યુનિડો : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1966માં સ્થાપવામાં આવેલી એક સંસ્થા. તેનું પૂરું નામ છે : United Nations Industrial Development Organization (UNIDO). તેનો ઉદ્દેશ વિકાસશીલ દેશોના ઔદ્યોગિક વિકાસમાં સહાયભૂત થવાનો છે. તે મુખ્યત્વે ટેક્નિકલ સ્વરૂપની મદદ કરે છે. ઔદ્યોગિક મોજણીઓ કરવા માટે, ઔદ્યોગિક વિકાસ માટેની નીતિઓ ઘડવા માટે, ઔદ્યોગિક પ્રકલ્પોનું મૂલ્યાંકન કરવા માટે તથા ઔદ્યોગિક ચીજોના વેચાણ માટેનો વ્યૂહ તૈયાર કરવા માટે આ સંસ્થા વિકાસશીલ દેશોને નિષ્ણાતોની સેવા સુલભ કરી આપે છે.

પરાશર વોરા