત. આ મુદત ત્રણ દિવસની હોય છે. આ રાહત શરૂઆતમાં અનુગ્રહ રૂપે આપવામાં આવતી હતી. હવે એ ધારાકીય જોગવાઈઓથી સ્થાપિત અધિકાર રૂપે અપાય છે (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ 1881, કલમ 21 થી 25). જવાબી (એટલે…

વધુ વાંચો >

અનુષંગી લાભ

અનુષંગી લાભ (fringe benefits) : પગારદાર કર્મચારીઓને મુકરર નિયમિત વેતન ઉપરાંત પ્રસંગોપાત્ત અપાતા વધારાના પરોક્ષ લાભ. આવા લાભ મહદંશે ધારાકીય જોગવાઈઓ મારફત અગર માલિકો તથા કર્મચારીઓ વચ્ચેની સમજૂતીના નિષ્કર્ષ રૂપે અને ક્વચિત્ માલિકોની સ્વેચ્છાએ પ્રાપ્ત થાય છે. આધુનિક ઔદ્યોગિક યુગની શરૂઆતનાં વર્ષોમાં કર્મચારીઓ પરત્વે માલિકોનું ઉત્તરદાયિત્વ જેવું કશું જ ન…

વધુ વાંચો >

અમીન નાનુભાઈ

અમીન, નાનુભાઈ (જ. 27 નવેમ્બર 1919, વડોદરા; અ. 27 માર્ચ 1999, વડોદરા) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ. તેઓ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તથા બિનપરંપરાગત ઊર્જાક્ષેત્રે અને પર્યાવરણક્ષેત્રે તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. પિતા ભાઈલાલભાઈ અને માતા ચંચળબા. પિતા વડોદરા રાજ્યના અગ્રગણ્ય ઉદ્યોગપતિ હતા. નાનુભાઈ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી…

વધુ વાંચો >

અમીન રમણભાઈ

અમીન, રમણભાઈ (જ. 13 મે 1913, વડોદરા; અ. 8 એપ્રિલ, 2000) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ. ખાનદાન પરિવારમાં જન્મ. પિતાનું નામ ભાઈલાલભાઈ અને માતાનું નામ ચંચળબા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. ત્યારબાદ મિકૅનિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસાર્થે તેઓ પશ્ચિમ જર્મની ગયા અને ત્યાંની દાર્મસ્ટૅડ (Darmstadt) યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની સ્નાતકોત્તર પદવી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

અવેજ

અવેજ (consideration) : એક પ્રકારની લેવડદેવડ (quid pro quo). અવેજ એ કરારનો પાયો છે. તેના વિના કરાર કાયદેસર ટકી શકતો નથી. કોઈ પણ કરારમાં બે પક્ષકારો હોય છે. તેમાં એક વ્યક્તિ વચન આપનાર છે અને બીજી વ્યક્તિ વચન લેનાર છે. એક પક્ષકાર વચન આપે તેના બદલામાં વચન લેનારે કંઈક આપવું…

વધુ વાંચો >